SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ 339 પદાર્થોમાં જો તું આસ્થા નહીં કરે તેથી, તને સ્વપ્ન અવસ્થામાં પણ મન અને શરીરની પીડાની ગંધ પણ પ્રાપ્ત થશે નહીં, તેથી આ જીવ તે ઉપદેશને અમૃતની જેમ ગ્રહણ કરે છે=ગુરુએ સત્બુદ્ધિ આપી અને ‘અન્યત્ત્વ’થી જે સર્વ કહ્યું તે સર્વને આ જીવ જાણે અમૃતનું પાન કરતો ન હોય તેમ ગ્રહણ કરે છે. તેથી તે ધર્મગુરુઓ આને સર્બુદ્ધિ સંપન્ન થઈ છે એથી કરીને હવે આ જીવ અન્યથા થશે નહીં= સદ્ગુદ્ધિના વચનથી અન્ય પ્રકારની પ્રવૃત્તિવાળો થશે નહીં, એથી તેના પ્રત્યે નિશ્ચિંત થાય છે. ગુરુએ સદ્ગુદ્ધિ આપી અને ‘અન્ય—’થી કહ્યું કે જેમ જેમ જીવ નિઃસ્પૃહ બને છે તેમ તેમ તે જીવને બાહ્ય સંપત્તિઓ સ્વાભાવિક પ્રાપ્ત થાય છે અને જેમ જેમ જીવ બાહ્યપદાર્થની અભિલાષા કરે છે તેમ તેમ તે સંપત્તિઓ દૂર જાય છે; કેમ કે નિઃસ્પૃહચિત્તથી પુણ્યપ્રકૃતિઓ જાગૃત થાય છે, વિદ્યમાન પુણ્યપ્રકૃતિઓ અતિશયવાળી થાય છે અને પાપપ્રકૃતિઓ પૂર્વમાં બંધાયેલી હોય તે પણ નિઃસ્પૃહચિત્તના બળથી પુણ્યરૂપે સંક્રમણ પામે છે. માટે સર્વ સુખનું એક કારણ નિઃસ્પૃહચિત્ત જ છે. તેથી જેમ જેમ તું નિઃસ્પૃહચિત્તનું ભાવન કરીશ તેમ તેમ સ્વપ્નમાં પણ તને પીડાની ગંધ પ્રાપ્ત થશે નહીં. આ સર્વ વચન તાત્પર્યને સ્પર્શે તેમ તે જીવ સાંભળે છે. તેથી તેના મુખ ઉપર જ હર્ષના ભાવો અભિવ્યક્ત થાય છે અને અપૂર્વ તત્ત્વની પ્રાપ્તિ થઈ છે તેવો સ્થિર વિશ્વાસ તેના મુખના ભાવો, વચનના ઉદ્ગારો આદિથી ગુરુ જાણે છે તેથી ગુરુને સ્થિર વિશ્વાસ થયો કે હવે આ જીવ સ્વભૂમિકાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરીને સદા ગુણસ્થાનકની વૃદ્ધિ કરશે, પરંતુ વિચાર્યા વગર સંસારની પ્રવૃત્તિ નહીં કરે અને મૂઢતાથી ધર્મની પ્રવૃત્તિ નિષ્ફળ થાય તેવો પણ પ્રયત્ન નહીં કરે; કેમ કે વૈરાગ્ય, તપ, સંયમાદિ જે રીતે સ્વસ્થતાનાં કારણ બને તે રીતે જ શક્તિ અનુસાર સેવવાની સલાહ તે જીવને અવશ્ય સદ્ગુદ્ધિથી પ્રાપ્ત થશે. તેથી તેના વિષયમાં ગુરુ નિશ્ચિત બને છે અર્થાત્ વગર પ્રેરણાએ સતત આ જીવ સબુદ્ધિના બળથી સુખપૂર્વક સંસારસમુદ્રને ત૨શે તેવા સ્થિર વિશ્વાસવાળા બને છે. सद्बुद्धिप्रभावः ततोऽयं जीवस्तमुपदेशममृतमिव गृह्णीयात्। ततस्ते धर्मगुरवः संपन्ना सद्बुद्धिरस्येतिकृत्वा नेदानीमेषोऽन्यथा भविष्यतीति तं प्रति निश्चिन्ता भवेयुरिति । ततः प्रादुर्भूतसद्बुद्धिरयं जीवो यद्यपि श्रावकावस्थायां वर्त्तमानः कुरुते विषयोपभोगं, आदत्ते धनादिकं, तथापि यस्तत्राभिष्वङ्गोऽतृप्तिकारणभूतः सन भवति ततो ज्ञानदर्शनदेशचारित्रेषु प्रतिबद्धान्तःकरणस्य तस्य ते द्रविणभोगादयो यावन्त एव संपद्यन्ते तावन्त एव सन्तोषमुत्पादयन्ति । ततोऽयं सद्बुद्धिप्रभावादेव तदानीं यथा ज्ञानादिषु यतते न तथा धनादिषु ततोऽपूर्वा न वर्द्धन्ते रागादयः, तनूप्रभवन्ति प्राचीनाः, तथा पूर्वोपचितकर्मपरिणतिवशेन यद्यपि क्वचिदवस काचिच्छरीरमनसोर्बाधा संपद्यते, तथापि सा निरनुबन्धतया न चिरमवतिष्ठते, ततो जानीते तदाऽयं जीवः सन्तोषासन्तोषयोर्गुणदोषविशेषं, संजायते चोत्तरगुणस्कन्दनेन चित्तप्रमोद કૃતિ ।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy