SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૨૯૩ દેવોને સુરાલયના સૌંદર્યને વિસ્મરણ કરાવે એવા મહોત્સવો કરાવાયા. વરવરિકા ઘોષણાપૂર્વક સર્વત્ર મહાદાન કરાવાયાં. દેવેન્દ્રની જેમ ઐરાવતના વિભ્રમને કરાવે એવા જય નામના શ્રેષ્ઠ હાથી ઉપર આરૂઢ થયેલો, ત્રિક-ચતુષ્ક-ચત્વરાદિમાં દેવના જેવા આકારવાળા નાગરિકોથી સ્તુતિ કરાતો મનીષી સ્વયં પદાતિભાવને=સેવકભાવને, ભજતા એવા, નિરુપમ વિલાસના વિસ્તારને અનુભવ કરાવતા એવા રાજા વડે પ્રતિદિવસ નગરમાં વિહાર કરાવાયો. આઠમો દિવસ પ્રાપ્ત થયો. અને ત્યાં નિખિલ જનનાં સન્માન, દાન, અર્ધમાનતા વિનોદથી બે પ્રહર પસાર કરાયા. એટલામાં દિનકર આચરિત વડે મનીષીના વચનને સૂચન કરતા કાલતિવેદક વડે કહેવાયું – શ્લોક : नाशयित्वा तमो लोके, कृत्वाऽऽह्लादं मनस्विनाम् । हे लोकाः! कथयत्येष, भास्करो वोऽधुना स्फुटम् ।।१।। શ્લોકાર્ચ - લોકમાં અંધકારનો નાશ કરીને, મનસ્વીઓને આહ્વાદ કરીને તે લોકો ! આ ભાસ્કર સૂર્ય, હમણાં સ્પષ્ટ આપણને કહે છે, શું કહે છે ? તે બતાવે છે – IIII. શ્લોક : वर्धमानः प्रतापेन, यथाऽहमुपरि स्थितः । सर्वोऽपि स्वगुणैरेव, जनस्योपरि तिष्ठति ।।२।। શ્લોકાર્ચ - જે પ્રમાણે પ્રતાપથી વર્ધમાન હું ઉપર રહેલો છું, સ્વગુણોથી જ સર્વ પણ મનુષ્યની ઉપર રહે છે. III साडम्बरं दीक्षार्थगमनम ततस्तदाकर्ण्य राजा सुबुद्धिप्रभृतीनुद्दिश्याह-अये! प्रत्यासीदति लग्नवेला, ततः सज्जीकुरुत तूर्णं भगवत्पादमूले गमनसामग्रीम् । सुबुद्धिरुवाच-देव! प्रदेव वर्त्तते मनीषिपुण्यपरिपाटीव सर्वा सामग्री । આડંબર સહિત દીક્ષા માટે ગમન ત્યારપછી તેને સાંભળીને કાલતિવેદકતા વચનને સાંભળીને, રાજા સુબુદ્ધિ વિગેરેને ઉદ્દેશીને કહે છે, ખરેખર ! લગ્નવેલા પાસે આવે છે સંયમ લેવાનો સમય પાસે આવે છે, તેથી શીઘ્ર ભગવાનના પાદમૂલે ગમનસામગ્રીને સજ્જ કરો, સુબુદ્ધિ કહે છે – હે દેવ ! મનીષીના પુણ્યપરિપાટીની જેમ સર્વ સામગ્રી સજ્જ જ વર્તે છે.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy