SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ ભયથી તમે જે કહ્યું તે મેં અવધારણ કરેલું નહીં અને હવે તમે કહ્યું કે હવે કદન્ન ત્યાગ કરાવશું નહીં તે સાંભળીને હું સ્વસ્થ થયો છું અને પૂર્વે અસ્વસ્થતાને કારણે તમારા દ્વારા બતાવેલો ઉપદેશ માત્ર સુંદર વચન વડે મેં સાંભળેલો; પરંતુ તેનું રહસ્ય જાણવા માટે મેં યત્ન કરેલો નહીં આ પ્રમાણે સ્થિત હોતે છતે, જે મારા વડે વિધેય છે તે હે નાથ ! આજ્ઞાપન કરો અર્થાત્ કહો જેનાથી હવે હું અવધારણ કરું અર્થાત્ તમારા ઉચિત ઉપદેશને દૃઢ અવધારણપૂર્વક સાંભળું. તે પ્રમાણે અહીં પણ=સંસારમાં પણ, વિદિત તત્ ચિત્તવાળા=યોગ્ય શ્રોતાના જાણેલા ચિત્તવાળા, જ્યારે ધર્મગુરુઓ કહે છે. શું કહે છે ? તે ‘યદુત’થી બતાવે છે અમે અસમર્થ એવા તને સર્વસંગનો ત્યાગ કરાવતા નથી, કેવલ જે આ તારા સ્થિરીકરણ માટે=તને પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનને દૃઢ કરવા અર્થે, અનેક વખત ભગવાનના ગુણોનું વર્ણન આદિ અમે કરીએ છીએ અને જે તારા વડે અંગીકૃત જ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રના સાતત્યને અનુપાલનાદિકનો ઉપદેશ આપીએ છીએ અર્થાત્ જે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને જે દેશવિરતિ સ્વીકારી છે તે દેશવિરતિ, સર્વવિરતિને અનુકૂળ શક્તિના સંચયનું કારણ બને તે રીતે સતત અનુપાલન કરવાનો ઉપદેશ અમે આપીએ છીએ. તે કારણથી જ અહીં=આ મારા ઉપદેશમાં, કંઈક અવધારણ કર્યું કે નહીં ? - स्वाकूतकथनम् तदा वदत्येवं जीवो - भगवन् ! नाहं सम्यक्किञ्चिदवधारयामि, तथापि यौष्माकीणपेशलवचनैर्मोदितचित्तो यदा यदा कथयन्ति भगवन्तस्तदा तदा शून्यहृदयोऽपि विस्फारितेक्षणः किल बुध्यमान इवेत्याकर्णयंस्तिष्ठामि । कुतः पुनर्मादृशां विशिष्टतत्त्वाभिनिवेशः ? यतोऽहं महताऽपि प्रयत्नेन तत्त्वमार्गं व्याचक्षाणेषु भगवत्सु सुप्त इव, मत्त इवोन्मत्त इव, सम्मूर्च्छनज इव, शोकापन इव, मूर्च्छित इव, सर्वथा शून्यहृदयो न किञ्चिल्लक्षयामि यच्च मच्चेतसो वैसंस्थुल्यकारणं तदाकर्णयन्तु भगवन्तःततः संजातपश्चात्तापोऽयं जीवो गुरुसमक्षं गर्हते स्वदुश्चरितानि, जुगुप्सते स्वदुष्टभाषितानि, प्रकटयति पूर्वकालभाविनः समस्तानपि कुविकल्पान्, निवेदयत्यादितः प्रभृति निःशेषमात्मवृत्तान्तमिति । દ્રમક દ્વારા પોતાના આકૂતનું કથન ત્યારે આ જીવ કહે છે હે ભગવંત, મેં સમ્યગ્ કંઈ અવધારણ કર્યું નથી તોપણ તમારાં મધુર વચનો વડે મોહિતચિત્તવાળો હું જ્યારે જ્યારે ભગવાન કહે છે ત્યારે ત્યારે શૂન્યહૃદયવાળો પણ વિસ્ફારિતચક્ષુવાળો ખરેખર બુધ્યમાનની જેમ સાંભળતો રહું છું. વળી, અમારા જેવાને વિશિષ્ટ તત્ત્વનો અભિનિવેશ ક્યાંથી થાય ? અર્થાત્ શૂન્યહૃદયવાળો થઈને સાંભળું છે તેથી વિશિષ્ટ તત્ત્વનો અભિનિવેશ મારા જેવાને થઈ શકે નહીં, જે કારણથી મોટા પણ પ્રયત્નથી તત્ત્વના માર્ગને કહેનાર ભગવાન હોતે છતે સુપ્તની જેમ, મત્તની જેમ, ઉન્મત્તની જેમ, સમ્નચ્છિતની જેમ, શોક પામેલાની જેમ, મૂચ્છિતની જેમ, સર્વથા શૂન્યહૃદયવાળો હું કાંઈ જાણતો નથી અને જે મારા ચિત્તનું વિસંસ્થૂલતાનું કારણ છે તેને
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy