SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ છે=આગૃહીતસંકેતા કહે છે તે સત્ય છે, કેવલ આ ભગવાન સદાગમની આ પ્રકૃતિ છે જેના કારણે=જે પ્રકૃતિના કારણે, વચન વિપરીતકારી એવાં કુપાત્રોમાં અવગણના કરે છે. સદાગમરૂપ શ્રુતજ્ઞાનનો તેવો સ્વભાવ છે કે જે જીવોને શ્રુતજ્ઞાન સમ્યપરિણમન પામે તે જીવોનું તે શ્રુતજ્ઞાન કર્મનો નાશ કરવાનું કારણ બને છે. પરંતુ જે જીવો ભગવાનના શ્રુતનું અવલંબન લઈને પણ ભગવાનના વચનથી વિપરીત સ્વમતિઅનુસાર ધર્મ કરનારા છે કે સંસારની પ્રવૃત્તિઓ કરનારા છે તેવાં કુપાત્રોને સદાગમ કર્મથી મુક્ત કરતું નથી. પરંતુ તેમનું શ્રુતજ્ઞાન પણ મોહથી આક્રાંત હોવાને કારણે મોહની વૃદ્ધિનું જ કારણ બને છે. તેથી=સદાગમનો તેવો સ્વભાવ છે તેથી, તેનાથી અવગણના પામેલા છતાં જીવો બાથરહિત છે એ પ્રમાણે માનીને, કર્મપરિણામરાજાથી ગાઢતર કદર્થના કરાય છે જેઓ ભગવાનના વચનનું કંઈક અવલંબન લઈને સાધુપણું કે શ્રાવકપણું સ્વીકારે છે છતાં ભગવાનના વચન પ્રત્યે અનાદરવાળા થઈને સ્વમતિઅનુસાર ચાલનારા થાય છે તે જીવોની સદાગમ અવગણના કરે છે તેથી સદાગમરૂપ તાથ વગરના આ જીવો છે. તેથી તે જીવોનાં કર્મો તે જીવોને દુર્ગતિઓની પરંપરા આપીને ગાઢતાર કદર્થના કરે છે. વળી, પાત્રભૂતપણાને કારણે જેઓ આના=સદાગમતા, નિર્દેશને કરતારા થાય છે. પોતાની પ્રકૃતિને અનુસરનાર એવા તેઓને આ=સદાગમ, કર્મપરિણામની કદર્થતાથી સર્વથા મુકાવે છે જે જીવોમાં માર્ગાનુસારી બુદ્ધિ થઈ છે, તેઓ પોતાની વક્રતાનો ત્યાગ કરીને જિતવચનના રહસ્યને જાણવાને અભિમુખ પરિણામવાળા થાય છે તેવા પાત્રભૂત જીવો હંમેશાં સદાગરૂપ ભગવાનનું વચન કઈ રીતે વીતરાગ થવાનો ઉપાય બતાવે છે તેના પરમાર્થને જાણવા માટે યત્ન કરે છે અને તેવા જીવો શ્રાવક અવસ્થામાં હોય તોપણ દૃષ્ટિવાદના ઉપદેશની સંજ્ઞાના કારણે અર્થ કામ પણ સર્વજ્ઞતા વચનથી નિયંત્રિત કરીને સેવે છે. તેથી, સદાગમના નિર્દેશ કરનારા છે. અને તેવા જીવોની પોતાને અનુસરનારી પ્રકૃતિને જાણીને સદાગમ તે જીવોને કર્મપરિણામની કદર્થતાથી સર્વથા મુક્ત કરાવે છે. આથી જ જિતવચનથી નિયંત્રિત એવા સુશ્રાવકો પણ અલ્પકાળમાં કર્મની કદર્થનાથી મુક્ત થાય છે. જે વળી, લોકો આ ભગવાન સદાગમના ઉપર ભક્તિવાળા હોવા છતાં પણ આમના સંબંધી વચનને સદાગમ સંબંધી વચનને, તેવા પ્રકારની શક્તિની વિકલતાને કારણે=સદાગમના નિર્દેશ અનુસાર સર્વકૃત્યો કરી શકે તેવા સૂક્ષ્મબોધનો અભાવ હોવાના કારણે કે તેવા ધૃતિબળનો અભાવ હોવાને કારણે, સંપૂર્ણ સેવવા સમર્થ નથી. તો શું કરે છે? તેથી કહે છે. તેનામાંથી સદાગમના વચનમાંથી બહુતમ, બહુતર, બહુ, સ્તોક, સ્ટોકતર, સ્ટોકતમ કરે છે અથવા આના ઉપર સદાગમના ઉપર, ભક્તિ માત્ર ધારણ કરે છે, અથવા કામ માત્રને, ગ્રહણ કરે છે. અથવા આ ભગવાન સંબંધી વચનમાં જે મહાત્માઓ વર્તે છે તેના ઉપર, આ ધન્ય છે, કૃતાર્થ છે, પુણ્યશાળી છે, સુલબ્ધજન્મવાળા છે. ઈત્યાદિ વચનના લિંગથી ગમ્ય એવા પક્ષપાતને કરે છે. અથવા આ ભગવાનના અભિધાનમાત્રને પણ નહીં જાણતા પ્રકૃતિથી જ જેઓ ભદ્રક થાય છે અને તેથી માર્ગાનુસારી સદધન્યાય દ્વારા અનાભોગથી પણ આના વચનના અનુસારથી=સદાગમના વચનના અનુસારથી, વર્તે છે. આવા પ્રકારના અનેક વિકલ્પોવાળા તે પણ લોકોને આ કર્મપરિણામ મહાનરેન્દ્ર જો કે સંસારનાટકમાં
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy