SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ અનુરક્તપણાથી ગૃહસ્થ અવસ્થામાં વર્તતો પણ આ જીવ વિજ્ઞાત સંતોષસુખસ્વરૂપવાળો થાય છે. ત્યારે આજે આ જીવને, અવિચ્છિન્ન પ્રશમસુખની વાંછાને કારણે સર્વસંગત્યાગની બુદ્ધિ પ્રાદુર્ભાવ થાય જ છે. અને આત્મીય સબુદ્ધિ સાથે પર્યાલોચન કરે છે. શું પર્યાલોચન કરે છે ? તે “યતથી બતાવે છે – શું હું આના સર્વ સંગના ત્યાગ દ્વારા અવિચ્છિન્ન પ્રશમસુખના, વિધાનમાં સમર્થ છું કે નહીં ? ત્યારપછી સબુદ્ધિના પ્રસાદથી જ આ જીવ આને જાણે જ છે=આગળમાં બતાવે છે એને જાણે જ છે. જે પ્રમાણે – અનાદિ ભવઅભ્યાસના વશથી વિષયાદિમાં આ જીવ સ્વરસપ્રવૃત્તિવાળો છે. તેથી જો નિઃશેષદોષનિવૃતરૂ૫ ભાગવતી પણ દીક્ષાને સ્વીકારીનેeત્રણ ગુપ્તિઓના બળથી આત્મામાં વર્તતા સર્વદોષો ચિત્તવૃત્તિમાં ઉપયોગ પ્રવર્તે તેવા પ્રકારની નિઃશેષ દોષની નિવૃત્તિરૂપ ભગવાને બતાવેલી દીક્ષાને સ્વીકારીને, ફરી આ જીવ અનાદિ રૂઢ કર્મજનિત તે પ્રકૃતિને અનુવર્તન કરતો વિષયાદિની સ્પૃહાથી પણ=વિષયાદિના સેવનથી નહીં પરંતુ વિષયાદિની સ્પૃહાથી પણ, આત્માને વિડંબિત કરશે તો આને પોતાના આત્માને, પ્રથમથી જ તેનું અવંગીકરણ-ભાગવતી દીક્ષાનો અસ્વીકાર શ્રેયસ્કર છે. જે કારણથી તીવ્ર અભિળંગ રહિત-આ વિષયાદિની ઈચ્છા શલ્ય જેવી છે ઈત્યાદિ ભાવનાઓથી તેને શાંત કરવાના યત્નપૂર્વક અશક્ય પરિહાર જણાય ત્યારે ભોગાદિમાં યત્ન કરતો શ્રાવક તીવ્ર અભિળંગ રહિત, વિષયાદિમાં વર્તતો વિષયાદિનું સેવન કરતો, ગૃહસ્થ પણ જ્ઞાનાદિ આચરણાપ્રધાન દ્રવ્યસ્તવને કરતો સ્વભૂમિકાનુસાર નવા નવા શ્રુતઅધ્યયનની આચરણા, જિતવચનમાં અમૂઢ દષ્ટિને સ્થિર કરવાની આચરણા, શક્તિ અનુસાર દેશવિરતિપાલનની આચરણા પ્રધાન છે જેમાં એવું દ્રવ્યસ્તવ કરતો, કર્મના અજીર્ણના જરણથી-કર્મજન્ય જે અજીર્ણ આત્મામાં વર્તે છે તે અલ્પ થવાથી, રાગાદિ ભાવોની તસુતાને આશ્રયીને યાપ્યતાને પામે છે ઉપશાંતતાને પામે છે અને આ પણ કષાયોની અલ્પતા પણ, અનાદિ ભવભ્રમણમાં આ જીવ વડે ક્યારે પણ પૂર્વે પ્રાપ્ત નથી. આથી આ રાગાદિ ભાવ રોગોની અલ્પતા, અત્યંત દુર્લભ છે. વળી, જો પ્રવ્રયા સ્વીકારીને ફરી વિષયાદિના અભિલાષને કરે છે=આ જીવ વિષયાદિનું સ્મરણ થવાથી કે પૂર્વના અતિસેવનને કારણે તેનો અભિલાષ કરે છે, તેથી પ્રતિજ્ઞાતા અકરણ દ્વારા દીક્ષાગ્રહણ કરતી વખતે પ્રતિજ્ઞા કરેલી કે હવે હું સર્વ સાવઘતા પરિહારપૂર્વક સમભાવમાં ઉદ્યમ કરીશ તે પ્રતિજ્ઞાતા અકરણથી, બૃહત્તર ચિત્તના સંક્લેશની પ્રાપ્તિ થવાને કારણે=પ્રતિજ્ઞા પ્રત્યે ઉપેક્ષા કરીને પ્રતિજ્ઞાતા વિરુદ્ધ આચરણા રૂપ વિષયોના સ્મરણ સ્વરૂપ બૃહતર ચિત્તના સંક્લેશની પ્રાપ્તિ થવાને કારણે, ગુરૂતર રાગાદિનો ઉદ્રક થવાથી ગૃહસ્થ અવસ્થામાં સંયમનો અભિલાષ કરતો હતો ત્યારે જે રાગાદિ હતા તેનાથી અતિશય અધિક એવા રાગાદિનો ઉદ્રક થવાથી, તે પણ યાપ્યતાને=ગૃહસ્થઅવસ્થામાં જે પ્રકારની કષાયોની શાંતતાને પ્રાપ્ત કરતો હતો તે પણ યાપ્યતાને, પામતો નથી. તેથી જયાં સુધી આ પ્રમાણે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, આ જીવ નિરૂપણ કરે છે=સદ્બુદ્ધિ દ્વારા વિચારણા કરે છે, ત્યાં સુધીમાં અનુવર્તમાન એવા ચારિત્રમોહનીયકર્માશ વડે વિધુર થયેલી છતી પૂર્વપ્રવૃત્ત પણ આવી સર્વ સંગત્યાગની બુદ્ધિ ફરી દોલાયમાન થાય છે જ્યારે સદબુદ્ધિ દ્વારા આ જીવ વિચાર કરે છે ત્યારે
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy