SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પપ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ છે, આ જ સદાગમ સુબાંધવ છેઃનામ માત્રથી બાંધવ નથી પરંતુ જીવનું એકાંત હિત કરે તેવા સુબાંધવ છે. શા. શ્લોક : एष एव विपद्गर्ते, पततामवलम्बनम् । एष एव भवाटव्यामटतां मार्गदेशकः ।।३।। શ્લોકાર્ધ : આ જ સદાગમ વિપત્તિના ગર્તામાં પડતા જીવોનું આલંબન છે. કોઈક જીવ પ્રમાદને વશ વિપરીત આચરણાઓ કરીને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે તેવી આપત્તિઓમાં પડતા હોય અને સદાગમનું વચન તેમના હૈયાને સ્પર્શે તો તે આપત્તિમાંથી સુખપૂર્વક તેઓ રક્ષિત થાય છે માટે વિપત્તિઓની ગર્તામાં પડતા જીવોનું આલંબન સદાગમ જ છે. આ જ સદાગમ ભવરૂપી અટવીમાં પડતા જીવોને માર્ગદશક છે-અટવીમાંથી નીકળીને સુરક્ષિત સ્થાનમાં પહોંચવાના માર્ગને બતાવનાર છે. ll3II શ્લોક : एष एव महावैद्यः सर्वव्याधिनिबर्हणः । एष एव गदोच्छेदकारणं परमौषधम् ।।४।। શ્લોકાર્ય : આ જ સદારામ સર્વ વ્યાધિના સમૂહને દૂર કરવામાં મહાવેધ છે; કેમ કે સદાગમને અનુસરનારા જીવોને ભાવવ્યાધિ, અને દ્રવ્યવ્યાધિ અવશ્ય ક્રમસર દૂર થાય છે. આ જ સદાગમ રોગના ઉચ્છેદનું કારણ પરમ ઔષધ છે. સદાગમના સેવનથી ભાવરોગો અને દ્રવ્યરોગો સતત ક્ષીણક્ષીણતર થાય છે. llll. શ્લોક : एष एव जगद्दीपः, सर्ववस्तुप्रकाशकः । प्रमादराक्षसात्तूर्णमेष एव विमोचकः ।।५।। શ્લોકાર્ચ : આ જ સદાગમ જગતના જીવો માટે સર્વ વસ્તુનો પ્રકાશક એવો દીવો છે. જગતવર્તી સર્વભાવોનું યથાવત્ પ્રકાશન કરનાર દીવો છે. આ જ=સદાગમ જ, પ્રમાદરૂપી રાક્ષસથી શીઘ મોચક છેપ્રમાદરૂપી રાક્ષસના પંજામાં પડેલા જીવોને સદાગમની પ્રાપ્તિ થાય તો જીવનો વિનાશ કરનાર પ્રમાદરૂપી રાક્ષસથી તેઓ મુક્ત થઈને સુખપૂર્વક આત્મહિત સાધી શકે છે. IITI
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy