SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૭૧ ઉપનય : तत्त्वप्रीतिकरोदकपानोपनयः एवञ्च कथयता भगवता धर्मसूरिणा सम्यक्प्रत्यायितमानसस्तदनुभावादेव विलीनक्लिष्टकर्ममलः सोऽयं जीवः सम्यग्दर्शनं प्रतिपद्येत, ततश्चैतत्सत्तीर्थोदकमिव तत्त्वप्रीतिकरं धर्मगुरुभिर्बलाद् गालितमित्यवसेयं, यतश्च तत्प्रभृति तत्प्रतिपत्तौ मिथ्यात्वं यदुदीर्णमासीत् तत्क्षीणं, यत्पुनरनुदीर्णं तदुपशान्तावस्था गतं, केवलं तदपि प्रदेशानुभवेनानुभूयते, तदेव चात्र महोन्मादः तस्मात्स नष्ट एव प्रायो नैकान्तेनाद्यापि नष्ट इति बोद्धव्यम् यतश्च सम्यग्दर्शनलाभे समस्तान्यपि शेषकर्माणि तनुतां गच्छन्ति, तान्येव च गदीभूतानि, अतोऽयं जीवस्तत्प्राप्तौ संजातान्यगदतानव इत्युच्यते, यतश्चराचरजन्तुसंघातदुःखदाहदलनत्वादत्यन्तशीतः सम्यग्दर्शनपरिणामोऽयं, अतस्तत्सम्पत्तावयं जीवो विगतदाहार्तिः स्वस्थमानसो लक्ष्यत इति। ઉપનયાર્થ: તત્ત્વપ્રીતિકર પાણીના પાનનો ઉપાય અને આ રીતે કથન કરતા ભગવાન ધર્મસૂરિથી સમ્યફ વિશ્વાસ પામેલા માનસવાળો, તેના અનુભાવને કારણે જ=સદ્ગુરુના વચનમાં વિશ્વાસ થવાને કારણે જ, વિલીન ક્લિષ્ટકર્મવાળો આ જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. અને તેથી=પૂર્વમાં ચાર પુરુષાર્થોનું વર્ણન કર્યું અને તેના દ્વારા પ્રસ્તુત જીવને તત્ત્વશ્રવણને અભિમુખ કર્યો જેના કારણે ધર્મના પારમાર્થિક સ્વરૂપને જાણીને તે જીવ સમ્યગ્દર્શન પામે છે તેથી, સત્ તીર્થોદકની જેમ આ તત્વપ્રીતિકર ધર્મગુરુઓ વડે બલાત્ તેના મુખમાં નાખ્યું છે તે પ્રમાણે જાણવું, અને જે કારણથી ત્યારથી માંડી તપ્રતિપત્તિ થયે છત=સમ્યત્ત્વની પ્રાપ્તિ થયે છતે, જે મિથ્યાત્વ ઉદીર્ણ હતું તે ક્ષીણ થયું અને જે વળી અનુદીર્ણ હતું તે ઉપશાંત અવસ્થામાં ગયું. કેવલ તે પણ પ્રદેશના અનુભવથી જ અનુભવાય છે, તે જ મિથ્યાત્વ અહીં=સમ્યત્ત્વની પ્રાપ્તિમાં, મહા ઉન્માદ છે. તે કારણથી તે=મિથ્યાત્વતા દળિયા, પ્રાયઃ નષ્ટ જ છે, એકાંતથી હજી નષ્ટ તથી એ પ્રમાણે જાણવું. અને જે કારણથી સમ્યગ્દર્શનના લાભમાં સમસ્તપણ શેષક–સમસ્ત પણ તત્વનાં બાધક ઘાતિકર્મો, ત_તાને પામે છે. અને તે જ શેષઘાતિકર્મો જ, જીવ માટે રોગ સ્વરૂપ છે. આથી આ જીવ તેની પ્રાપ્તિમાં=સમ્યક્તની પ્રાપ્તિમાં, પ્રાપ્ત થયા છે અચરોગો અલ્પ જેને એવો છે એ પ્રમાણે કહેવાય છે. જે કારણથી આ સમ્યગ્દર્શનનો પરિણામ અત્યંત શીત છે; કેમ કે ચરાચર એવા જીવોના સમૂહમાં વર્તતા કષાયરૂપી દુઃખતા દાહનું દલનપણું છે=સમ્યગ્દર્શનમાં તે કષાયોની પીડા અલ્પ-અલ્પતર થાય છે. આથી તેની સંપત્તિમાં આ જીવ=સમ્યક્તની પ્રાપ્તિમાં આ જીવ, ચાલી ગયેલી દાહની પીડાવાળો સ્વસ્થ માનસવાળો જણાય છે.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy