SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સેવનથી બંધાયેલું કર્મ નાશ પામે છે. જેથી તેનો આત્મા તે મલિનભાવ રહિત થાય છે. તેથી વિશુદ્ધ કોટિની મતિજ્ઞાનની પરિણતિરૂપ તેનું આત્મારૂપી ભાજન બને છે. જેથી નિર્મળ થયેલું ચિત્ત વ્રતના આરોપણકાળમાં વ્રતના પરિણામને સ્પર્શે તેવું સ્વચ્છ બને છે. ત્યારપછી શાસ્ત્રવિધિ અનુસાર ચારિત્રનું આરોપણ મહાત્માઓ કરે છે અને દઢપ્રણિધાનપૂર્વક તે જીવ તે વ્રતોની મર્યાદાને ધારણ કરે છે જે એના ચિત્તમાં નિર્મળતા કરવા રૂપ પરમાન્નના પૂરણ સદશ છે. અને સદ્ગુરુના ઉપદેશના પ્રસાદથી જ આ જીવના દીક્ષા ગ્રહણકાળમાં ભવ્યજીવોના પ્રમોદનો હેતુ એવો ચૈત્યસંઘાદિપૂજાપ્રધાન અન્ય પણ જીવોને સન્માર્ગની પ્રવૃત્તિના કારણભૂત મહાન ઉત્સવ થાય છે અર્થાત્ જ્યારે આ જીવ દીક્ષાગ્રહણ કરવા તત્પર થાય છે ત્યારે તે દીક્ષા ગ્રહણ કરવા વિષયક શું ઉચિતવિધિ છે? તેનું શાસ્ત્રમર્યાદાનુસાર બોધ ગુરુ કરાવે છે. જેથી તે ગુરુના ઉપદેશના પ્રસાદથી તે મહાત્મા ચૈત્યપૂજા, સંઘપૂજા વગેરે ઉચિત કૃત્યો છે. પ્રધાન જેમાં એવો મહાઉત્સવ કરે છે જે ભવ્યજીવોના માટે પ્રમોદનો હેતુ બને છે અને અન્ય પણ ઘણા જીવોને સન્માર્ગની પ્રવૃત્તિનું કારણ બને છે; કેમ કે ઉચિત કાળે કરાયેલી ઉચિત પ્રવૃત્તિ જોઈને યોગ્ય જીવોને તે પ્રવૃત્તિ કરવાનો અભિલાષ થાય છે. दीक्षितस्य सपुण्यकत्वं सार्थकम् तथा संजायते गुरूणामपि समुत्तारितोऽस्माभिरयं संसारकान्तारादिति भावनया चित्तपरितोषः, ततः प्रवत्त[र्द्ध. मु]ते तेषामस्योपरि गुरुतरा दया, तत्प्रसादादेवास्य जीवस्य विमलतरीभवति सद्बुद्धिः, ततस्तादृशसदनुष्ठानविलोकनेन लोकतो वर्णवादोत्पत्तिः, संपद्यते प्रवचनोद्भासना, ततश्चेदं तेन समानं विज्ञेयं, यदवाचि कथानके यदुतधर्मबोधकरो हष्टस्तद्दया प्रमदोद्धुरा । सदबुद्धिर्वर्द्धिताऽऽनन्दा, मुदितं राजमन्दिरम्।।४१७।। ततोऽङ्गीकृतमन्दराऽऽकारविरतिमहाभारमेनं जीवं तदा श्लाघन्ते भक्तिभरनिर्भरतया रोमाञ्चाञ्चितवपुषो भव्यलोकाः, यदुत-धन्यः, कृतार्थोऽयं, सुलब्धमस्य महात्मनो जन्म, यस्यास्य सत्प्रवृत्तिदर्शनेन निश्चीयते संजाता भगवदवलोकना, संपन्नः सद्धर्मसूरिपादप्रसादः, तत एवाऽऽविर्भूता सुन्दरा बुद्धिः, ततः कृतोऽनेन बहिरन्तरङ्गसङ्गत्यागः, स्वीकृतं ज्ञानादित्रयं, निर्दलितप्राया रागादयः, न ह्यपुण्यवतामेष व्यतिकरः संभवति, ततोऽयं जीवः सपुण्यक इति जनैस्तदा सयुक्तिकमभिधीयत इति। દીક્ષિત થયેલ ઢમકના સપુષ્પક નામની સાર્થકતા અને ગુરુને પણ અમારા વડે આ જીવ સંસારરૂપી અટવીમાંથી ઉદ્ધાર કરાયો એ પ્રકારની ભાવનાથી ચિરપરિતોષ થાય છે અર્થાત્ મને શિષ્યનો લાભ થયો કે મારી શિષ્યપર્ષદા વૃદ્ધિ પામી
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy