SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૧૯ ઉપનય : देशविरतिग्रहः तस्माद्वत्स ! यद्यद्यापि न भवतः सर्वसङ्गत्यागशक्तिर्विद्यते ततोऽत्र वितते भागवते प्रवचने कृत्वा भावतोऽविचलमवस्थानं, विहायाशेषाकाङ्क्षाविशेषान्, भगवन्तमेवाचिन्त्यवीर्यातिशयपरिपूर्णतया निःशेषदोषशोषणसहिष्णुमनवरतं चेतसि गाढभक्त्या व्यवस्थापयन् देशविरत एवावतिष्ठस्व, केवलमनवरतमेतदेव ज्ञानदर्शनचारित्ररूपं त्रयमुत्तरोत्तरक्रमेण विशिष्टं विशिष्टतरं विशिष्टतमं भवता यत्नेनाऽऽसेवनीयं, एवमाचरतस्ते भविष्यति रागादिरोगोपशमो, नान्यथेति या चेयमीदृशी सदुपदेशदाने प्रवर्त्तमानानां भगवतां सद्धर्मगुरूणामस्य जीवस्योपरि दया सैव अस्य परमार्थतः परिपालनक्षमा परिचारिका विज्ञेया, ततोऽयं जीवः प्रतिपद्यते तदानीं तद्गुरुवचनं, करोति यावज्जीवं मयैतदेवं कर्त्तव्यमिति निश्चयं, तिष्ठति देशविरतः कियन्तमपि कालमत्र भगवन्मतमन्दिरे, पालयति धनविषयकुटुम्बाद्याधारभूतं भिक्षापात्रकल्पं जीवितव्यम्। ઉપનયાર્થ : દ્રમક દ્વારા દેશવિરતિનું ગ્રહણ તે કારણથી=મહાપ્રયત્નથી તારા રાગાદિને ઉપશમ થશે તે કારણથી, હે વત્સ ! જો હજી પણ તારી સર્વસંગત્યાગશક્તિ વિદ્યમાન નથી તો આ વિસ્તૃત ભગવાનના પ્રવચનમાં ભાવથી અવિચલ અવસ્થાન કરીને, અશેષ આકાંક્ષાવિશેષોને ત્યાગ કરીને, અચિંત્ય વીત્યંતિશયથી પરિપૂર્ણપણારૂપે નિઃશેષદોષતા શોષણમાં સહિષ્ણુ એવા ભગવાનને સતત ચિત્તમાં ગાઢભક્તિથી વ્યવસ્થાપન કરતો દેશવિરતિવાળો જ રહે. તેની ફસાધ્યતા જાણીને સદ્ગુરુ કહે છે કે તેલપાત્રધારક પુરુષની જેમ સતત સંસારના ઉચ્છેદમાં તારી શક્તિ જો વિદ્યમાન નથી તો ભગવાનનું પ્રવચન અનેક ગુણોથી યુક્ત છે તેથી સતત ભગવાનના પ્રવચનથી આત્માને ભાવિત કરવા યત્ન કર જેથી ભાવથી ભગવાનના શાસનમાં તારું અવસ્થાન અવિચલિત રહે. અન્યથા ચિત્તમાં અસમાધિ થશે તો દ્રવ્યથી ભગવાનના શાસનમાં અવસ્થાન હોવા છતાં ભાવથી ભગવાનનું શાસન ચિત્તમાંથી નાશ પામશે. વળી, નિરર્થક એવી વિશેષ ઇચ્છાઓનો ત્યાગ કરીને સદા ભગવાનને જ ચિત્તમાં સ્થાપન કર અર્થાત્ આ ભગવાન અચિંત્ય વીર્યના અતિશયથી પરિપૂર્ણ છે માટે તેમના સ્વરૂપના ભાવનથી હું પણ તેમની જેમ અચિંત્ય વીર્યવાળો થાઉં તે પ્રકારે ગાઢ ભક્તિથી સદા તેમનું સ્મરણ કર; કેમ કે તે ભગવાન જ તારા આત્મામાં રહેલા વિશેષ દોષના શોષણમાં સમર્થ છે. તેથી ચિત્તમાં વારંવાર ભગવાનના સ્વરૂપનું પર્યાલોચન કરવાથી તારામાં રહેલા દોષો સતત ક્ષીણ-ક્ષીણતર થશે તેથી પ્રમાદ વગર તે રીતે દેશવિરતિ પાળ કે જેથી શીઘ્ર તેલપાત્રધારક પુરુષની જેમ સંસારના ઉચ્છેદનું બળસંચય થાય.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy