SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ જીવોને ઉત્પન્ન કરે છે તે સર્વ તેઓના પુત્ર છે તેથી, તેઓના અનંતા પુત્રો છે. આમ છતાં, તે રાજાના અવિવેકી આદિ મંત્રીઓ દુર્જનના ચક્ષુના દોષના નિવારણ અર્થે અનેક પુત્રોવાળા પણ કર્મપરિણામરાજાને નિર્ભુજ રૂપે અને કાલપરિણતિરાણીને વંધ્યા રૂપે પ્રકાશન કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કર્મપરિણામરાજાના વિવેકવાળા જે મંત્રીઓ છે તેઓ હંમેશાં કર્મપરિણામરાજાનું રાજ્ય સતત સુંદર પ્રવર્તે તેવો જ યત્ન કરે છે. આથી જ મિથ્યાત્વઆદિ જે જીવના પરિણામો છે તે કર્મપરિણામરાજાના વિવેકી મંત્રીઓ છે. તેથી જીવમાં વર્તતા મિથ્યાત્વાદિ ભાવોને કારણે કર્મપરિણામરાજાનું રાજ્ય સુવ્યવસ્થિત ચાલે છે. અને જે જીવોમાં મિથ્યાત્વાદિ ભાવોનો ક્ષયોપશમભાવ વર્તે છે તે જીવોમાં સંસારના ઉચ્છેદને અનુકૂળ વિવેકદૃષ્ટિ પ્રગટેલી છે. તોપણ કર્મપરિણામરાજાના તે અવિવેકી મંત્રીઓ છે. તેથી કર્મપરિણામરાજાને તેવી સલાહ આપે છે કે જેથી તેનું રાજ્ય વિનાશ પામે માટે કર્મપરિણામરાજાને તે અવિવેકરૂપી મંત્રીઓએ જ કર્મપરિણામરાજાને નિર્બીજ અને કાલપરિણતિને વંધ્યા કહેલ છે. આથી જ જ્યારે જગતમાં ઉત્તમવિશિષ્ટ પુરુષો થતા નથી, ત્યારે વિદ્યમાન માર્ગાનુસારી ક્ષયોપશમવાળા મહાત્માઓ કહે છે કે આ કર્મપરિણામરાજા કોઈ સુંદર પુત્રને જન્મ આપતો નથી માટે નિર્બીજ છે. અને આ કાલપરિણતિરાણી પણ કોઈ ઉત્તમપુરુષને જન્મ આપતી નથી માટે વંધ્યા છે. આમ કહીને તેઓની નિંદા જ કરે છે. મહાત્માઓ ઇચ્છે છે કે કોઈ ઉત્તમપુરુષનો જન્મ થાય તો જ આ જગતનું હિત થાય. અને તેવો ઉત્તમપુરુષનો જન્મ વિશિષ્ટ કર્મપરિણામવાળા જીવોને જ કાલપરિણતિના યોગથી થાય છે. આથી જ, તે તે તીર્થકરના જીવોએ બાંધેલાં વિશિષ્ટકર્મોને કારણે તે તે કાળમાં જન્મને પ્રાપ્ત કરીને સ્વપરનું હિત સાધ્યું તેમ પ્રસ્તુતમાં પણ જ્યારે કર્મપરિણામરાજા સુમતિને જન્મ આપે છે, ત્યારે મહાપુરુષ કર્મપરિણામરાજાને નિર્બીજ અને કાલપરિણતિરાણીને વંધ્યા કહેતા નથી. પરંતુ કહે છે કે આ કર્મપરિણામરાજાએ અને કાલપરિણતિરાણીએ આવા ઉત્તમપુરુષનો જન્મ આપ્યો છે. વળી, અગૃહીતસંકેતા તે તાત્પર્યને જાણનાર નહીં હોવાથી સુમતિના જન્મમહોત્સવને સાંભળીને દ્વિઘામાં પડે છે. તેથી પ્રજ્ઞાવિશાલાને તેનું તાત્પર્ય પૂછે છે. ત્યારે પ્રજ્ઞાવિશાલા કહે છે. કર્મપરિણામરાજાના અનંતા પુત્રો હોવા છતાં અવિવેકી મંત્રીઓ જ કર્મપરિણામરાજાને નિર્બીજ અને કાલપરિણતિરાણીને વંધ્યા કહે છે. પરમાર્થથી તો તે બંનેને અનંતા પુત્રો છે. અને વળી બીજું=પ્રજ્ઞાવિશાલા અગૃહીતસંકેતાને કહે છે વળી બીજું, પ્રિયસખી વડે નાટકને જોતાં આ બેનું માહાભ્યઃકર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણીનું માહાભ્ય, ક્યારે પણ શું જોવાયું નથી ? કે શું સંભળાયું નથી ?=પ્રજ્ઞાવિશાલા અગૃહીતસંકેતાને કહે છે કે જગતમાં કર્મપરિણામરાજા અને કાલપરિણતિરાણી કઈ રીતે જીવો પાસેથી નાટક કરાવે છે અને તેઓ નાટક જોતાં બેસે છે તેનું માહાભ્ય ગીતાર્થપુરુષો અત્યાર સુધી કહે છે તે શું સાંભળ્યું નથી ? અને સ્વપ્રજ્ઞાથી તેને શું જોયું નથી ? તે બેનું માહાભ્ય શું છે? તે “વત'થી બતાવે છે – રાજા=કર્મપરિણામરાજા, સમસ્તપાત્રોને યથાઇચ્છાથી=જે પ્રકારે તેની ઈચ્છા છે તે પ્રકારની ઈચ્છાથી, તરક, તિર્યંચ, અમરગતિ રૂપ સંસાર અંતર્ગત અનેક યોનિલક્ષપ્રભવ લાખો યોનિઓથી પ્રભવ એવા જંતુ રૂપી નાટક કરાવે છે. વળી, મહાદેવી મહારાજાથી જડિત જુદા જુદા રૂપવાળાં તે જ સમસ્તપાત્રોને ગર્ભ-અવસ્થિતિ, બાલ,
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy