SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૨૫૧ महाराज! मुनयोऽमूनि परपीडावर्जनादीनि मुक्तिसुखभाजनत्वपर्यवसानानि तस्याप्रमादनाम्नो यन्त्रस्योपकरणानि प्रतिक्षणमनुशीलयन्ति । ततोऽमू (मी) भिरनुशीलितैरत्यर्थं तद्दृढीभवति यन्त्र, અપ્રમાદયંત્રનું સ્વરૂપ કેવી રાજા કહે છે હે ભગવંત ! તો આ બેનો=સ્પર્શન અને અકુશલમાલાનો, અન્ય નિર્દેલનનો ઉપાય શું થશે ? ભગવાન વડે કહેવાયું – અપ્રમાદ નામનું અંતરંગ યંત્ર જ આ બંનેના નિર્દલનનો ઉપાય છે=અકુશલકર્મો અને સ્પર્શનના નાશનો ઉપાય છે. તે કારણથી આ સાધુઓ આ બેના જ= અકુશલમાલા અને સ્પર્શનના જ નિષ્લેષણ માટે=વિનાશ માટે, સતત વહન કરે છે=અંતરંગ યંત્રને પ્રવર્તાવે છે. રાજા કહે છે તે અપ્રમાદ નામના યંત્રનાં કયાં ઉપકરણો છે ?=કયાં સાધનો છે ? ભગવાન કહે છે જે સાધનોને આ સાધુઓ પ્રતિક્ષણ અનુશીલન કરે છે. રાજા પૂછે છે રીતે અનુશીલન કરે છે ? ભગવાન વડે કહેવાયું – સાંભળો, યાવજ્જીવ સુધી આ=સાધુઓ અલ્પ, પણ પરપીડાને કરતા નથી=કોઈ જીવને પીડા ન થાય પ્રાણનાશ ન થાય, કષાયનો ઉદ્રેક ન થાય તે રીતે સર્વ આચરણા કરે છે. સૂક્ષ્મ પણ મૃષાવચન બોલતા નથી=સતત દૃઢ મનોવ્યાપારપૂર્વક વચનગુપ્તિમાં યત્ન કરીને વીતરાગના વચનાનાસુર આત્માને ભાવિત કરે છે અને સંયમના પ્રયોજનથી બોલવાનું આવશ્યક જણાય તોપણ સૂક્ષ્મ પણ મૃષા બોલાય નહીં તે પ્રકારે ઉપયુક્ત થઈને બોલે છે. દંતશોધન માત્ર પણ નહીં અપાયેલું ગ્રહણ કરતા નથી=સ્વામીઅદત્તના પરિહાર અર્થે સાવ નિઃસાર વસ્તુને પણ કોઈના આપ્યા વગર કે યાચનાપૂર્વક ગ્રહણ કર્યા વગર ઉપયોગ કરતા નથી. ઉપલક્ષણથી અન્ય ત્રણ અદત્તનો પરિહાર કરે છે. નવ ગુપ્તિથી યુક્ત બ્રહ્મચર્યને ધારણ કરે છે. નિઃશેષપણાથી પરિગ્રહનું વર્જન કરે છે, ધર્મોપકરણમાં-શરીરમાં પણ મમત્વબુદ્ધિને ધારણ કરતા નથી. - - - વસ્ત્રાદિ ધર્મનું ઉપકરણ અને શરીર ધર્મનું સાધન છે માટે ધર્મવૃદ્ધિમાં જ મારે શ૨ી૨ને પ્રવર્તાવવું જોઈએ અને ધર્મઉપકરણનો પણ ધર્મવૃદ્ધિ માટે જ ઉપયોગ કરવો જોઈએ એ પ્રકારે યત્ન કરીને સમભાવની જ વૃદ્ધિ કરે છે. ચારે પ્રકારના આહારસમૂહને રાત્રિમાં સેવતા નથી. પ્રવચનમાં વર્ણન કરાયેલ સમસ્ત ઉપધિથી વિશુદ્ધ સંયમયાત્રા માત્રની સિદ્ધિ માટે=સંયમના કંડકોની વૃદ્ધિ માટે, નિરવઘ આહાર આદિને ગ્રહણ કરે છે. સમિતિ ગુપ્તિથી પરિપૂરિત આચરણાથી વર્તે છે. વિવિધ પ્રકારના અભિગ્રહકરણથી પરાક્રમ કરે છે=પોતાની શક્તિ અનુસાર નિર્લેપ ભાવની વૃદ્ધિનું કારણ બને તેવા અનેક પ્રકારના અભિગ્રહકરણથી મોહતાશ માટે પરાક્રમ કરે છે. અકલ્યાણમિત્રના યોગનો પરિહાર કરે છે=સંસારના ભાવોની વૃદ્ધિ કરે તેવા સ્વજ્ઞ, પરિચિત કે અન્ય કોઈપણ હોય તેવા સાથે બેસીને અકલ્યાણના કારણરૂપ રાગાદિ ભાવો ઉલ્લસિત થાય તો અકુશલકર્મોનો પ્રવાહ વૃદ્ધિ પામે તેથી તેવા અકલ્યાણમિત્રના યોગનો પરિહાર કરે છે. સંતપુરુષોને=ગુણસંપન્ન મહાત્માઓને, પોતાનું સમર્પણ અભિવ્યક્ત કરે છે, જેથી તેઓના અનુશાસનના બળથી મોહતાશને અનુકૂળ વીર્ય સદા ઉલ્લસિત રહે. પોતાની ઉચિત
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy