SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૮૫ ઉપનયાર્થ : તે આ પ્રમાણે – જ્યારે આ જીવ આવિર્ભતજ્ઞાત દર્શનવાળો પણ કર્મપરતંત્રતાને કારણે થોડી માત્ર પણ વિરતિને સ્વીકારતો નથી=જ્યારે આ જીવને સર્વકલ્યાણની પરંપરાનું કારણ વિવેકપૂર્વક સેવાયેલા પંચાચાર છે તેવી સ્થિરબુદ્ધિ થાય છે. ત્યારે પંચાચારના સૂક્ષ્મબોધ રૂપ જ્ઞાન અને પંચાચાર જ સર્વકલ્યાણનું એક કારણ છે તેવી રુચિરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે છતાં ભોગવિલાસ પ્રત્યેની રુચિ તિવર્તન પામતી નથી. તેથી અવિરતિ આપાદક કર્મ પરતંત્રતાના કારણે થોડી પણ વિરતિ સ્વીકારતો નથી. ત્યારે તેવા પ્રકારના વિષયોમાં ગાઢ મૂચ્છિત ચિત્તપણાથી રમતા એવા તેને જોઈને સદ્ધર્મગુરુઓને આ પ્રકારની અભિસંધિ થાય છે તીવ્ર અવિરતિના ઉદયને કારણે વિષયોમાંથી આનંદ લઈ શકે તેવું ચિત્ત હોય છે પરંતુ જિતવચનાનુસાર ઉચિત ક્રિયાઓ કરીને આનંદ લઈ શકે એવું ચિત્ત નહીં હોવાથી વિષયોમાં રમતા તે જીવોને જોઈને સદ્ધર્મગુરુને એવો અભિપ્રાય થાય છે કે જેમ ઉપદેશના બળથી આ જીવને જ્ઞાન, દર્શનની પ્રાપ્તિ થઈ તેમ વિશેષ ઉપદેશના બળથી ભોગલાલસા પણ તેની અલ્પ થશે તેથી તેનું હિત કરવાની અભિસંધિ થાય છે. તેથી કહે છે. જે “હુતથી બતાવે છે – આ જીવની કેવા પ્રકારની આત્મવૈરિતા છે ? કયા કારણથી આ રતદ્વીપને પામેલા વિર્ભાગ્ય પુરુષના જેવો અનર્દેય રત્નરાશિના જેવા વ્રતનિયમની આચરણાની અવગણના કરીને જીર્ણ થયેલા કાચના ટુકડા જેવા વિષયોમાં પ્રતિબંધને ધારણ કરે છે. જેમ કોઈ પુરુષ રત્નના દ્વીપને પામેલો હોય ત્યાં પણ રત્નને ગ્રહણ કરવાનું છોડીને ત્યાં રહેલા જીર્ણકાચના ટુકડાઓને ગ્રહણ કરે તે જેમ મૂર્ખ જેવી ચેષ્ટા છે તેમ જે મહાત્માને સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન પ્રગટ્યું છે તે મહાત્માને સર્વકલ્યાણનું એક કારણ પંચાચાર છે તેવી સ્થિરબુદ્ધિ થયેલી છે. તેથી રત્નદ્વીપને પામેલો છે. આમ, છતાં પંચાચારને સેવવાને અનુકૂળ વતનિયમની આચરણા સેવવા માટેનો ઉત્સાહ થતો નથી પરંતુ વિર્યામાંથી આનંદ લેવાની વૃત્તિ થાય છે. જેથી વિશેષ પ્રકારના રત્નોની પ્રાપ્તિ તુલ્ય ચારિત્રને તે પામી શકતો નથી અને વિષયોમાં પ્રતિબંધને ધારણ કરે છે. તેથી તે તેની મૂર્ખતા છે તેવું ધર્મગુરુને જણાય છે તેથી, તે ગુરુઓ પ્રાદુર્ભાવ થયેલા પ્રણયકોપની જેમ પ્રમાદાર એવા જીવને આ પ્રમાણે કહે છે – હે જ્ઞાનદર્શન વિદૂષક ! તારી આ અનાત્મજ્ઞતા શું છે ? અર્થાત્ તારી આ મૂર્ખતા શું છે ? કયા કારણથી સતત બૂમો પાડતા અમને તું લક્ષમાં લેતો તથી ? અકલ્યાણના ભાજળભૂત ઘણા અન્ય પણ પ્રાણીઓ અમારા વડે જોવાયા તેઓમાં પણ તું કેવલ અગ્રેસર છે. તત્ત્વને સાંભળવા માટે આવનારા મંદબુદ્ધિવાળા જીવો તત્ત્વને જલ્દી પ્રાપ્ત ન કરી શકે તેવા અકલ્યાણના ભાજનરૂપ ઘણા પ્રાણીઓ તે ગુરુના સંપર્કમાં આવેલા હતા. પરંતુ પ્રસ્તુત જીવ તો સૂક્ષ્મબોધને પામ્યા પછી સ્થિર સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન હોવાને કારણે વિશેષ-વિશેષ પ્રકારે તત્ત્વ પ્રાપ્ત કરવા અર્થે ગુરુ પાસે આવે છે. પ્રતિદિન નવું નવું તત્ત્વ સાંભળે છે. છતાં વિષયોના પ્રતિબંધને છોડીને વિરતિને અભિમુખ થતો
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy