SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ विडम्बनया? गृह्णाम्येनां भगवदादिष्टां भागवतीमेव दीक्षामिति भावयतः सञ्जातो मनीषिणश्चरणपरिणामः । मध्यमबुद्धरपि एवं गुरुमन्त्रिणोः परस्परजल्पमाकर्णयतः सञ्जातश्चरणाभिलाषः केवलं नाहमेतावतो नैष्ठिकानुष्ठानस्य क्षम इति विचिन्तितमनेन । सुबुद्धिनाऽभिहितं મનીષી અને મધ્યમની અનુક્રમે દીક્ષા તથા ગૃહીધર્મની ઈચ્છા સુબુદ્ધિ વડે કહેવાયું – હે ભગવાન ! ઉત્કૃતમ પુરુષો કોના માહાભ્યથી થાય છે? ગુરુ કહે છે. કોઈ અન્યના માહાભ્યથી નહીં. પરંતુ સ્વવીર્યથી ઉત્કૃષ્ટતમ થાય છે. સુબુદ્ધિમંત્રી વડે કહેવાયું, તેવા પ્રકારના વીર્યલાભનો ઉપાય શું છે ?sઉત્કૃષ્ટતમ પુરુષ થવાના કારણભૂત વીર્યલાભનો ઉપાય શું છે? મુનિ કહે છે – ભગવાનની ભાવદીક્ષા, ઉત્કૃષ્ટતમ થવાનો ઉપાય છે=ભગવાને બતાવેલી દ્રવ્ય આચરણારૂપ દીક્ષા નહીં પરંતુ શક્તિના પ્રકર્ષથી ભગવાનનું વચન પરિણમન પામે તેવા ભાવથી યુક્ત દીક્ષા લેવા વીર્યલાભનો હેતુ છે. મનીષી વડે વિચારાયું. અરે જો આ પ્રમાણે છે ઉત્કૃષ્ટતમ થવાનો ઉપાય ભાગવતી ભાવદીક્ષા છે એ પ્રમાણે છે, તો મારે ઉત્કૃષ્ટતમ થવા યોગ્ય છે, આ શેષ વિડંબના વડે શું? અર્થાત્ ગૃહસ્થઅવસ્થાનું પાલન કરીને મનુષ્યજન્મ નિષ્ફળ કરવારૂપ શેષ વિડંબના વડે શું? ભગવાન વડે આદિષ્ટ આ ભાગવતી દીક્ષાને જ ગ્રહણ કરું એ પ્રકારે ભાવન કરતા મનીષીને ચારિત્રનો પરિણામ થયો સંયમતા પારમાર્થિક સ્વરૂપને સાંભળીને ચારિત્રગ્રહણનો પરિણામ મનીષીને પ્રગટ થયો. મધ્યમબુદ્ધિને પણ આ પ્રકારે ગુરુ અને મંત્રીના પરસ્પર વાર્તાલાપને સાંભળતા ચારિત્રનો અભિલાષ થયો=ઉત્કૃષ્ટતમ થવાની ઇચ્છા થવાથી તેના કારણભૂત ચારિત્રનો અભિલાષ થયો, કેવલ હું આટલા નૈષ્ઠિક અનુષ્ઠાનને સમર્થ નથી=સર્વવિરતિ ગ્રહણ કરીને સતત ઉત્કૃષ્ટતમ થવા અર્થે મોહનો નાશ થાય તે પ્રકારે નૈષ્ઠિક=નિષ્ઠાવાળા અનુષ્ઠાન કરવા માટે હું સમર્થ નથી. એ પ્રમાણે આના વડે=મધ્યમબુદ્ધિ વડે વિચારાયું. સુબુદ્ધિ વડે કહેવાયું – શ્લોક : भदन्त! योऽयमस्माभिहिधर्मोविधीयते । एष तादृशवीर्यस्य, किं भवेत्कारणं न वा? ।।१।। શ્લોકાર્ચ - હે ભગવાન ! જે આ અમારા વડે ગૃહસ્થધર્મ સેવાય છે એ તેવા પ્રકારના વીર્યનું=ભાવથી ભાગવતી દીક્ષાનું કારણ બને તેવા પ્રકારના વીર્યનું, શું કારણ થાય ? અથવા ન થાય? II૧ી. બ્લોક : गुरुराहस्यादेष पारम्पर्येण, तादृशस्यापि कारणम् । वीर्यस्य न पुनः साक्षाद्यतो मध्यजनोचितः ।।२।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy