SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ જે જીવોએ આર્તધ્યાન કરીને પશુભાવને અનુકૂળ પરિણતિનો સંચય કર્યો છે છતાં કોઈક નિમિત્તથી સદાગમનું આલંબન લઈને આત્માને ભાવિત કરે તો તે જીવો પશુભાવના દુઃખના સમૂહથી સુરક્ષિત બને છે. IIII. શ્લોક : एष एव कुमानुष्यदुःखविच्छेदकारणम् । ___ एष एव कुदेवत्वमनःसन्तापनाशकः ।।९।। શ્લોકાર્ય : આ જ=સદાગમ જ, કુમાનુષ્યના દુઃખના વિચ્છેદનું કારણ છે=જેઓ સદાગમથી ચિતને વાસિત કરે છે તેઓ દુર્ગતિઓની પરંપરાના કારણભૂત એવા કુમાનુષત્વના દુઃખને પામતા નથી. પરંતુ તેવો જ મનુષ્યભવ પ્રાપ્ત કરે છે જેથી ફરી ફરી સદાગમને સેવીને સુગતિઓની પરંપરાને પામે. આ જ=સદાગમ જ, કુદેવત્વના મનના સંતાપનો નાશક છે=જેઓ સદાગમના તાત્પર્યને સ્પર્યા વગર કોઈક રીતે બાહ્ય ધર્માનુષ્ઠાન સેવીને યાવત્ નવમા ગ્રેવેયક સુધી દેવત્વને પામ્યા છે તે સર્વ કુદેવત્વ છે અને તેવા દેવભવમાં તેઓને વિષયોમાં ગાઢ આસક્તિ હોવાથી ચિત હંમેશાં વિષયોની આકુળતાના સંતાપવાળું હોય છે, તેવા સંતાપવાળા કુદેવત્વની પ્રાપ્તિ સદાગમથી વાસિત જીવોને ક્યારેય થતી નથી પરંતુ દેવભવમાં પણ સુદેવત્વ હોવાને કારણે ક્લેશની અલ્પતા રૂ૫ ચિત્તના સ્વાથ્યને પામે છે. III શ્લોક : अज्ञानतरुविच्छेदे, एष एव कुठारकः । एष एव महानिद्राद्रावणः प्रतिबोधकः ।।१०।। શ્લોકાર્થ :અજ્ઞાન રૂપી તરુના વિચ્છેદમાં કુઠારક આ જ છે=સદાગમ જ છે. જે જીવોને ભગવાનના વચનનો સમ્યગુબોધ થાય છે. તેઓમાં અનાદિકાળનું જે અજ્ઞાન રૂપી વૃક્ષ છે જેના ફળ રૂપે અનેક કર્મબંધો અને દુર્ગતિઓના ફળની પરંપરા પ્રાપ્ત થતી હતી. તે અજ્ઞાન રૂપી વૃક્ષનો ઉચ્છેદ કરનાર ભગવાનના વચન રૂપ શ્રુતજ્ઞાન જ છે. તેથી અજ્ઞાન રૂપી વૃક્ષનો ઉચ્છેદ કરવામાં કુઠાર રૂપ જ છે. આ જ=સદાગમ જ, મહાનિદ્રાને દ્રાવણ કરનાર પ્રતિબોધક છે જે જીવ મહામોહની ગાઢ નિંદ્રામાં ઊંઘે છે. જેથી, કર્મને પરતંત્ર થઈને પોતાને હાથે જ પોતાના પગ ઉપર કુહાડો મારીને દુઃખની પરંપરાનું સર્જન કરે છે. તેઓને મોહનિદ્રામાંથી જગાડનાર સદાગમ જ છે. ll૧૦II
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy