SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ यावदेषा शरीरस्था, वर्त्तते भोगतृष्णिका । तदभावे मनस्तेषु, न स्वप्नेऽपि प्रवर्त्तते ।।१४।। युग्मम् શ્લોકાર્થ ઃ ત્યાં સુધી અશુચિના પુંજ એવાં સ્ત્રીનાં અંગોમાં મૂઢબુદ્ધિવાળા જીવો કુન્દ પુષ્પ, ઇન્દીવર, ચન્દ્રાદિની કલ્પનાને સ્વીકારે છે, જ્યાં સુધી આ ભોગતૃષ્ણા શરીરમાં વર્તે છે=શરીરને અવલંબીને મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ ભોગના અભિલાષની તૃષા વર્તે છે. તેના અભાવમાં=ભોગતૃષ્ણાના અભાવમાં, તેઓનો=સ્ત્રીઓના અંગમાં, સ્વપ્નમાં પણ મન પ્રવર્તતું નથી. ।।૧૩-૧૪|| શ્લોક ઃ समाने पुरुषत्वेऽपि, परकिङ्करतां गताः । निन्द्यं यत्कर्म कुर्वन्ति, भोगतृष्णाऽत्र कारणम् ।।१५।। શ્લોકાર્થ ઃ સમાન પણ પુરુષપણું હોતે છતે પરકિંકરતાને પામેલા જે નિંધ કર્મને કરે છે એમાં=તે નિંધ કર્મના કૃત્યમાં, ભોગતૃષ્ણા કારણ છે. I॥૧૫॥ શ્લોક ઃ : ૧૧૫ येषां पुनरियं देहान्निर्गता सुमहात्मनाम् । निर्द्धना अपि ते धीराः, शक्रादेरपि नायकाः ।।१६।। શ્લોકાર્થ વળી, જે સુમહાત્માઓના દેહમાંથી=દેહને અવલંબીને પ્રવર્તતા ચિત્તમાંથી આ=ભોગતૃષ્ણા, નીકળેલી છે તે નિર્ધ્વન પણ ઘીરપુરુષો શક્રાદિના પણ નાયક છે=ઈંદ્રો કરતા પણ અધિક 9.119911 શ્લોક ઃ किञ्चित्तामससंमिश्र, राजसैः परमाणुभिः । निर्वर्त्तितशरीरेयं, गीता तन्त्रान्तरेष्वपि । ।१७।। શ્લોકાર્થ : કંઈક તામસથી સંમિશ્રિત રાગવાળા પરમાણુઓ વડે નિર્માણ કરાયેલી શરીરવાળી આ=ભોગતૃષ્ણા, તંત્રાંતરોમાં પણ કહેવાય છે. ।।૧૭।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy