SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ३४५ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવના આ પણ છે=આગળમાં કહે છે એ પણ છે. જ્યાં સુધી સકલ દ્વન્દ્રના વિચ્છેદ દ્વારારાગ, દ્વેષ, રતિ, અરતિ ઈત્યાદિ સર્વ કંઠોના વિચ્છેદ દ્વારા, ભાગવતી દીક્ષા સ્વીકારાઈ નથી ત્યાં સુધી સંપૂર્ણ પ્રશમસુખ અથવા અશેષ ક્લેશના વિદ્રોટતલક્ષણ મોક્ષ પ્રાપ્ત કરાતો નથી, એથી=સંયમના ભારને અનુકૂલ મારું સામર્થ્ય નથી અને સંયમ વગર સંપૂર્ણ પ્રશમસુખ નથી એથી, હું જાણતો નથી શું કરું? તેથી આ જ જીવ નહીં પ્રાપ્ત થયેલા કર્તવ્યના નિર્ણયવાળો સંદેહના દોલામાં આરૂઢ થયેલા હદયવાળોઃ સંદેહરૂપી હીંચકામાં દોલાયમાન થયેલા ચિત્તવાળો, કેટલોક પણ કાળ ચિંતવન કરતો રહે છે અર્થાત્ સબુદ્ધિ સાથે ઉચિત નિર્ણય કરવા માટે વારંવાર સંસારનું રૌદ્ર સ્વરૂપ અને તેના વિસ્તારનો ઉપાય સર્વવિરતિ છે. અને તેના માટે પોતાની શક્તિ નથી કે છે તેનો નિર્ણય કરવા અર્થે અને જો શક્તિ વગર ગ્રહણ કરીશ તો ત્યાં ગયા પછી ભોગો વગેરેનું સ્મરણ થશે તેથી સંસાર વૃદ્ધિ પામશે અને મહાધેર્યથી હું ઉપશમ સુખમાં યત્ન કરીશ તો ઉત્તરોત્તર સુખ વૃદ્ધિ પામશે, માટે મારે મારી શક્તિ અનુસાર શું કરવું ઉચિત છે તેના વિષયક ચિંતવન કરતો જ કેટલાક કાળ સુધી રહે છે. 6पनय : आस्वादितप्रशमसुखस्य संवेगवृद्धिः वैराग्ये स्थितप्रज्ञता ततो यदुक्तं यदुत-अन्यदा तेन वनीपकेन महाकल्याणकाऽऽपूर्णोदरेण तत्कदन्नं लीलया कथञ्चित् प्राशितं, ततस्तृप्त्युत्तरकालं भुक्तत्वात्तस्य यथावस्थितैरेव गुणैः कुथितत्वविरसत्वनिन्द्यत्वादिभिश्चेतसि प्रतिभातं, ततः संजातोऽस्य तस्योपरि व्यलीकीभावः, ततस्त्यक्तव्यमेवेदं मयेति सिद्धान्तीकृत्य स्वमनसा तत्त्यागार्थमादिष्टा सदबुद्धिः, तयाऽभिहितं धर्मबोधकरण सार्द्ध पर्यालोच्य मुच्यतामेतदिति, ततस्तदन्तिके गत्वा निवेदितः स्वाभिप्रायो वनीपकेन, तेनापि निकाचनापूर्वं त्याजितोऽसौ तत्कदन्नं, क्षालितं विमलजलैस्तद्भाजनं, पूरितं परमानेन, विहितस्तद्दिने महोत्सवः, जातं जनप्रवादवशेन तस्य वनीपकस्याऽभिधानं सपुण्यक इति। तदिदं वृत्तान्तान्तरमस्यापि जीवस्य दोलायमानबुद्धस्तथा गृहस्थावस्थायां वर्तमानस्य क्वचित्संभवतीत्यवगन्तव्यं, तथाहि-यदाऽयं जीवो विदितप्रशमसुखास्वादो भवति भवप्रपञ्चा-द्विरक्तचित्तस्तथापि केनचिदालम्बनेन गृहमधिवसति तदा करोत्येव विशिष्टतरं तपोनियमाभ्यासं, स एष परमानाभ्यवहारोऽभिधीयते। यत्तु तस्यामवस्थायामनादरेणार्थोपार्जनं, कामासेवनं वा तल्लीलया कदशनप्राशनमिति विज्ञेयम्। ततो यदा भार्या वा व्यलीकमाचरेत्, पुत्रो वा दुर्विनीततां कुर्यात्, दुहिता वा विनयमतिलङ्घयेत्, भगिनी वा विपरीतचारितामनुचेष्टेत, भ्राता वा धर्मद्वारेण धनव्ययं विधीयमानं न बहु मन्यते, जननीजनको वा गृहकर्त्तव्येषु शिथिलोऽयमिति जनसमक्षमाक्रोशेतां, बन्धुवर्गो वा व्यभिचारं भजेत, परिकरो वाऽऽज्ञा प्रतिकूलयेत्, स्वदेहो वाऽतिलालितपालितोऽपि खलजनवद्रोगादिकं विकारमादर्शयेत्, धननिचयो वा अकाण्ड एव विद्युल्लताविलसितमनुविदध्यात्,
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy