SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવના ૧૨૫ હે વત્સ ! આ સંસારી જીવ સંબંધી ચરિત્રમાં જે અવતાર પામતું નથી તે સંવિધાન=કથન, ભુવનરૂપી ઉદરમાં (જગતના સકલ જીવોમાં) સંભવતું જ નથી=પ્રસ્તુત ચોરના જીવે જે અત્યાર સુધી કથન કર્યું છે તે સર્વ ભવનના ઉદરમાં રહેલા દરેક જીવોના ચરિત્રમાં અવશ્ય અવતાર પામે છે. તે કારણથી=બધાનું ચરિત્ર પ્રસ્તુત સંસારી જીવન ચરિત્રમાં અવતાર પામે છે તે કારણથી, હે વત્સ ! આ=સંસારી જીવ, યથાવૃત્ત સર્વ નિવેદન કરો જે રીતે બનેલું છે તે રીતે નિવેદન કરો, પાછળથી તને=ભવ્ય જીવને, નિરાકુલ એવી હું આના ભાવાર્થને કહીશ, ભવ્યપુરુષ વડે કહેવાયું – જે માતા આજ્ઞા કરે – સંસારી જીવની પોતાના અસંવ્યવહારનગરથી અત્યાર સુધીની વક્તવ્યતા બીજા પ્રસ્તાવમાં અગૃહીતસંકેતા ભવ્યપુરુષઆદિએ સાંભળી ત્યાં ભવ્યપુરુષને શંકા થઈ કે આ સર્વ કથનનું કોઈ તાત્પર્ય સ્પષ્ટ થતું નથી. તેથી પ્રજ્ઞાવિશાલાએ તે ભવ્યપુરુષને કંઈક તેનું સંક્ષેપથી તાત્પર્ય બતાવ્યું અને કહ્યું કે પ્રસ્તુત અનુસુંદર નામના ચોરનો સમસ્ત વૃત્તાંત પૂરો થશે ત્યારે હું તેનો ભાવાર્થ કહીશ. હવે પ્રસ્તુત ચોરના કથનને મનુષ્યભવની પ્રાપ્તિ સાથે યોજન કરવા અર્થે ગ્રંથકારશ્રી કંઈક ઉચિત બોધ કરાવવા અર્થે કહે છે. उत्पत्तिस्तावदस्यां भवति नियमतो वर्यमानुष्यभूमौ, भव्यस्य प्राणभाजः समयपरिणतेः कर्मणश्च માવાત્ | આ શ્રેષ્ઠ મનુષ્યભૂમિમાં સમયની પરિણતિથી=કાલની પરિણતિથી, અને કર્મના પ્રભાવથી ભવ્યપ્રાણીની નિયમા ઉત્પત્તિ થાય છે. બ્લોક : एतच्चाख्यातमत्र प्रथममनु ततस्तस्य बोधार्थमित्थं, प्रक्रान्तोऽयं समस्तः कथयितुमतुलो जीवसंसारचारः ।।१।। બ્લોકાર્થ : અને અહીં=પ્રસ્તુત પ્રસ્તાવમાં, પ્રથમ આ કહેવાયું છે=આ મનુષ્યનગરી ઉત્તમ જીવોની ઉત્પત્તિનું સ્થાન છે એમ કહેવાયું છે. ત્યારપછી તેના બોધન માટે=આ મનુષ્યનગરીમાં જન્મની પ્રાપ્તિની દુર્લભતાના બોધને માટે, અતુલ એવા આ સમસ્ત જીવસંસારચાર આ પ્રકારે કહેવા માટે પ્રારંભ કરાયો છે=અનુસુંદર ચક્રવતીના કથન દ્વારા પ્રારંભ કરાયો છે. IIII. શ્લોક : स च सदागमवाक्यमपेक्ष्य भो! जडजनाय च तेन निवेद्यते । बुधजनेन विचारपरायणस्तदनुभव्यजनः प्रतिबुध्यते ।।२।। શ્લોકાર્થ : અને તે સમસ્ત જીવના સંસારનો ચાર, સદાગમવાક્યની અપેક્ષા રાખીને, તે બુધજન વડે જડ જીવોને નિવેદિત કરાય છે. ત્યારપછી વિચારપરાયણ ભવ્ય જીવ પ્રતિબોધિત કરાય છે. liાા
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy