SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : નહિ પ્રાપ્ત થયેલા મધ્ય ભાગથી ગંભીર, ખાઈમાં ભરેલા જલના કારણે દુઃખે ગમન કરી શકાય એવું, વિલાસ કરતાં ચપળ કલ્લોલવાળાં સરોવરો વડે કરાયેલા વિસ્મયવાળું (મહાપુર) છે. ll૧૧૭ી. શ્લોક : घोरान्धकूपसंघातैः, शत्रूणां त्रासहेतुभिः । समन्तादुपगूढं च, प्राकाराभ्यर्णवर्तिभिः ।।११८ ।। શ્લોકાર્ચ - શત્રુઓના ત્રાસનું કારણ, કિલ્લાની પાસે રહેલા એવા અત્યંત અંધકારવાળા કૂવાના સમૂહ વડે ચારે બાજુથી વ્યાપ્ત એવું (મહાપુર છે) એમ અન્વય છે. ll૧૧૮II. શ્લોક : भ्रमभ्रमरझङ्कारतारसंगीतसुन्दरैः । नानापुष्पफलाकीर्णे ति चामरकाननैः ।।११९।। શ્લોકાર્થ : ભમતા ભમરાઓના ઝંકારથી ઊઠેલા મધુર સંગીતથી સુંદર જુદાં જુદાં પુષ્પો અને ફળોથી લચી પડેલા એવા દેવલોકના બગીચાઓથી શોભે છે. I૧૧૯IL. શ્લોક : अनेकाश्चर्यभूयिष्ठं, तच्चमत्कारकारणम् । अदृष्टमूलपर्यन्तमीदृशं हि महापुरम् ।।१२० ।। अष्टभिः कुलकम् શ્લોકાર્ચ - અનેક આશ્ચર્યોથી ભરપૂર, ચમત્કારનું કારણ તે અદષ્ટમૂલપર્યન્ત મહાપુર આવા પ્રકારનું છે=ઉપરમાં વર્ણન કર્યું એવા પ્રકારનું છે. ll૧૨૦ रङ्कवर्णनम् શ્લોક : तत्र निष्पुण्यको नाम, कश्चिद्रको महोदरः । निर्नष्टबन्धुदुर्बुद्धिरर्थपौरुषवर्जितः ।।१२१ ।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy