SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ હે પ્રિય ! ખરેખર હું જિતાયો છું. હવે શું કરાય ? એ પ્રમાણે મુગ્ધ પૂછે છે, વિચક્ષણા વડે કહેવાયું. હું જે કહું તે કરાય, મુગ્ધ કહે છે, તે શું છે ? વિચક્ષણા કહે છે. લતાવનમાં જઈએ, વિશેષથી સુંદર ઉપવનની લક્ષ્મીને આપણે માણીએ, આના વડેત્રમુગ્ધ વડે, સ્વીકારાયું. ऋज्वादीनां मिथुनद्वयदर्शने आनन्दः ___ ततो गत्वा तौ विचक्षणामुग्धौ तत्रैव कदलीलतागृहके, दृष्टं तन्मिथुनं, निरीक्षितं विस्मिताभ्यां परस्पराभिमुखं मिथुनाभ्यां, न दृष्टस्तिलतुषत्रिभागमात्रोऽपि स्वेतरयोर्विशेषः । मुग्धेन चिन्तितंअये! भगवतीनां वनदेवतानां प्रसादेन द्विगुणोऽहं संपन्नो देवी च, तदिदं महदभ्युदयकारणं, तं निवेदयामीदं ताताय, ततो निवेद्य स्वाभिप्रायमितरेषां गच्छामस्तावत्तातसमीपं इत्यभिधायोत्थितो मुग्धः । चलितं चतुष्टयमपि, प्रविष्टं ऋजुराजाऽऽस्थाने, तद्विलोक्य विस्मितो राजा महादेवी परिकरश्च, किमेतदिति पृष्टो मुग्धः । स प्राह-वनदेवताप्रसादः ऋजुराजः प्राह-कथम्? ततः कथितो मुग्धेन व्यतिकरः । ऋजुना चिन्तितं-अहो मे धन्यता, अहो मे देवतानुग्रहः, ततो हर्षातिरेकेण समादिष्टस्तेनाऽकालमहोत्सवो नगरे । दापितानि महादानानि, विधापितानि नगरदेवतापूजनानि । स्वयं च राजा राजमण्डलमध्यस्थः प्राह ઋજુ આદિનો મિથુનદ્વય જોવામાં આનંદ ત્યારપછી તે વિચક્ષણા અને મુગ્ધ તે જ કદલીલતા ગૃહમાં જઈને=જ્યાં કાલજ્ઞ અને અકુટિલા હતાં તે જ કદલીલતાના ગૃહમાં જઈને, તે મિથુનને જોયું, વિસ્મિત થયેલા પરસ્પર અભિમુખ એવા તે મિથુન દ્વારા જોવાયું=વિચક્ષણા અને મુગ્ધ બંને જોવાયાં, તિલના ફોતરાના ત્રીજા ભાગ માત્ર પણ સ્વઈતરતો=પ્રથમનું મિથુન અને બીજા મિથુનનો વિશેષ, જોવાયો નહિ, મુગ્ધ વડે વિચારાયું. અરે ! ભગવતી વનદેવતાના પ્રસાદથી હું અને દેવી મારી પત્ની, બંને દ્વિગુણ થયા, તે આ મોટા અભ્યદયનું કારણ છે, તે આનેકમને દ્વિગુણ થયા તે આને, પિતાને નિવેદન કરું, ત્યારપછી=આ પ્રમાણે મુગ્ધએ વિચાર કર્યો ત્યારપછી, ઈતરોને=સામેના મિથુતોને, પોતાનો અભિપ્રાય નિવેદિત કરીને, પિતા સમીપે આપણે જઈએ એ પ્રમાણે કહીને મુગ્ધ ઊભો થયો, ચારેય પણ ચાલ્યાં, ઋજુ રાજાના આસ્થાનમાં એના નિવાસખંડમાં, પ્રવિષ્ટ થયાં તે ચારેયે પ્રવેશ કર્યો તેને જોઈને=બે મિથુનયુગલને જોઈને રાજા, મહાદેવી અને પરિકર વિસ્મય પામ્યાં. આ શું છે ? એ પ્રમાણે મુગ્ધ પુછાયો. તેત્રમુગ્ધ, કહે છે, વનદેવતાનો પ્રસાદ છે. ઋજુરાજા કહે છે કેવી રીતે ? તેથી મુગ્ધ વડે વ્યતિકર=પ્રસંગ, કહેવાયો. ઋજુ વડે વિચારાયું અહો ! આશ્ચર્યકારી મારી ધન્યતા છે. અહો ! મારા ઉપર દેવતાનો અનુગ્રહ છે. તેથી હર્ષના અતિરેકથી તેના વડે અકાલ મહોત્સવનો આદેશ કરાયો. નગરમાં મોટાં દાવો અપાયાં, નગરદેવતાનાં પૂજતો કરાવાયાં અને રાજમંડલમાં રહેલો રાજા સ્વયં કહે છે.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy