________________
૭૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
अथोपविष्टे विश्रब्धं, तस्मिन्स प्राह चारुभिः ।
મનઃપ્રહ્લાŠસ્તસ્ય, વોમિદિંતળાયા ।।૨૨।।
શ્લોકાર્થ ઃ
હવે તે દ્રમક વિશ્વાસથી બેઠે છતે સુંદર વચનો વડે તેના=દ્રમકના મનને આનંદ પમાડતા તેણે=ધર્મબોધકરે, હિતની ઈચ્છાથી કહ્યું. II૨૭૨ા
શ્લોક ઃ
यदभ्यधायि भवता, नाथोऽन्यो नास्ति मेऽधुना ।
તંત્ર વાચ્યું યત: સ્વામી, તવ (નશ્ય?) તૃષોત્તમઃ ।।૨૭૩।।
શ્લોકાર્થ :
જે તારા વડે કહેવાયું, હમણાં મારે બીજો નાથ નથી, તે કહેવું જોઈએ નહિ, જે કારણથી શ્રેષ્ઠ નૃપોત્તમ તમારો અને અમારો સ્વામી છે. II૨૭૩II
શ્લોક ઃ
अयं हि भगवान्नाथो, भुवनेऽपि चराचरे ।
विशेषतः पुनर्येऽत्र, भवने सन्ति जन्तवः ।।२७४।
શ્લોકાર્થ ઃ
ચરાચર ભુવનમાં પણ આ ભગવાન નાથ છે, વળી જે પ્રાણીઓ આ ભુવનમાં રહે છે, તે પ્રાણીઓના વિશેષથી નાથ છે. II૨૭૪॥
શ્લોક ઃ
येऽस्य किङ्करतां यान्ति नराः कल्याणभागिनः । तेषामल्पेन कालेन, भुवनं किङ्करायते । । २७५ ।।
શ્લોકાર્થ ઃ
કલ્યાણને ભજનારા જે મનુષ્યો આના=નાથના, કિંકરપણાને પામે છે, તેઓનું કિંકર થાય છે. II૨૭૫II
અલ્પકાલ વડે
ભુવન