SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ કરનારા અત્યંત યતનાપરાયણ તે મહાત્મા છે. અને જગતવર્તી યોગ્ય જીવોને સન્માર્ગને બતાવીને તેઓના હિતને કરનારા છે. વળી, તે મહાત્મા જગતવર્તી ભાવોના સર્વ સ્વભાવોને જિનવચનાનુસાર જાણનાર હોય છે. તેથી કઈ રીતે જીવો સંસારચક્રમાં પરિભ્રમણ પામે છે, કઈ રીતે કર્મકૃત કદર્થના પામે છે, કઈ રીતે ઉત્તમપુરુષોના યોગથી તે જીવો સ્વયં ઉત્તમ બને છે અને અંતે સંસારનો ઉચ્છેદ કરે છે, તે સર્વભાવોને તે મહાત્મા યથાર્થ જાણનારા છે. વળી, જગતવર્તી જીવોનાં કર્મ અને કાલપરિણતિનાં બધાં રહસ્યોનાં સ્થાનોને અત્યંત જાણનારા છે. તેથી કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણી કૃત સંસારની વિડંબનાથી મુક્ત થવા માટે શું ઉચિત યત્ન કરવો જોઈએ, તે સર્વનાં અત્યંત રહસ્યોને જાણનારા છે અને તેવા મહાપુરુષ સાથે પ્રજ્ઞાવિશાલાને અત્યંત પરિચય છે. વળી સંસારમાં ભવ્યપુરુષનો જન્મ થયો ત્યારે તે મહાપુરુષને અત્યંત હર્ષ થાય છે. તેથી, તેમના હર્ષનું કારણ પ્રજ્ઞાવિશાલા પૂછે છે તેના સમાધાન રૂપે તે કહે છે કે કર્મપરિણામરાજા અને કાલપરિણતિ અત્યાર સુધી અયોગ્ય કે તુચ્છ જીવોને જન્મ આપતી હતી કે સામાન્ય જીવોને જન્મ આપતી હતી. વિશિષ્ટપુરુષને જન્મ આપતી ન હતી. તેથી જ મહાપુરુષો કર્મપરિણામરાજા નિર્બીજ છે અને કાલપરિણતિરાણી વંધ્યા છે તેમ પ્રકાશન કરતા હતા. વસ્તુતઃ મહાપુરુષો જાણે છે કે જગતના સર્વજીવો આ બેના પુત્રો છે. તોપણ સારા પુત્રને જે જન્મ ન આપે તે માતા પુત્રવાળી નથી તેમ જ વિવેકી પુરુષો કહે છે. અને જ્યારે કાલપરિણતિરાણી અને કર્મપરિણામરાજાને પોતાનું કલંક ટાળવાનો પરિણામ થયો અર્થાત્ મહાપુરુષોથી તેમને જે કલંક અપાયું હતું તે ટાળવાનો પરિણામ થયો ત્યારે તેઓએ ભવ્યપુરુષને જન્મ આપ્યો. તેથી એ પ્રાપ્ત થાય કે જેનાં કર્મો ઘણાં લઘુ થયાં છે અને જેની સુંદર કાલપરિણતિ છે તેવા ઉત્તમપુરુષનો જન્મ થાય છે. તે જીવો અતિનિર્મળમતિવાળા હોય છે. ઘણા ગુણોથી સમૃદ્ધ હોય છે. તેઓને જોઈને સદાગમ કાલપરિણતિ અને કર્મપરિણામરાજાને પુત્ર થયો તેમ પ્રકાશન કરે છે. વસ્તુતઃ જે જીવોનાં દીર્ઘભવસ્થિતિનાં નિયામક કર્મો અલ્પ થયા છે, જેથી નિર્મળ કોટિની મતિ પ્રગટેલી છે, તે જીવો મોક્ષને અનુકૂળ તેવા ક્ષયોપશમભાવવાળાં ઘણાં કર્મોથી યુક્ત હોય છે. તેથી કર્મજનિત તેઓનો ભવ હોવા છતાં તેઓની ઉત્તમતા ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. તેવા જીવોને આશ્રયીને સદાગમ કાલપરિણતિ અને કર્મપરિણામરાજાને પુત્ર થયો એમ કહે છે. सदागमकथितभव्यपुरुषगुणाः अगृहीतसङ्केतयोक्तं-साधु वयस्ये! साधु सुन्दरमाख्यातं भवत्या, नाशितो मे सन्देहः, तथा च त्वत्समीपमुपगच्छन्त्या मयाऽद्य हट्टमार्गे समाकर्णितो लोकप्रवादस्तथा देवीनृपयोः क्षालितमेवायशःकलङ्कमवगच्छामि। प्रज्ञाविशालयोक्तं-किमाकर्णितं प्रियसख्या? तयोक्तं-दृष्टो मया तत्र बहुलोकमध्ये सुन्दराकारः पुरुषः, स च सविनयं पृष्टः पौरमहत्तमैः भगवन्! य एष राजदारको जातः स कीदृग्गुणो भविष्यति? इति। तेनोक्तं-भद्राः! शृणुत समस्तगुणसंभारभाजनमेष वर्द्धमानः कालक्रमेण भविष्यतीत्यतो न
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy