SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ૪૧ કોઈને પીડાકારી વચનો, પીડાકારી કૃત્યો કરવાને બદલે લોકોને પ્રીતિ કરે તેવા વાત્સલ્યભાવને બતાવશે. ગુરુવિનયને આચરશે. ધર્મના અનુરાગને પ્રગટ કરશે. વિષયોમાં લોલુપતાને કરશે નહીં પૂર્વમાં કહ્યું એ પ્રમાણે વિષયમાં પ્રાગભ્યનું ઉદાહરણ હોવાથી શ્રેષ્ઠકોટિના વિષયો તેને પ્રાપ્ત થયેલા હોવા છતાં વિષયોમાં લોલુપતા કરશે નહીં. કામ, ક્રોધાદિ, અંતરંગ શત્રુરૂપ ષવર્ગને જીતનારો થશે સંસાર અવસ્થામાં પણ અનુચિત કામક્રોધાદિ કષાયોને જીતનારો થશે. તમારા ચિતોને આનંદ આપશે તે રાજપુત્રનું સ્વરૂપ જેઓ પૂછી રહ્યા છે તેવા શ્રાવકોને તે સદાગમ કહે છે કે તમારા ચિતોને તે આનંદિત કરશે.” ત્યારપછી તેને સાંભળીને=સદાગમનાં વચનોને સાંભળીને, સમય અને સહર્ષ કંઈક ભયથી યુક્ત અને કંઈક હર્ષથી યુક્ત, દિશાને જોનારા એવા તેઓ વડે કહેવાયું=સદાગમે શ્રાવકોને રાજકુમાર કેવો થશે તેનું વર્ણન કર્યું તેનાથી શ્રાવકોને બોધ થયો કે કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણી આ રીતે સંસારી જીવોને સર્વ વિડંબના કરે છે છતાં આવા ઉત્તમપુરુષને જન્મ આપે છે તેથી કર્મપરિણામરાજાની વિડંબના સાંભળીને કંઈક ભય પામેલા અને આવા ઉત્તમપુરુષનો જન્મ થયો છે તે સાંભળીને હર્ષ પામેલા તે શ્રાવકો પોતાના ભય અને હર્ષ અભિવ્યક્ત કરતા દિશાઓને જુએ છે અને કહે છે. શું કહે છે? તે બતાવે છે. અહો – ખેદની વાત છે કે, વિષમશીલપણાને કારણે કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણીનું વિલક્ષણ સ્વભાવપણું હોવાને કારણે, સમસ્ત જતના વિડંબનાના હેતુભૂત પણ કાલપરિણતિથી અને કર્મપરિણામથી આ એક સુંદર આચરણ કરાયું. જે કારણથી આ બંને દ્વારા=કાલપરિણતિ અને કર્મપરિણામ દ્વારા, આ સકલદેશવિખ્યાત મનુષ્યગતિરૂપ નગરીમાં આ ભવ્યપુરુષ સુમતિ ઉત્પન્ન કરાયો. આવા જતનથી=સુમતિના જતનથી આ બંને દ્વારા કર્મપરિણામરાજા અને કાલપરિણતિ દ્વારા, પોતાનાં સમસ્ત દુશ્ચરિત્રો ધોઈ નાંખ્યાં છે અને અપુત્રત્વનો અયશ દૂર કરાયો છે. ઉત્તમપુરુષો પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે. તેથી સંસારવર્તી જીવોના અનેક પ્રકારની વિચિત્ર આચરણાઓ આદિને જોઈને કહે છે કે આ કર્મપરિણામરાજા અને કાલપરિણતિ આ જીવોને તે તે પ્રકારની કદર્થના કરે છે. આથી જ આ જીવોની તેવા પ્રકારનાં ક્લિષ્ટકર્મોને કારણે ખરાબ પ્રકૃતિઓ થઈ છે અને તે ક્લિષ્ટકર્મો વિપાકમાં આવે તેવી કાલપરિણતિ હોવાથી જ તેઓ આ પ્રકારની દુષ્ટચેષ્ટાઓ કરે છે. તેથી કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણી ઘણાં દુશ્ચરિત્રોવાળાં છે તેમ મહાત્માઓ કહે છે. અને કોઈ સુંદર પુત્રોને જન્મ આપનારા નથી. તેથી કર્મપરિણામરાજા નિર્બીજ છે અને કાલપરિણતિરાણી વંધ્યા છે, તેમ કહીને તેઓને અપુત્રત્વનો અપયશ મહાપુરુષો આપે છે. પરંતુ કોઈક ઉત્તમ જીવ સુંદર કર્મપરિણામવાળો જગતમાં જન્મે છે, ત્યારે તે મહાત્માના અનેક ગુણોની નિષ્પત્તિનું કારણ બને તેવા ક્ષયોપશમભાવવાળાં પ્રચુરક હોય છે અને તેઓની કાલપરિણતિ પણ સુંદર હોય છે. જેથી તે મહાત્મા ઉત્તમગુણોથી યુક્ત મનુષ્યગતિમાં જન્મ પ્રાપ્ત કરે છે. તેને કારણે કર્મપરિણામરાજાનાં અને કાલપરિણતિરાણીનાં અન્ય સર્વ દુશ્ચરિત્રો ઢંકાઈ જાય છે અને ઉત્તમપુરુષને જન્મ આપનારા હોવાથી મહાપુરુષો તે બંનેનાં ગુણગાન કરે છે. વળી ઉત્તમપુત્રને જન્મ આપેલો હોવાથી તેઓનો અપુત્રત્વનો અપયશ પણ દૂર થાય છે; કેમ કે
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy