SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૧૬૩ - હોમ માટે અપહત-દુઃખિત બાલની મુક્તિ મારા ઉપર આ નગરમાં અમારો સ્વામી હરિશ્ચંદ્ર નામનો રાજા છે. તે=રાજા, પ્રતિક્ષણ વિજયમાઠરશંખાદિ પ્રાત્યન્તિક મંડલના હરતારા રાજાઓ વડે=નજીકના દેશમાં રહેનારા રાજાઓ વડે, ઉપદ્રવ કરાય છે. અને આ બાજુ રતિકેલિ નામનો વિદ્યાધર પરમમિત્ર છે, અન્યદા આવેલા એવા તેના વડે=વિદ્યાધર વડે, શત્રુથી ઉપદ્રુત દેવને જોઈને કહેવાયું તને હું ક્રૂરવિદ્યા આપું છું જેના પ્રભાવથી તું આ બધા વડે પરાભવ પામીશ નહિ, દેવ વડે કહેવાયું=હરિશ્ચંદ્ર રાજા વડે વિદ્યાધર મિત્રને કહેવાયું અનુગ્રહ છે=મિત્રનો અનુગ્રહ છે. ત્યારપછી છ માસ પૂર્વસેવાને કરાવીને આ દિવસથી આઠમા દિવસે તેના વડે=વિદ્યાધર વડે હરિશ્ચંદ્ર દેવ કોઈક સ્થાને લઈ જવાયો. શત્રુની વિદ્યાનું સાધન કરાવાયું છે. બીજા દિવસે પુરુષ સાથે લવાયો છે. તે પુરુષના માંસરુધિર વડે હોમક્રિયા કરાવાઈ, સાત દિન વિદ્યાની પશ્ચાત્સેવા છે. હમણાં આ પુરુષ મુકાવાયો છે. તે જ પ્રાયઃ કરીને તારા ભાઈ હશે એમ મને વિતર્ક છે. અને તે મને જ હમણાં દેવ વડે સમર્પિત કરાયો છે. મધ્યમબુદ્ધિ કહે છે. હે ભદ્ર ! જો આ પ્રમાણે છે તેથી, જો મારા ઉપર તને દયા છે તો તે પુરુષને અહીં જ લાવ જેથી હું તેને ઓળખું. તેથી=મધ્યમબુદ્ધિએ આ પ્રમાણે કહ્યું તેથી, આ પ્રમાણે કરું છું=તું કહે છે એ પ્રમાણે કરું છું, એમ કહીને નંદન ગયો, બાલને ગ્રહણ કરીને અને ઉપાડીને આવ્યો, અસ્થિમાત્ર અવશેષવાળો ઉચ્છ્વાસ નિઃશ્વાસથી નિર્ણય કરાતા જીવિતવાળો નિરુદ્ધવાપ્રસરવાળો બાલ મધ્યમબુદ્ધિ વડે જોવાયો. મુશ્કેલીથી ઓળખાયો, નંદન નામનો રાજપુરુષ કહેવાયો. હે ભદ્રે ! તે જ આ મારો ભ્રાતા છે. ખરેખર તું નંદન છે=આનંદ કરનાર છે. હું તારા વડે અનુગૃહીત કરાયો. નંદન કહે છે હે ભદ્ર ! તારી કરુણાથી મારા વડે આ રાજદ્રોહ કરાયો છે અને બીજું હમણાં ગયેલા મારા વડે=બાલને લેવા માટે ગયેલા એવા મારા વડે, સંભળાયું છે જે પ્રમાણે ખરેખર રાત્રિમાં રાજા રુધિર વડે, ફરી વિદ્યાને તર્પણા કરશે. આ પુરુષથી પ્રયોજન થશે. તે આ જાણીને મારું જે થશે તે થાઓ તમારા બંને વડે શીઘ્ર અહીંથી ચાલ્યા જવું જોઈએ. ત્યારપછી “ભદ્ર જે આજ્ઞા કરે, યત્નથી ભદ્ર વડે આત્મા રક્ષણ કરવા યોગ્ય છે=રાજાના કોપથી તે રાજપુરુષે પોતાનું રક્ષણ કરવું જોઈએ” એ પ્રમાણે કહીને ગ્રહણ કરાયેલા બાલવાળો મધ્યમબુદ્ધિ જવા માટે તૈયાર થયો. ત્યારપછી ભયવિધુર હૃદયવાળો=ભયથી વિહ્વળ થયેલા હૃદયવાળો, સતત વેગથી દોડતો કોઈક સ્થાનમાં બાલને પાણીને આપતો, પવનથી આહ્લાદન કરતો, આહાર આદિ રસથી પ્રીતિને ઉત્પન્ન કરતો, પોતાની શરીરપીડાને નહિ ગણતો, મોટા ક્લેશના સમૂહથી મધ્યમબુદ્ધિ સ્વસ્થાનને પામ્યો. बालवृत्तान्तः गतानि कतिचिद्दिनानि, जातो मनाक् सबलो बालः, पृष्टो मध्यमबुद्धिना - भ्रातः ! किं भवताऽनुभूतम् ? स प्राह-इतस्तावदुत्क्षिप्तोऽहं बद्ध्वा भवतः पश्यत एव गगनचारिणा, नीतः कृतान्तपुराकारमतिभीषणतयैकं स्मशानं, दृष्टस्तत्र प्रज्वलिताङ्गारभृताग्निकुण्डपार्श्ववर्ती मया पुरुषः, ततस्तं प्रति
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy