SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સ્વરૂપ છે અર્થાત્ દુષ્કૃતગર્હાકાળમાં દુષ્કૃત પ્રત્યેનો દ્વેષનો પરિણામ શુભલેશ્યા રૂપ હોવાથી પુણ્ય ઉપચયનું કારણ બને છે અને દુષ્કૃતના સંસ્કારો શિથિલ કરે તેવા મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ હોવાથી દુષ્કૃત આપાદક કષાય પરિણતિને ક્ષીણ કરીને તેવાં પાપકર્મોના વિલયને કરે છે. તે આ બે પ્રકારનો પણ ધર્મનો સ્વભાવ=જીવના નિર્મળ ઉપયોગથી નિષ્પન્ન થતા પુણ્ય ઉપચય અને ઘાતિકર્મના વિગમન રૂપ બે પ્રકારનો પણ ધર્મનો સ્વભાવ, યોગીઓ વડે દેખાય છે=કાર્યણવર્ગણાને જોઈ શકે એવા અવધિજ્ઞાની એવા કે મનઃપર્યવજ્ઞાની એવા યોગીઓ વડે દેખાય છે; કેમ કે શુભપરમાણુનો ઉપચય અને પૂર્વ ઉપચિત ઘાતિકર્મનો વિલય તેઓ પ્રત્યક્ષથી જોઈ શકે છે. અને અમારા જેવા વડે= કાર્યણવર્ગણાને નહીં જોનારા પરંતુ ભગવાનના વચનના પરમાર્થને જોનારા મહાત્માઓ વડે, અનુમાનથી દેખાય જ છે. સાશ્રવ અનાશ્રવરૂપ સ્વભાવધર્મ અનુમાનથી દેખાય જ છે; કેમ કે મોહના સ્પર્શને ક્ષીણ કરતો વર્તમાનમાં પોતાનો મતિજ્ઞાનનો ઉપયોગ ક્ષયોપશમભાવના પરિણામરૂપ હોવાથી પુણ્ય ઉપચય કરે છે. અને મોહની અનાકુળતાને સ્પર્શનાર હોવાથી ઘાતિકર્મનો નાશ કરે છે. તે પ્રકારનું અનુમાન તેઓ કરી શકે છે. જેમ ધૂમને જોઈને પર્વત ઉપર વહ્નિ છે તેમ દેખાય છે એ રીતે પોતાના વર્તમાન ઉપયોગના બળથી મારામાં પુષ્ટિશુદ્ધિમતુચિત્ત વર્તે છે એવું સ્વસંવેદન હોવાથી પુણ્ય ઉપચય અને ઘાતિકર્મનો વિલય થાય છે. એ પ્રકારના અનુમાનથી જણાય છે. વળી, ધર્મનું કાર્ય જેટલા જીવગત સુંદર વિશેષો છે તે પણ=તે સુંદર વિશેષો પણ પ્રતિપ્રાણીમાં પ્રસિદ્ધપણું હોવાથી પરિસ્ફુટતર દેખાય જ છે. સંસારવર્તી જીવો મનુષ્યભવને પામીને મારો આત્મા શાશ્વત છે ઇત્યાદિ સત્ શાસ્ત્રોને સાંભળીને શાશ્વત આત્માની હિતચિંતા અર્થે ઉચિત પ્રવૃત્તિ આદિ કરે અર્થાત્ અર્થશ્રવણ કરે, તત્ત્વને સ્થિર કરે, વિશેષ વિશેષ જાણવા યત્ન કરે અને તેના ફળરૂપે સુંદર દેવભવ, સુંદર મનુષ્યભવ આદિ જે કંઈ ધનવૈભવ આદિથી યુક્ત પ્રાપ્ત કરે તે સર્વ સુંદરવિશેષો દરેક જીવોમાં સ્પષ્ટ દેખાય છે. તે ધર્મનું જ કાર્ય છે. તે કારણથી આ કારણ, સ્વભાવ, કાર્ય એવા ત્રણ રૂપ ધર્મને જોતા એવા તારા વડે શું જોવાયું નથી ? જેથી મારા વડે ધર્મ જોવાયો નથી એમ કહે છે, જે કારણથી આ જ ત્રિતય=કારણ સ્વભાવ અને કાર્ય એ જ ત્રિતય ધર્મધ્વનિથી કહેવાય છે=ધર્મ શબ્દથી વાચ્ય છે, ફક્ત આ વિશેષ છે, અને તે વિશેષ જ ‘વ્રુત’થી બતાવે છે કારણમાં કાર્યનો ઉપચાર કરીને સઅનુષ્ઠાન ધર્મ એ પ્રમાણે કહેવાય છે. જે પ્રમાણે વાદળાંઓ ચોખાને વર્ષાવે છે. વાદળાંઓ જલને વર્ષાવે છે તેનાથી ચોખારૂપ ધાન્ય ઊગે છે ત્યારે લોકમાં કહેવાય છે કે વાદળાંઓ ચોખાનો વરસાદ કરે છે, તેમ જે મહાત્માઓ જિનવચનથી નિયંત્રિત સદ્અનુષ્ઠાન કરે છે તેનાથી આત્મામાં મતિજ્ઞાનની પરિણતિરૂપ ધર્મ ઉત્પન્ન થાય છે જે પરિણતિકાળમાં જ પુણ્યનો ઉપચય અને ઘાતિકર્મના અપચયરૂપ સાશ્રવ અને અનાશ્રવ રૂપ ધર્મ પ્રગટે છે જેથી તે ધર્મની નિષ્પત્તિનું કારણ સદ્દનુષ્ઠાન —
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy