SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૯૩ જીવને વિસંસ્થૂલ કરે છે. આથી આવા પ્રબોધન માટે પ્રવૃત્ત એવા અમારા વડે આની અવિધેયતાને જોઈને પ્રસ્તુત જીવની વિરતિના ગ્રહણ માટેની અપ્રવૃત્તિને જોઈને, નિર્વેદ ન કરવો જોઈએ અર્થાત્ ઉપેક્ષા કરવી જોઈએ નહીં. પરંતુ સતત તેના પ્રબોધન માટે ઉચિત યત્ન કરવો જોઈએ તેમ ધર્મગુરુ વિચારે છે. તે આ પ્રમાણે અનેક વખત કરાયેલી દેશના જીવની યોગ્યતાને કરે છે. જે પ્રમાણે માટીનો ઘડો શિલાના વિશે પણ સ્વસ્થાનને પ્રાપ્ત કરે છે. અર્થાત્ ગુરુ વિચારે છે કે આ જીવ તત્વને જાણનારો છે, મોક્ષમાર્ગમાં રુચિવાળો છે છતાં ગૃદ્ધિઆપાદક કર્મો પ્રચુર છે, તેથી વિરતિને અભિમુખ પરિણામવાળો થઈ શકતો નથી. તોપણ અનેક વખત વિરતિના સ્વરૂપને ભિન્ન ભિન્ન દૃષ્ટિઓથી તેને સમજાવવામાં આવશે તો તે જીવમાં વિરતિના પરિણામને અનુકૂળ યોગ્યતા પ્રગટ થશે. જેમ પથ્થર ઉપર પણ માટીનો ઘડો રોજ મૂકવામાં આવે તો તે માટીના ઘડાથી ઘસાયેલ તે પથ્થર પણ કંઈક ઘસાયેલો થાય છે. તેથી માટીનો ઘડો ત્યાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. તેમ અત્યંત સંવેગપૂર્વકની કરાયેલી વિરતિના સ્વરૂપની દેશના આ જીવને પણ વિરતિનાં આવારક કર્મો કંઈક શિથિલ-શિથિલતર કરીને પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. જે મહાત્મા સંસારગત જીવને જિલદેશિત ધર્મના વિષયમાં બોધ કરાવે છે તેનાથી અન્ય હિતને કરનારો જગતમાં કોઈ નથી. અર્થાત્ તે મહાત્મા વિચારે છે કે સંસારમાં રહેલો જીવ દુરંત સંસારમાં જઈને પડશે. જે મહાત્મા ભગવાને કહેલો ધર્મ બતાવે છે તેનાથી અન્ય કોઈ ઉપકારક નથી. માટે મારે આ જીવતો ઉપકાર કરવો હોય તો પોતાના શ્રમને ગણ્યા વગર જ્યારે જ્યારે તે જીવ તત્ત્વશ્રવણ માટે આવે ત્યારે ત્યારે અવશ્ય વિરતિનું સૂક્ષ્મ-સૂક્ષ્મતર સ્વરૂપ મારે તેને બતાવવું જોઈએ જેથી તેનું હિત થાય. વળી, મહાત્મા વિચારે છે કે વિરતિ=સર્વપાપોની વિરતિ, શ્રેષ્ઠ ધર્મ છે. મારાથી ત=સર્વપાપોની વિરતિ, જો આને થાય તો પ્રયત્નનું સફળપણું થાય-ઉપદેશ માટે કરાયેલા મારા પ્રયત્નનું સફલપણું થાય. મારા વડે શું પ્રાપ્ત થયેલું ન થાય ? અર્થાત્ જો આ વિરતિને પ્રાપ્ત કરે તો મારા વડે સર્વ પ્રાપ્ત થયેલું થાય; કેમ કે દુરંત સંસારમાંથી પડતા જીવને રક્ષણ કરવા યોગ્ય શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી. અને બીજું મોટા અર્થને આશ્રયીને જે પરિશ્રમ કરે છે તેની સિદ્ધિમાં તેને તોષ થાય છે. અસિદ્ધિમાં વીરચેષ્ટિત થાય=તે મહાત્મા વિચારે છે કે યોગ્ય જીવને વિરતિની પ્રાપ્તિ કરાવવા અર્થે જે મોટા અર્થોનો હું પરિશ્રમ કરું છું તેનાથી આ જીવને જો વિરતિની પ્રાપ્તિ થશે તો મને હર્ષ થશે. અને કદાચ આ જીવતાં પ્રબલક હશે અને આ જીવને વિરતિની પ્રાપ્તિ નહીં થાય તોપણ મેં યોગ્યતાને જોઈને જે ઉચિત પ્રયત્ન કર્યો છે તે વીરચેષ્ટિત છે. તેથી અવશ્ય મને કલ્યાણની પ્રાપ્તિ થશે. તે કારણથી ગુરુએ પૂર્વમાં વિચાર્યું કે આ જીવને પ્રતિબોધ કરાવવામાં નિર્વેદ કરવો જોઈએ નહીં. કેમ કરવો જોઈએ નહીં તે તથદ' દ્વારા ચાર શ્લોકથી બતાવ્યું તે કારણથી, સર્વ પ્રયત્નથી ફરી વિશ્વાસ કરાવીને સર્વવિરતિ જ સર્વ સુખનું કારણ છે એ પ્રકારે આ જીવને વિશ્વાસ કરાવીને, સુંદર વચનો દ્વારા આવે=આ જીવને, હું બોધ કરાવું એ પ્રમાણે ચિત્તમાં અવધારણ કરે છે.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy