SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ આપે છે. આથી જ દેવેન્દ્રોથી પૂજાતા એવા વીરભગવાનને પણ નિરનુબંધ ક્લિષ્ટકર્મ વિપાકમાં આવ્યાં ત્યારે તુચ્છ એવા ગોવાળિયા આદિ જીવોથી પણ કદર્થનાની પ્રાપ્તિ થઈ. અર્થાત્ પ્રચંડ શાસનવાળું કર્મ કોઈની શરમ, લજ્જા રાખતું નથી, પરંતુ પોતાની ઇચ્છા અનુસાર સર્વજીવોની કદર્થના કરે છે. આથી જ કર્મની કદર્થનાથી મુક્ત થવા માટે યોગીઓ યોગસાધના કરીને તેના સામ્રાજ્યથી પર એવી સિદ્ધઅવસ્થાને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. વળી, આ કર્મરાજા ચારેયગતિના જીવોને કઈ કઈ રીતે કદર્થના કરાવે છે ? તેનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યું છે. મહાત્માઓ પણ સાધુપણું ગ્રહણ કરીને પોતાની શાસ્ત્રમર્યાદાથી પર એવાં કૃત્યો કરે છે તેઓને પણ નચાવનાર આ કર્મ જ છે. માટે દુષ્ટ એવા આ કર્મરાજાના પારમાર્થિક સ્વરૂપને જાણીને કલ્યાણના અર્થી જીવે શું કરવું જોઈએ ? તેનો બોધ કરાવવા અર્થે સર્વ પ્રકારની કર્મની વિડંબના અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ બતાવી છે. હવે જેમ નાટકની અંદર સંગીત અને નાટક કરનારાં અનેક પાત્રો હોય છે તેમ સંસારનાટકનું સર્જન કરનારા જીવના અંતરંગભાવો કઈ રીતે નાટકને સુશોભિત કરે છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : रागद्वेषाभिधानौ द्वौ, मुरजौ तत्र नाटके । दुष्टाभिसन्धिनामा तु, तयोरास्फालको मतः ।।२५।। શ્લોકાર્થ : તે નાટકમાં રાગદ્વેષ નામનાં બે તબલાં છે. દુષ્ટઅભિસંધિ નામનો તે બેનો આસ્ફાલક મનાયો છે=સંસારનું નાટક સંસારી જીવો ચિત્ર પ્રકારના દેહને ધારણ કરીને કરે છે તે નાટકને સુંદર કરવા માટે તે તે જીવોમાં જે દુષ્ટઅભિસંધિ વર્તે છે, તેથી તે જીવોને તે દુષ્ટઅભિસંધિ અનુસાર રાગ-દ્વેષના પરિણામ થાય છે જેથી સંસારી જીવોનું નાટક કર્મપરિણામને પ્રીતિ ઉત્પન્ન કરે તેવું થાય છે. તેથી સુખના અર્થી જીવો પણ જ્યારે આત્માની નિરાકુલ અવસ્થાને છોડીને બાહ્યપદાર્થો પ્રત્યે સંશ્લેષના પરિણામવાળા થાય છે ત્યારે તે રૂ૫ દુષ્ટઅભિસંધિને કારણે ઈષ્ટપદાર્થોને જોઈને રાગ અને અનિષ્ટપદાથોને જોઈને દ્વેષનો પરિણામ થાય છે. તે દુષ્ટઅભિસંધિ રાગદ્વેષના પરિણામના આસ્ફાલકની ક્રિયારૂપ છે. રિપો શ્લોક : मानक्रोधादिनामानो, गायकाः कलकण्ठकाः । महामोहाभिधानस्तु, सूत्रधारः प्रवर्तकः ।।२६।। શ્લોકાર્ય : માન, ક્રોધાદિ નામના સુંદર કંઠવાળા ગાયકો છે. મહામોહ નામનો સૂત્રધાર પ્રવર્તક છે જીવમાં વર્તતા ક્રોધ, માન, માયા, લોભ નામના ચાર ગાયકો સંસારનાટકને સુંદર કરે છે. જેને જોઈને
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy