SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કરવા તત્પર થાય છે. જ્યારે અનેક જીવોમાં અમારા વડે સુનિશ્ચિત એવો પણ આ ઉપાય વિપરીતને આચરતા એવા તારા વડે વ્યભિચરિત વર્તે છે=તારા વડે અન્યથા કરાયો છે. તેથી હે દુર્મતિ ! તું આ પ્રમાણે કર નહીં=પરમાન્નને ગ્રહણ કરવામાં પ્રમાદ કર નહીં, હજી પણ હું કહું છું તે કર અને આ દુઃશીલપણું ત્યાગ કર=વિષયોની વૃદ્ધિનો ત્યાગ કર, દુર્ગતિમાર્ગ જેવી અવિરતિને છોડીને નિર્દ આનંદના સમૂહને દેનારી સર્વજ્ઞ વડે કહેવાયેલી જ્ઞાનદર્શનના ફલભૂત વિરતિને તું સ્વીકાર કર. ઇતરથા=જો તું વિરતિને સ્વીકાર કરીશ નહીં તો, પરમાર્થથી જ્ઞાનદર્શન પણ નિષ્ફળ પ્રાપ્ત થશે. ત્તિ=જે કારણથી, આ ભગવતી દીક્ષા ગ્રહણ કરાયેલી છતી સમ્યક્પાલન કરાતી સકલ કલ્યાણની પરંપરાને સંપાદન કરે છે અર્થાત્ પરલોકમાં સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષને સંપાદન કરે છે. અથવા પારલૌકિક કલ્યાણો દૂર રહો, જે કારણથી અનંત અમૃત રસથી તૃપ્ત થયેલાની જેમ સદા માનસથી આ ભગવાને કહેલા વિરતિમાં રત ચિત્તવાળા સુસાધુઓને હમણાં શું તું જોતો નથી, સ્વસ્થ થયેલા કામવિકલપણાને કારણે વિષયાભિલાષજનિત ઔત્સક્ય અને પ્રિય-વિરહની વેદનાને નહીં વેદન કરનારા, નિષ્કષાયપણાને કારણે લોભમૂલ ધનઅર્જનના રક્ષણ અને નાશનાં દુઃખોના અનભિજ્ઞાતા સુસાધુઓ શું તારા વડે નથી જોવાતા ? એમ અન્વય છે. ૨૭ ભગવાને બતાવેલી ભાગવતી દીક્ષા ગ્રહણ કરનારા મહાત્માઓ સમ્યગ્ રીતે પાલન કરીને સદ્ગતિઓની પરંપરા દ્વારા સુખની વૃદ્ધિને પ્રાપ્ત કરનારા છે. એટલું જ નહીં પણ આલોકમાં પણ વર્તમાનમાં જેઓ ભગવાને કહેલ પાપની વિરતિમાં રત ચિત્તવાળા છે તેઓનું ચિત્ત સતત ભગવાનના વચનથી ભાવિત થઈને નિષ્કષાય ભાવવાળું બને છે અર્થાત્ તેઓની કષાયની પરિણતિ ક્ષીણ-ક્ષીણતર થાય છે. તેથી જ અંત વગરના અમૃતરસથી તૃપ્ત થયેલા પુરુષથી જેમ જણાય છે. અર્થાત્ સતત આનંદરસથી વૃદ્ધિ પામતા જણાય છે. વળી, બાહ્યપદાર્થોની ઉત્સુકતા નહીં હોવાથી કોઈ પ્રકારની પ્રિયના વિરહઆદિ વેદનાને અનુભવતા નથી પરંતુ સ્વસ્થતાનો અનુભવ કરે છે. વળી, લોભ નહીં હોવાને કારણે ધન-અર્જુનઆદિ ક્લેશોને પણ પામતા નથી. વસ્તુતઃ સાધુ અવસ્થામાં જેને શિષ્યોનો લોભ છે, ભક્તવર્ગનો લોભ છે, પર્ષદા લોભ છે. તેઓ સદા તેની પ્રાપ્તિ કરવામાં ભક્તવર્ગને રક્ષણ ક૨વામાં, ભક્તવર્ગ અન્યત્ર જાય ત્યારે નાશના દુઃખને અનુભવનારા છે. પરંતુ શાંત રસવાળા મુનિઓને કોઈ લોભ નહીં હોવાથી તેવાં સર્વ દુ:ખોને નહીં વેદન કરનારા પ્રત્યક્ષથી દેખાય છે. વળી, ત્રિભુવનને વંદનીય છે અર્થાત્ જેમ ચક્રવર્તીઆદિ બાહ્ય સમૃદ્ધિને કારણે સંસારી જીવોથી વંદનીય બને છે. તેમ આ મહાત્માઓ અંતરંગ સમૃદ્ધિના કારણે ત્રણેય ભુવનને વંદનીય છે. સંસારસાગરથી ઉત્તીર્ણ જ પોતાને માનતા સદા આનંદિત છે. કરાતું હોય તે કરાયું એ ન્યાયથી સંસારમાં ઉત્તીર્ણ થવાના સમ્યગ્ ઉપાયોના જ્ઞાનપૂર્વક શક્તિના પ્રકર્ષથી તેને સેવનારા મહાત્માઓ હોવાથી અલ્પકાળમાં જ અવશ્ય પોતે સંસારથી પારને પામશે એ પ્રકારનો સ્થિર નિર્ણય હોવાથી સદા આનંદમાં વર્તે છે.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy