SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ જે કારણથી આ મનુષ્યનગરીમાં અન્ય પણ તેવા અભિનિબોધ, અવધિ, મન:પર્યાય, કેવલજ્ઞાન નામના ચાર પરમપુરુષો છે તેઓની પર પ્રતિપાદનની શક્તિ નથી. હિ જે કારણથી તે ચારે પણ સ્વરૂપથી મૂંગા છે. તેઓનું પણ સ્વરૂપ સત્પરુષના ચેષ્ટિતનું અવલંબન કરનાર પરગુણના પ્રકાશનના વ્યસનીપણાને કારણે લોક સમક્ષ આ સદારામ ભગવાન ઉત્કીર્તન કરે છે=અભિતિબોધિઆદિ ચાર સપુરુષોનું સ્વરૂપ આ સદાગમ પ્રકાશન કરે છે. राजदारकस्य सदागमात्यन्तवल्लभतायां हेतुः अगृहीतसङ्केतयोक्तम्-वयस्ये! किं पुनः कारणमेष राजदारकोऽस्य सदागमस्यात्यन्तवल्लभः? किं चैतज्जन्मनाऽऽत्मानमयं सफलमवगच्छति? इति श्रोतुमिच्छमि। प्रज्ञाविशालयोक्तम्-एष हि महापुरुषतया सततं परोपकारकरणपरायणः समस्तजन्तुभ्यो हितमाचरत्येव, केवलमेते पापिष्ठाः प्राणिनो नास्य वचने वर्त्तन्ते, ते हि न लक्षयन्ति वराका यदस्य भगवतो माहात्म्यं ततस्तेभ्यो हितमुपदिशन्तमप्येनं सदागमं केचिद् दूषयन्ति, केचिदपकर्णयन्ति, केचिदुपहसन्ति, केचिदुपदिष्टाकरणशक्तिमात्मनो दीपयन्ति, केचित्तद्वचनाद् दूरत एव त्रस्यन्ति, केचित्तं प्रतारकधिया शङ्कन्ते, केचित्तद्वचनमादित एव नावबुध्यन्ते, केचित्तद्वचनं श्रुतमपि न रोचयन्ति, केचित्तद्रोचितमपि नानुतिष्ठन्ति, केचिदनुष्ठातुमधिकृतमपि पुनः शिथिलयन्ति। ततश्चैवं स्थिते नास्य सम्यक् संपद्यते परोपकारकरणलक्षणा समीहितसिद्धिः। ततोऽयमनया सततं प्राणिनामपात्रतया गाढमुद्वेजितः। भवत्येव हि गुरूणामपि निष्फलतया कुपात्रगोचरो महाप्रयासः चित्तखेदहेतुः। अयं तु राजदारको भव्यपुरुष इति पात्रभूतोऽस्य प्रतिभासते। भव्यपुरुषः सन्नपि यदि दुर्मतिः स्यात् ततो न पात्रतां लभेत। अयं तु राजदारको यतः सुमतिरतः पात्रभूत एवेतिकृत्वाऽमुष्य सदागमस्यात्यन्तवल्लभः। રાજપુત્રની સદાગમને અત્યંત વલ્લભતામાં હેતુ અગૃહતસંકેતા વડે કહેવાયું, હે સખી ! આ સદાગમને આ રાજપુત્ર અત્યંત વલ્લભ છે એનું શું કારણ છે ? વળી આના જન્મ વડે રાજપુત્રના જન્મ વડે, પોતાને આ સફલ જાણે છે=સદાગમ પોતાને સફલ જાણે છે. એ હું સાંભળવા ઇચ્છું છું. પ્રજ્ઞાવિશાલા વડે કહેવાયું. મહાપુરુષપણાને કારણે સતત પરોપકારપરાયણ આ=સદાગમ, સમસ્ત જીવોના હિતનું આચરણ જ કરે છે. કેવલ આ પાપિષ્ઠ પ્રાણીઓ આના વચનમાં વર્તતા નથી. જે કારણથી તે રાંકડાઓ જે આનું માહાભ્ય છે, તેને જાણતા નથી. તેથી તેઓ માટે તે જીવો માટે, હિતનો ઉપદેશ આપતા પણ આ સદાગમને કેટલાક દૂષિત કરે છે=કેટલાક જીવો સદાગમ જે કંઈ કહે છે તે અસંબદ્ધ છે, પ્રમાણભૂત નથી, તેમ કહીને તેમના વચનને દૂષિત કરે છે. કેટલાક સદાગમની અવગણના કરે છેકેટલાક જીવો સદાગમતા વચનના પરમાર્થને જાણવા માટે કોઈ પ્રકારે ઉત્સાહિત થતા નથી, પરંતુ સ્વમતિ અનુસાર ધર્મ કરવા
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy