SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ઉપનયાર્થ : સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું માહાભ્ય અને જે પ્રમાણે સ્વસ્થીભૂત ચિત્તવાળા તે રાંકડા વડે વિચારાયું જે “વહુ'થી બતાવે છે – આ પુરુષ મારા પ્રત્યે અત્યંત વત્સલવાળો મહાનુભાવ છે તોપણ મોહથી ઉપહત એવા મારા વડે અજ્ઞાનથી નષ્ટબુદ્ધિ એવા મારા વડે, પૂર્વમાં વંચક એવો આ પુરુષ આ પ્રપંચથી ધર્મના વર્ણન પ્રપંચથી, મારું આ ભોજન હરણ કરશે એ પ્રમાણે કલ્પના કરાયો તેથી દુષ્ટચિંતક એવા મને ધિક્કાર થાઓ તે આ પ્રમાણે – જો આ મહાત્મા હિતઉઘતમતિવાળા ન થાત તો કેમ આ અંજન પ્રયોગથી મારી પટુષ્ટિતાને કરે? અથવા કયા કારણથી પાણીના પાનથી સ્વસ્થતાને સંપાદન કરે? અને આ પુરુષ મારી પાસેથી કોઈ ઉપકારની અપેક્ષા રાખતા નથી. તો શું? મહાનુભાવતા જ એક આમની પ્રવર્તિકા છે ઉત્તમતા જ આ મહાત્માને મારા ઉપકાર અર્થે પ્રવૃત્તિ કરાવનાર છે. એ પ્રમાણે કથાનકમાં કહેવાયું, તે આ જીવ પણ સંજાત સમ્યગ્દર્શનવાળો છતો આચાર્ય વિષયક વિચારે જ છે પૂર્વમાં કહ્યું તે આ આચાર્ય વિષયમાં વિચારે જ છે, તે આ પ્રમાણે – યથાવસ્થિત અર્થદર્શિપણાથી જે પ્રકારે સંસારનું સ્વરૂપ છે મોક્ષનું સ્વરૂપ છે અને મોક્ષના ઉપાયભૂત ધર્મનું સ્વરૂપ છે તેને યથાવસ્થિત જોનાર હોવાથી, આ જીવ રૌદ્રતાનો ત્યાગ કરે છે પૂર્વમાં જે ધનની મૂર્છાને કારણે આચાર્યના ઉપદેશને સાંભળીને રૌદ્રધ્યાન થયેલું તે રૌદ્રતાનો ત્યાગ કરે છે. મદાધતાનો ત્યાગ કરે છે મારી પાસે ધનસંપત્તિ વગેરે છે તેના કારણે પોતે સમૃદ્ધ છે એ પ્રકારની મદાલ્પતાનો ત્યાગ કરે છે; કેમ કે સમ્યગ્દર્શન થવાથી ધર્મરૂપી ધનથી જ પોતે સમૃદ્ધ છે. તુચ્છ ધનાદિથી નહીં તેવી બુદ્ધિ થાય છે, કૌટિલ્યના અતિરેકનો ત્યાગ કરે છે=મહાત્માઓના ઉપદેશને સાંભળતી વખતે પોતાના કૌટિલ્યને કારણે તેઓના વિષયમાં જે મિથ્યા આશંકા થતી હતી તેના બીજભૂત જે કૌટિલ્યનો અતિરેક હતો તેનો ત્યાગ કરે છે અર્થાત્ સર્વથા કુટિલતા ગઈ નથી પરંતુ અતિશય કુટિલતાને કારણે પરમ ઉપકારિત એવા પણ મહાત્મા મને ઠગનારા છે એવી જોનારી જે અત્યંત કુટિલદષ્ટિ હતી તેનો ત્યાગ કરે છે. ગાઢલોભિષ્ટતાનો ત્યાગ કરે છે અર્થાત્ ધનાદિનો લોભ સર્વથા ગયો નથી પરંતુ પૂર્વમાં તે જ સર્વસ્વ જણાતું હતું હવે સમ્યગ્દર્શનની પ્રાપ્તિને કારણે પરલોકના હિતની ચિંતા થવાથી ભગવદ્ ભક્તિ આદિમાં ધનનો વ્યય કરે છે આથી પૂર્વતી જે ગાઢલોભિષ્ટતા હતી તેનો ત્યાગ કરે છે. રાગના પ્રકર્ષને શિથિલ કરે છે; કેમ કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી વીતરાગતા પ્રત્યે રાગબુદ્ધિ થવાથી અન્ય વિષયોમાં રાગ અપકર્ષવાળો થાય છે. દ્વેષના ઉત્કર્ષ કરતો નથી=પ્રતિકૂળ ભાવોમાં ક્યારેક દ્વેષ થાય છે તોપણ તત્વના પર્યાલોચનથી તેને ક્ષીણ કરવા પ્રયત્ન કરે છે તેથી Àષના ઉત્કર્ષ કરતો નથી, મહામોહના દોષને દૂર કરે છેવારંવાર વીતરાગતા આદિ ભાવો આત્માના હિતરૂપ છે તે પ્રકારનું ભાવત કરીને તત્વના વિષયમાં જે મૂઢતા રૂપ મહામોહદોષ હતો તેને સતત ક્ષીણ કરવા પ્રયત્ન કરે છે. તેથી આ જીવનું માનસ પ્રસાદવાળું થાય છે તત્વના બોધથી પોતે કૃતકૃત્ય થયો છે તેવો નિર્ણય થવાથી મનમાં હંમેશાં આનંદ વર્તે છે. અંતરઆત્મા નિર્મળ થાય છે-મિથ્યાત્વાદિ બંધના
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy