SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ જીવોનું પ્રમાણ તું નિવેદન કરીશ જેનાથી કાલાન્તરમાં પણ તેઓને= સ્વામીને, સંવ્યવહારરાશિરૂ૫ લોકની અલ્પતા થવાની ચિંતા થાય નહીં, તનિયોગ વડે કહેવાયું – જે આર્ય આજ્ઞા કરે છે. મહત્તમ એવા આર્ય જે આજ્ઞા કરે છે તે મને પ્રમાણ છે. ત્યારપછી ત્રણેય પણ નગર જોવા માટે ઊભા થયા. ઊંચી કરાયેલી આંગળી વડે પર્યટન કરતા તીવ્ર મહોદય વડે અસંખ્ય ગોલક નામના પ્રાસાદો તક્તિયોગને બતાવાયા, તેના મધ્યવર્તી અસંખ્ય લિગોદ નામના ઓરડાઓ બતાવવા અને વિદ્વાનો વડે તેeતે નિગોદ નામના ઓરડાઓમાં રહેલા જીવો, સાધારણ શરીરવાળા છે એ પ્રમાણે કહેવાય છે અને તેના અંતર્ભત=સાધારણ શરીરમાં અંદર રહેલા, અનંતા જીવો બતાવ્યા તેથી તતિયોગ વિસ્મય પામ્યો. મહત્તમ વડે કહેવાયું – હે ભદ્ર ! નગરનું પ્રમાણ જોયું? તેeતનિયોગ, કહે છે – સુંદર જોવાયું, ત્યારપછી હાથમાં તાળી આપવા સાથે અટ્ટહાસ્યથી હસીને તીવ્ર મહોદય વડે કહેવાયું – સદાગમતી વિમૂઢતાને તું જો, તે=સદાગમ, ખરેખર યથાર્થ રામવાળા કર્મપરિણામ રૂપ સ્વામીના સંબંધી લોકોને આ નગરમાંથી લઈ જવા માટે અભિલાષ કરે છે, વરાક એવો તે સદાગમ તેના પ્રમાણને જાણતો નથી=અસંવ્યવહારરાશિમાં રહેલા લોકોના પ્રમાણને જાણતો નથી, તે આ પ્રમાણે – આ નગરમાં અસંખ્યાતા પ્રાસાદો છે, તે પ્રત્યેક પ્રાસાદોમાં અસંખ્યાતા ઓરડાઓ છે અને તે એક એક ઓરડામાં અનંતા લોકો વસે છે, અને અનાદિનો રૂઢ આ=સદાગમનો લોકના નિર્વાહણના આગ્રહરૂપ આ ગ્રહ =લોકોને મુક્ત કરવાના આગ્રહ રૂપ કદાગ્રહ છે. તોપણ=અનાદિ રૂઢ સદાગમનો લોકોને મુક્ત કરવાનો આગ્રહ છે તોપણ, આટલા કાળથી નિર્વાહ કરતા=સંસારમાંથી મુક્ત કરતા, એવા તેના વડે=સદાગમ વડે, આ એક ઓરડામાં જેટલા લોકો છે તેઓના, લોકોના અનંતભાગમાત્ર નિર્વાહિત કરાયા છે=અનંતકાળથી સદારામ સતત આ સંસારનગરમાંથી લોકોને ગ્રહણ કરીને મુક્તિ નગરીમાં લઈ જાય છે છતાં એક ઓરડામાં રહેલા અનંત જીવોના અનંત ભાગમાત્રને જ મુક્ત કરી શક્યો છે. તેથી સદાગમ દ્વારા અલ્પમાત્રમાં જીવો મુક્ત કરાયા છે તેથી, સ્વામીને આ લોકના અલ્પ થવાની ચિંતા શું ? તે ચિંતા કરવી જોઈએ નહીં. તનિયોગ વડે મહતમને કહેવાયું – આ સત્ય છે=મહત્તમ વડે કહેવાયું કે લોકની અલ્પ થવાની ચિંતા દેવે કરવી જોઈએ નહીં એ સત્ય છે, અને દેવને પણ આ વિશ્વાસ છે જ=દેવને પણ ખાત્રી છે કે આપણું નગર સદાગમ ખાલી કરી શકે તેમ નથી એવો સ્થિર વિશ્વાસ છે. વળી, વિશેષથી તમારા આ વચનને= અસંવ્યવહારરાશિમાં કેટલા પ્રમાણમાં લોકો છે એ રૂ૫ વચનને, હું કહીશ અને બીજું ભગવતી લોકસ્થિતિ વડે કહેવાયું છે તક્તિયોગ મહત્તમને કહે છે કે બીજું ભગવતી લોકસ્થિતિ વડે કહેવાયું છે, શું કહેવાયું છે? તે ‘કથા'થી બતાવે છે. તમારા વડે કાલક્ષેપ કરવો જોઈએ નહીં=સદાગમ વડે જેટલા જીવો મુકાવાયા છે તેટલા જીવોને અસંવ્યવહારરાશિમાંથી અન્ય સ્થાનોમાં લાવવા માટે કાળક્ષેપ કરવો જોઈએ નહીં, તે કારણથી તેનો આદેશ=લોકસ્થિતિનો આદેશ, શીધ્ર સંપાદન કરો. તેથીeતનિયોગે લોકસ્થિતિના આદેશને શીધ્ર સંપાદન કરવાનું કહ્યું તેથી, મહત્તમ અને બલાધિકૃત ઉત્સારકમાં ઊભા રહ્યા. મહત્તમ વડે કહેવાયું અહીં આ ઓરડામાં, મોકલવા યોગ્ય કોણ છે ?
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy