SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ દ્રમકને પોતાને પ્રાપ્ત થયેલ જ્ઞાનાદિ ત્રયના વિનિયોગની ઇચ્છા તેથી આ જીવ ધર્મની આચરણા દ્વારા પ્રીતિને અનુભવતો દેખાય છે તેથી, જે પ્રમાણે ભેષજત્રયના ઉપભોગના માહાભ્યથી ભિખારી અવસ્થાના કાલમાં અભ્યસ્ત, એવા તુચ્છતા, નપુંસકતા, લૌલ્ય, શોક, મોહભ્રમાદિ ભાવોનો ત્યાગ કરીને તે રાંકડો કંઈક ઉદાર ચિત્તવાળો થયો એ પ્રમાણે કહેવાયું પૂર્વમાં કથાનકમાં કહેવાયું. એ પ્રમાણે- આ પણ જીવ જ્ઞાનાદિ અભ્યાસના પ્રભાવથી જ= સંયમગ્રહણ કર્યા પછી સતત નવું નવું અધ્યયન, ભગવાનના વચનમાં સ્થિરરુચિ અને અસંગભાવમાં દઢયત્ન કરવા રૂપ જ્ઞાનાદિ અભ્યાસના પ્રભાવથી જ, અનાદિકાળથી પરિચિત પણ તુચ્છતાદિ ભાવોની અવગણના કરીને કંઈક માત્રામાં શુદ્ધ માનસ જેવો થયો એ પ્રમાણે કહેવાયેલું એ જણાય છે કથાનકતા કથનથી જણાય છે. અર્થાત્ કથાનકમાં કહ્યું કે તે ભિખારી તુચ્છાદિ ભાવોનો ત્યાગ કરીને કંઈ ઉદારચિત્ત સંપન્ન થયો તે કથન દ્વારા એ પ્રાપ્ત થાય છે કે સંયમ ગ્રહણ કર્યા પછી આ મહાત્મા પણ સતત રત્નત્રયીના અભ્યાસના બળથી બાઘનિમિત્તો અનુસાર ભાવો કરવાનો અનાદિનો અભ્યાસ હોવાથી તે તુચ્છભાવો પોતાને થાય તેમ છે તોપણ તે ભાવોની અવગણના કરીને કંઈક સ્લીત માનસવાળો થાય છે તેથી તુચ્છભાવો થવાના સંસ્કાર વિદ્યમાન હોવા છતાં પ્રાયઃ તે તુચ્છભાવો ન થાય તે રીતે જ સંયમની સર્વ ઉચિતક્રિયાઓ કરે છે એ પ્રમાણે જણાય છે. જે વળી, કહેવાયું=કથાનકમાં કહેવાયું, શું કહેવાયું ? તે ‘દુત'થી બતાવે છે – હર્ષિત થયેલા એવા તે રાંકડા વડે સદબુદ્ધિ પુછાઈ=પરમાત્તના ભોજનને કારણે હર્ષિત થયેલા એવા તે ભિખારી વડે સબુદ્ધિને પુછાયું, શું પુછાયું ? તે ‘રથા'થી કહે છે – હે ભદ્રે ! સબુદ્ધિ કયા કર્મથી મારા વડે આ ઔષધદ્રય પ્રાપ્ત કરાયું ? તેણી વડે=સદ્દબુદ્ધિ વડે, કહેવાયું આ લોકમાં સ્વયં જ અપાયેલું પ્રાપ્ત થાય છે=જન્માંતરમાં પ્રાપ્ત થાય છે. તે કારણથી આકરત્નત્રયી, જન્માંતરમાં તારા વડે ક્યારેક અપાઈ છે તેથી=સબુદ્ધિએ આ પ્રમાણે કહ્યું તેથી, તેના વડે=સંયમ ગ્રહણ કરેલ એવા આ જીવ વડે, વિચારાયું જો અપાયેલું પ્રાપ્ત થાય છે તો પુનઃ પણ મોટા પ્રયત્નથી સત્ પાત્રોને હું આપું આ રત્નત્રયી આપું જેનાથી આ સકલકલ્યાણના હેતુભૂત જન્માંતરમાં પણ મને અક્ષય પ્રાપ્ત થાય. આ પણ જીવમાં તે આ સમાન વર્તે છે. તે આ પ્રમાણે – જ્ઞાન, દર્શન, ચારિત્રની આચરણાથી જડિત પ્રશમના આનંદને અનુભવતો આ જીવ સદબુદ્ધિના પ્રસાદથી જ=ગુરુએ આપેલી નિર્મળબુદ્ધિના પ્રસાદથી જ, આ જાણે છે=આગળ કહે છે એ જાણે છે. શું જાણે છે ? તે “યતથી બતાવે છે – જે આ જ્ઞાનાદિત્રય અશેષકલ્યાણની પરંપરાનું સંપાદક અતિદુર્લભ પણ મારા વડે કોઈક રીતે પ્રાપ્ત કરાયું એ પૂર્વની શુભ આચરણા વગર ઘટતું નથી, તે કારણથી એને અનુગુણ=વર્તમાનમાં રત્નત્રયીની પ્રાપ્તિ થઈ એને અનુરૂ૫, મારા વડે પૂર્વમાં પણ=પૂર્વભવમાં પણ, કંઈક સુંદર કર્મ કરાયું છે, જેનાથી= જે સુંદર કર્મથી, આ રત્નત્રયી પ્રાપ્ત કરાઈ અને તેથી આને દ્રમકતે, આ ચિંતા-વિચારણા, આવિર્ભાવ થાય છે અને તે વિચારણા “વસુતા'થી બતાવે છે – કેવી રીતે ? વળી, આ=રત્નત્રયી, સકલકા=જ્યાં સુધી હું સંસારમાં છું ત્યાં સુધી, અવિચ્છેદથી મારા વડે પ્રાપ્ત કરાય, તેથી=આ પ્રકારની દ્રમકતી
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy