SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ બતાવાયું, તે પણ તે દ્રમક પણ, વિશેષથી તેના અનુચરપણાને ગ્રાહિત કરાયો, તે મહાતૃપતિના જ વિશેષ ગુણોમાં કુતૂહલ ઉત્પાદન કરાયું વિશેષ જિજ્ઞાસા ઉત્પન્ન કરાવાઈ, તેના પરિજ્ઞાનનો હેતુ પરમાત્માના વિશેષ ગુણોના પરિજ્ઞાનનો હેતુ, વ્યાધિનો તનુભાવ કહેવાયો=જેમ જેમ કષાયોરૂપી ભાવવ્યાધિ અલ્પ થશે તેમ તેમ ભગવાનના વિશેષ ગુણોનું પરિજ્ઞાન થશે માટે પરમાત્માના વિશેષ ગુણોની જે તને જિજ્ઞાસા થઈ છે તેના પરિજ્ઞાનનો હેતુ વ્યાધિનો અલ્પભાવ જ છે એમ કહેવાયું, તેનું પણ કારણ=વ્યાધિના અલ્પપણાનું પણ કારણ, ભેષજત્રય પ્રકાશિત કરાયું સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યફચારિત્ર વ્યાધિના અલ્પભાવનું કારણ છે તેમ કહેવાયું. પ્રતિક્ષણ તેનો પરિભોગ આદેશ કરાયો તારે સતત ત્રણ ઔષધનું સેવન કરવું જોઈએ અર્થાત્ શક્તિ અનુસાર અપ્રમાદથી તત્વનો સૂક્ષ્મબોધ થાય તેમ સમ્યજ્ઞાન મેળવવું જોઈએ, તે જ્ઞાનમાં દેખાયેલ સૂક્ષ્મ તત્વ જ સર્વ કલ્યાણનું કારણ છે તેમ ભાવન કરીને તત્વની રુચિને જ અતિશય કરવી જોઈએ અને શક્તિ અનુસાર સંયમની ઉચિત આચરણા કરીને ચિત્ત બાહ્ય સંગોથી પર-પરતર થાય તેવો યત્ન કરવો જોઈએ તેવો આદેશ કરાયો. તેના પરિભોગના બળથી=ભેષજત્રયના સેવનના બળથી, મહાનરેન્દ્રનું આરાધન છે એમ પ્રગટ કરાયું અર્થાત્ હૈયાને સ્પર્શે તે રીતે રત્નત્રયીનું સેવન કરવામાં આવે તે અંશથી જ મહાનરેન્દ્ર એવા તીર્થકરોની આરાધના છે તેમ ધર્મગુરુ વડે બતાવાયું. મહાનરેન્દ્રના આરાધક જીવોને તત્ સમાન જ મહારાજ્ય છે તે પ્રમાણે પ્રતિપાદન કરાયું અર્થાત જે મહાત્માઓ જિનવચનાનુસાર શ્રતઅધ્યયન કરે છે, તત્વની રુચિ સૂક્ષ્મ-સૂક્ષ્મતર કરે છે અને વીતરાગતા ગુણોથી આત્માને વાસિત કરે છે તેઓ તીર્થંકરની આરાધનાના બળથી તેમના સમાન જ મહારાજ્યને પ્રાપ્ત કરે છે તેમ પ્રતિપાદન કરાયું. તે પ્રમાણે ધર્મગુરુ પણ જ્ઞાનદર્શનસંપન્ન પ્રતિપન્નદેશવિરતિવાળા પણ આ જીવને પ્રાપ્ત કરીને વિશિષ્ટતર ધૈર્ય સંપાદન માટે સમસ્ત આન્નપૂર્વમાં કહ્યું એ, આચરણ કરે જ છે જે પ્રમાણે પૂર્વમાં કથાનકમાં કહેવાયું તે પ્રમાણે ધર્મગુરુઓ પણ જ્યારે પોતાના ઉપદેશના બળથી કોઈક જીવ ભગવાનના વચનના પરમાર્થના બોધરૂપ જ્ઞાનને અને તે બોધ અનુસાર આત્મહિત સાધવાની રુચિરૂપ દર્શનને પામે છે અને કોઈક રીતે દેશવિરતિને પ્રાપ્ત કરે છે તેવા પણ જીવને જાણીને તે દેશવિરતિના પરિણામને વિશિષ્ટતર સ્થિરતાના સંપાદન માટે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે બધું જ કરે છે. શું કરે છે? તે ‘તથાદિ'થી બતાવે છે – તે ધર્મ ગુરુઓ તે જીવ પ્રત્યે આ પ્રમાણે કહે છે. શું કહે છે તે ‘વથ'થી બતાવે છે – ભદ્ર! તારા વડે જે કહેવાયું છે “તમે જ મારા નાથ છો.” એમ તારા માટે યુક્ત છે; પરંતુ આ પ્રમાણે સામાન્ય કહેવું જોઈએ નહીં, જે કારણથી તારા અને મારા સર્વજ્ઞ ભગવાન પરમાત્મા પરમ તાથ છે. તે જીવને પ્રસ્તુત ગુરુથી ઉપકાર થયો છે. અને પ્રસ્તુત જીવને યોગક્ષેમ કરનાર હોવાથી તે ગુરુને તે જીવ
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy