SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ येऽवधीरयन्ति, सद्गुरुविहितमहाप्रयत्नेन च ये प्रतिबुध्यन्ते, तथाऽऽसेव्यमानानि तानि येषां कालक्षेपेण विशेषं दर्शयन्ति, पुनः पुनरतिचारकारका, निश्चयेन ते गुरुकर्माणो व्यवहितमोक्षा मध्यमदारुवद्रूपनिर्माणस्य सद्गुरुपरिशीलनया तेषां योग्यतां प्रतिपद्यन्ते तथा भावरोगोपशमं प्रति ते कृच्छ्रसाध्या मन्तव्याः। येभ्यः पुनरेतानि निवेद्यमानानि न कथञ्चन रोचन्ते, प्रयत्नशतैरपि संपाद्यमानानि येषु न क्रमन्ते, तदुपदेष्टारमपि प्रत्युत ये द्विषन्ति, ते महापापा अभव्याः, अत एवैकान्तेन तेषामयोग्याः, तथा भावव्याधिनिबर्हणं प्रत्यसाध्यास्तेऽवगन्तव्या इति। तदिदं सौम्य ! यद् भगवत्पादप्रसादेनास्माभिलक्षणमवधारितं, अनेन लक्षणेन यथा त्वमात्मस्वरूपं कथयसि, यथा च वयं भवत्स्वरूपं लक्षयामः, तथा त्वं परिशीलनागम्यः कृच्छ्रसाध्यो वर्त्तसे एवं च स्थिते न भवतो महाप्रयत्नव्यतिरेकेण रागादिरोगोपशममुपलभामहे। ભાવરોગોના સાધ્યત્વ-અસાધ્યત્વનો વિચાર શું કહે છે ? તે “રથા'થી બતાવે છે – ભદ્ર ! જેવા પ્રકારની સામગ્રી તને પ્રાપ્ત થઈ છે, અધન્ય જીવોને આવી સામગ્રી ક્યારે પ્રાપ્ત થતી નથી. સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ કરાવ્યા પછી આત્મહિત માટે ઉત્કટ ઇચ્છા કરાવે તેવા ઉત્તમપુરુષોનો યોગ, શારીરિક આદિ સર્વ અનુકૂળતાઓ કે જેના બળથી ધર્મ સાધી શકાય તેવી સર્વસામગ્રી તને પ્રાપ્ત થઈ છે. અપુણ્યવાળા જીવોને આવી સામગ્રી ક્યારેય પ્રાપ્ત થાય નહીં. =જે કારણથી, અમે અપાત્રતામાં પ્રયત્ન કરતા નથી અર્થાત્ તું ધન્ય છે એવું જાણીને જ અમે તારા માટે પ્રયત્ન કરીએ છીએ, કેમ નિરર્થક પ્રયત્ન કરતા નથી ? તેથી કહે છે, જે કારણથી ભગવાનની આ આજ્ઞા છે. યોગ્ય જીવોને જ્ઞાન, દર્શન, ચારિત્ર આપવા જોઈએ. અયોગ્ય જીવોને નહીં. અયોગ્ય જીવોને અપાયેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સ્વાર્થસંસાધક થતા નથી. ઊલટું વૈપરીત્યની પ્રાપ્તિ, અનર્થતી સંતતિને વધારે છે. અને તે પ્રમાણે યોગ્ય જીવોને ધર્મ આપવો જોઈએ અયોગ્ય જીવોને આપવાથી અનર્થ થાય છે તે પ્રમાણે, કહેવાયું છે – ધર્મઅનુષ્ઠાનના વૈતથ્યથી=વિપરીત આચરણાથી, રૌદ્ર દુઃખના સમૂહનો જનક પ્રત્યપાય મહાન થાય છે, જેમ ખરાબ રીતે સેવાયેલા ઔષધથી રોગની વૃદ્ધિ થાય છે અને અમારા વડે ભગવદ્ આદિષ્ટ સુગુરુના પારંપર્યથી જ્ઞાત છેઃ પૂર્વમાં કહ્યું કે આ ભગવાનની આજ્ઞા કે યોગ્યને દેવું જોઈએ, અયોગ્યને નહીં એ સુગુરુપરંપરાથી અમારા વડે જણાય છે. ભગવાનના પ્રસાદથી તેના ઉચિત અનુચિત જીવોનું લક્ષણ જ્ઞાત છે ભગવાનનું વચન પોતાને સખ્ય પરિણમન પામેલું છે તેનાથી ધર્મ આપવાને યોગ્ય અને અયોગ્ય જીવોનું લક્ષણ પોતે જાણે છે. આ જ્ઞાન, દર્શન, ચારિત્ર ભગવાન વડે તે જીવોના સંગ્રહ અને પરિચ્છેદકારી બતાવાયા છે. ત્યાં જેઓને આદ્ય અવસ્થામાં પણ કહેવાતા તે પ્રીતિને પણ પેદા કરે છે અને તેના
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy