SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૬૯ અપરિપૂર્ણ પણ મારા વડે ભગવાનના આગમ અનુસારથી નિવેદન કરાયેલા જ્ઞાનાદિ જે ભવ્યજીવો ગ્રહણ કરશે, તેઓના રાગાદિ રૂપ ભૂખના ઉપશમનથી સ્વાથ્યને કરશે જ, હિં=જે કારણથી, તેઓનું=જ્ઞાનાદિત્રયરૂપ ઔષધનું, તે સ્વરૂપ છે=રાગાદિ બુમુક્ષાનું શમન કરવું તે સ્વરૂપ છે. વળી, જોકે ભગવાનના સિદ્ધાંતના મધ્યમાં રહેલું એક એક પણ પદ ભાવથી સંભળાતું સકલ રાગાદિ રોગજાલને ઉભૂલન કરવા માટે પટિઝ છે=ભગવાનના સિદ્ધાંતમાં રહેલા એક એક સામાયિક આદિ પદને આશ્રયીને પણ ઘણા જીવો સામાયિક પદના હાર્દને સ્પર્શીને તત્કાલ રાગાદિ રોગોના સમૂહનો નાશ કરીને કેવલજ્ઞાન પામ્યા, તેથી સર્વજ્ઞવચનાનુસાર કહેવાયેલાં દરેક પદો ભાવથી સંભળાતા સર્વરાગાદિ રોગના સમૂહને નાશ કરવા માટે અત્યંત સમર્થ છે અને તેનું સાંભળવું તમોને સ્વાધીન છે. અર્થાત્ ગ્રંથકારશ્રી આમંત્રણ આપે તો જ તેની સાંભળવાની ક્રિયા થાય તેમ નથી. પરંતુ જેમ સ્વામીના આદેશથી તેના ઉચિત પરિજન માટે કરાયેલું ભોજન આમંત્રણ વગર પણ તેઓ ભોજન કરે તો તૃપ્તિ થાય છે તેમ, તમોને સ્વાધીન એવું ભગવાનના વચનનું સ્મરણ તમે કરશો તો અવશ્ય તમારા રાગાદિ રોગો નાશ પામશે. માટે ગ્રંથકારશ્રીના આમંત્રણની અપેક્ષા રાખ્યા વગર યોગ્ય જીવો પ્રસ્તુત કથાનું અધ્યયન કરીને રત્નત્રયીની પ્રાપ્તિ દ્વારા આરોગ્યને પ્રાપ્ત કરો એ પ્રકારના આશયથી ગ્રંથકારશ્રીએ આ કથાની રચના કરી છે. અને જોકે સદ્ભાવનાથી કરાતા કથાના હાર્દને સ્પર્શે તે પ્રકારના ઉપયોગી કરાતા, ચિરંતન મહાપુરુષોથી ઉપનિબદ્ધ કથાના પ્રબન્ધના શ્રવણથી પણ=પૂર્વના મહાપુરુષો દ્વારા રચાયેલા કથાના વિસ્તારના શ્રવણથી પણ, રાગાદિત્રોટન સુંદરતર સંભવે જ છે તો પણ આ ઉપાયથી=યોગ્ય જીવોને સન્માર્ગના દાનરૂપ આ ઉપાયથી, સંસારસાગરને તરવાની ઇચ્છાવાળા મારામાં પરમ કરુણાના એકરસ છતાં પ્રસ્તુત કથાના પ્રબન્ધને પણ સર્વ પણ તમે સાંભળવા માટે યોગ્ય છોકકથા સાંભળવી તમને ઉચિત છે. પીવોપસંહાર तदेवमेतत्कथानकं प्रायः प्रतिपदमुपनीतं, यत्पुनरन्तरान्तरा किञ्चित्रोपनीतं तस्याप्यनेनैवानुसारेण स्वबुद्ध्यैवोपनयः कार्यः । भवत्येव गृहीतसङ्केतानामुपमानदर्शनादुपमेयप्रतीतिः, अत एवेदं कथानकमादावस्यैवार्थस्य दर्शनार्थमुपन्यस्तं, यतोऽस्यां कथायां न भविष्यति प्रायेण निरुपनयः पदोपन्यासः, ततोऽत्र शिक्षितानां सुखेनैव तदवगतिर्भविष्यतीत्यलमतिविस्तरेणेति । इह हि जीवमपेक्ष्य मया निजं, यदिदमुक्तमदः सकले जने । लगति संभवमात्रतया त्वहो, गदितमात्मनि चारु विचार्यताम् ।।१।। निन्दाऽऽत्मनः प्रवचने परमः प्रभावो, रागादिदोषगणदौष्ट्यमनिष्टता च । प्राक्कर्मणामतिबहुश्च भवप्रपञ्चः, प्रख्यापितं सकलमेतदिहाद्यपीठे ।।२।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy