SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મનીષી તુલ્ય બુદ્ધિમાન થાય છે. આથી જ પ્રસ્તુત દૃષ્ટાંતમાં પણ સ્પર્શનને વશ બાલને પ્રાપ્ત થયેલી સર્વ વિડંબનાને જોઈને મધ્યમબુદ્ધિને મનીષીના વચનનો પક્ષપાત થાય છે. વળી, મનીષીએ મધ્યમબુદ્ધિને કહ્યું કે બાલ પ્રત્યે મને ઉપેક્ષા વર્તે છે, તારા પ્રત્યે કરુણા થાય છે, ભવજંતુ પ્રત્યે હર્ષ થયો. તેનાથી નક્કી થાય કે જેઓ ભગવાનના વચનથી ભાવિત છે, કર્મના વિપાકના બળથી વિકારોના સ્વરૂપને જાણનારા છે તેવા મહાત્માઓને હંમેશાં ભવજંતુની જેમ જેઓ સ્પર્શનઆદિના વિકારોને છોડીને મોક્ષમાં ગયા છે તેઓ પ્રત્યે હર્ષ થાય છે, અયોગ્ય પ્રત્યે દ્વેષ કરતા નથી પરંતુ ઉપેક્ષા કરે છે અને જેઓ ફ્લેશ પામતા હોય છે છતાં સુધરે તેવા હોય છે, તેઓ પ્રત્યે કરૂણાવાળા થાય છે અને નિપુણતા પૂર્વક ઉચિતકાળે તેઓનું હિત થાય તે રીતે યત્ન કરે છે. આથી બાલ પાછળ મધ્યમબુદ્ધિ જાય છે ત્યારે ઉચિત અવસર નહીં હોવાથી મનીષી કાળક્ષેપ કરે છે અને જ્યારે ઉચિત અવસર જણાય છે ત્યારે પોતાના ભાઈ એવા બાલને ખબર પૂછવાના બહાના હેઠળ મધ્યમબુદ્ધિને બાહુ પકડીને અન્ય સ્થાનમાં લઈ જાય છે અને તેની બુદ્ધિ બાલના તે પ્રકારના અનુચિત વર્તનથી કંઈક વિમુખ થયેલી હોવાથી સ્પર્શનના અનર્થો મધ્યમબુદ્ધિને બતાવીને મનીષીએ માર્ગમાં સ્થિર કરવા યત્ન કર્યો. આ પ્રકારે જ વિવેકી પુરુષો યોગ્ય જીવોને ઉચિતકાળે માર્ગમાં લાવવા યત્ન કરે છે અને જ્યાં સુધી ઉચિતકાળ ન જણાય ત્યાં સુધી ઉપેક્ષા કરે છે. स्पर्शनाऽकुशलमालाकृतबालोपबृंहणा इतश्च बालशरीरादाविर्भूतः स्पर्शनोऽकुशलमाला च । अकुशलमालयाऽभिहितं-साधु पुत्रक! साधु, यन्मत्तो जातोऽनुतिष्ठति तदनुष्ठितं भवता, यतो निराकृतस्त्वयाऽयमलीकवाचालो मनीषी । स्पर्शनेनाभिहितं-अम्ब! युक्तमेवेदृशपुरुषाणामनुष्ठानं, दर्शितः खल्वेवमाचरता प्रियमित्रेण मयि निर्भरोऽनुरागः । अथवा किमनेन निर्घटितेनेदानीं त्रयाणामप्यस्माकं भावसारं समसमस्तदुःखसुखता, ये तु बृहदर्थसाधनप्रवृत्तानामप्यन्तराले विघ्ना भवन्ति तान् के गणयन्ति? बालः प्राह-वयमप्येतदेव ब्रूमः, केवलमेतत्स मनीषी न जानाति । स्पर्शनेनाभिहितं-किं तव तेन? सुखविघ्नहेतुरसौ पापकर्मा भवतः, अयं जनोऽम्बा च केवलं ते सुखकारणम् । बालः प्राह-कोऽत्र विकल्पः? निःसन्दिग्धमिदम् । ततः कृतस्ताभ्यां योगशक्तिव्यापारपूर्वको भूयस्तदीयशरीरे प्रवेशः, प्रादुर्भूतं मदनकन्दलीगोचरं भृशतरमौत्सुक्यं, प्रवृत्तोऽन्तस्तापः, प्रवृत्ता जृम्भिका, पतितः शयनीये, तत्र चानवरतमुद्वर्त्तमानेनाङ्गेन तथा विचेष्टमानो दृष्टोऽसौ मध्यमबुद्धिना, समुत्पना करुणा, तथापि मनीषिवचनमनुस्मरता न पृष्टो वार्तामपि बालस्तेन । સ્પર્શન અને અકુશલમાલા રાણી દ્વારા બાલની કરાયેલ ઉપબૃહણા અને આ બાજુ બાલના શરીરથી સ્પર્શત અને અકુશલમાલા આવિર્ભૂત થયા. જ્યારે મતિજ્ઞાનના ઉપયોગરૂ૫ સ્પર્શનનો વિકાર વર્તતો હતો અને જ્યારે અકુશલકર્મના ઉદયથી
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy