SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ लोकाः तावन्त एव भगवत्या तस्मादसंव्यवहारनगरादानीय मदीयशेषस्थानेषु प्रचारणीयाः। ततः प्रचुरलोकतया समस्तस्थानानां सदागममोचितानां न कश्चिद्वार्तामपि प्रश्नयिष्यति। ततो न भविष्यत्यस्माकं छायाम्लानिरिति। ततो महाप्रसाद इति कृत्वा प्रतिपत्रः सोऽधिकारो लोकस्थित्या, अहं च यद्यपि देवपादोपजीवी तथापि विशेषतो लोकस्थितेः प्रतिबद्धः, अत एव तद्द्वारेण तनियोग इति प्रसिद्धोऽहं लोके, मोचिताश्च कियन्तोऽपि साम्प्रतं सदागमेन लोकाः, ततोऽहं भगवत्या लोकस्थित्या युष्मन्मूलं तावतां लोकानामानयनायेह प्रहितः' इति। एतदाकर्ण्य भवन्तः प्रमाणं, ततो यदाज्ञापयति भगवतीति प्रतिपन्नं तच्छासनं महत्तमेन बलाधिकृतेन च। તક્રિયોગ વડે કહેવાયેલ લોક સ્થિતિનું સ્વરૂપ આગમનનું પ્રયોજન આ છે, દેવપાદોની કર્મપરિણામરાજાની, ભગવતી લોકસ્થિતિ નામની મહત્તમભગિનિ છે. કેવી છે? તે કહે છે – તમોને વિદિત જ છે–તીવ્ર મોહોદય એવા તમને જ્ઞાત જ છે. વિશેષથી માન્ય છે, સર્વ પ્રયોજનમાં પૂછવા યોગ્ય છે. અલંઘતીયવાક્યવાળી છે અને અચિત્ય માહાભ્યવાળી છે. તીવ્ર મહોદય લોકસ્થિતિને જાણે છે અને લોકસ્થિતિને હંમેશાં માન આપીને જ સર્વપ્રવૃત્તિઓ કરે છે. આથી જ જે જીવોનો શુભ અધ્યવસાય થાય છે, તે જીવોને લોકસ્થિતિ મર્યાદાનુસાર નિગોદમાંથી બહાર કાઢે છે. વળી, સર્વ પ્રયોજનમાં તીવ્ર મહોદય પણ લોકસ્થિતિને પૂછીને પ્રવૃત્તિ કરે છે. આથી જ, જે જે પ્રકારે લોકસ્થિતિ હોય તે તે પ્રકારે તે તે જીવોને તીવ્ર મોહોદય વિડંબના કરે છે. અને લોકસ્થિતિને પૂછીને જ તે તે જીવોને તે તે વિડંબનાથી મુક્ત કરે છે. વળી, લોકસ્થિતિ અલંઘનીય વાક્યવાળી છે=લોકસ્થિતિનું ઉલ્લંઘન કરીને કર્મપરિણામ પણ કોઈ કાર્ય કરતું નથી, જીવો પણ કોઈ કાર્ય કરતા નથી. બધા માટે જ લોકસ્થિતિ અલંઘનીયવાક્યવાળી છે. આથી જ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય પણ લોકસ્થિતિ અનુસાર જ સ્થિર પરિણામવાળા છે. જીવ અને પુદ્ગલ પણ જે ગમનાગમન કરે છે તે લોકસ્થિતિને અનુસરે છે. અને કર્મથી મુક્ત થયેલા સિદ્ધના જીવો પણ ફરી સંસારમાં જન્મ લેતા નથી તે પણ લોકસ્થિતિ અનુસાર જ થાય છે તેથી સર્વ પદાર્થોને માટે અલંઘનીયવાક્યવાળી લોકસ્થિતિ છે અને તે લોકસ્થિતિ અચિત્ય માહામ્યવાળી છે; કેમ કે જગતના સર્વપદાર્થો લોકસ્થિતિ અનુસાર જ પ્રવર્તે છે. અને તેણીને=લોકસ્થિતિને, તુષ્ટ થયેલા કર્મપરિણામરાજા વડે સકલકાલ આ અધિકાર અપાયો છે, જે પ્રમાણે અમારો સર્વદા પરિપત્થી-વિરોધી, કોઈ રીતે ઉમૂલન કરવા માટે અશક્ય સદાગમ નામનો પરમશત્રુ છે. તેથી આ અમારા સેવ્યને અભિભવ કરીને=કર્મપરિણામરાજાના કાષાવિકભાવો રૂપ સૈન્યનો અભિભવ કરીને, ક્યારેક વચવચમાં લબ્ધપ્રસરપણાને કારણે=અમારી નગરીમાં તેનો પગ પેસારો થવાને કારણે, અમારી ભક્તિથી અમારી નગરીમાંથી, કેટલાક લોકોને નિઃસારણ કરે છે.
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy