SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૬૩ અને સર્વ પણ જીવગત અશોભન વિશેષોનું અંતરંગ કારણ અધર્મ જ છે. અને ખરાબ અંતવાળો એવો તે જ=અધર્મ જ, આ જીવને દુષ્કુલોમાં ઉત્પન્ન કરે છે. વિશેષદોષના નિવાસતાને પ્રાપ્ત કરાવે છે. સર્વવ્યવસાયને વિફલ કરે છે સુખનો અર્થી જીવ જે કંઈ સુખના ઉપાયરૂપે યત્ન કરે છે તે સર્વને વિફલ કરે છે. પ્રાપ્ત થયેલા ભોગોના ઉપભોગમાં વિદ્ધભૂત એવા શક્તિવૈકલ્યને ઉત્પન્ન કરે છે =કંઈક પુણ્યના લેશથી ભોગસામગ્રી મળેલી હોય તો પણ તેના ભાગમાં વિધ્યભૂત એવા રોગાદિ કે અન્ય ઉપદ્રવોને ઉત્પન્ન કરીને ભોગની શક્તિની વિકલતાને ઉત્પન્ન કરે છે. અને બીજા પણ અમનોજ્ઞ એવા અનંતવિશેષોને આ જીવમાં આધાર કરે છે. તે કારણથી જેના બળથી આ સમસ્ત સંપત્તિઓ છે તે જ ધર્મપ્રધાન પુરુષાર્થ છે. હિં=જે કારણથી, અર્થકામને ઈચ્છતા એવા પણ પુરુષોને ધર્મ વગર પ્રાપ્ત થતા નથી=અર્થકામ પ્રાપ્ત થતા નથી. વળી, ધર્મવાળા પુરુષોને અતર્કિત અર્થકામ સ્વતઃ જ પ્રાપ્ત થાય છે=અર્થકામની ઈચ્છા હોવા છતાં હું શું પ્રયત્ન કરું જેથી મને અર્થ મળે, હું શું પ્રયત્ન કરું જેથી મને કામ મળે એવા વિકલ્પો કર્યા વગર એવા પ્રકારના પ્રકૃષ્ટ પુણ્યના બળથી સ્વતઃ જ અર્થકામ પ્રાપ્ત થાય છે. આથી અર્થકામના અર્થી એવા પુરુષો વડે પરમાર્થથી ધર્મ જ સેવવા માટે યુક્ત છે. તે કારણથી તે જ પ્રધાન છે. જીવ જ્યારે મોહવાસિત થઈને ક્લેશો કરે છે ત્યારે ભોગાદિ ક્રિયાથી પણ અધર્મ કરે છે, ધનઅર્જનઆદિમાં પણ અધર્મ કરે છે; કેમ કે તે પ્રકારના ભોગાદિમાં અને ધનાદિમાં મોહની જ વૃદ્ધિ કરે છે. પરંતુ ધર્મથી નિયંત્રિત ભોગાદિમાં પ્રવૃત્તિ કરતો નથી અને ક્વચિત્ ધર્મના અનુષ્ઠાનો કરે ત્યારે પણ તત્ત્વની જિજ્ઞાસા વગરના તુચ્છમતિવાળા જીવો માનખ્યાતિ આદિમાં ક્લેશોને જ કરે છે. ધાર્યા પ્રમાણે માનખ્યાતિઆદિ ન મળે તો ખેદ, ઉદ્વેગઆદિ ભાવો જ કરે છે. પરંતુ ગુણવૃદ્ધિનું કારણ બને તે પ્રકારે ધર્મને સેવતા નથી. તેથી મોહવાસિત ચિત્તવાળા જીવો અર્થના ઉપાર્જનકાળમાં, ભોગના સેવનકાળમાં અને ધર્મઅનુષ્ઠાનકાળમાં પણ મોહધારાની વૃદ્ધિ કરે છે. જેનાથી અધર્મની પ્રાપ્તિ થાય છે અર્થાતુ પાપપ્રકૃતિ બંધાય છે. અને મોહના સંસ્કારો દૃઢ-દઢતર થાય છે જેના ફળરૂપે તેઓ ખરાબકુળોમાં જન્મે છે અને મોહના સંસ્કારો દૃઢ કરેલા હોવાથી બધા પ્રકારના દોષનું નિવાસસ્થાન બને છે. અને ભોગાદિની અને સુખની લાલસાવાળા તે જીવો જે જે પ્રયત્ન કરે છે તે સર્વ પ્રયત્નને વિફલ કરનાર અધર્મના સેવનકાળમાં બંધાયેલાં અંતરાયકર્મને કારણ બને છે. વળી, કોઈક તુચ્છ પુણ્યના કારણે ભોગો પ્રાપ્ત થયેલા હોય તો પણ તે ભોગને ભોગવવામાં વિજ્ઞભૂત નિમિત્તને અધર્મ ઉત્પન્ન કરે છે જેથી તે ભોગો પણ તે જીવને સુખ આપી શકતા નથી. પરંતુ ક્લેશનું જ કારણ બને છે. વળી, જીવને જે જે ન ગમે એવાં હોય તેવાં સર્વ દુઃખો અધર્મ જ ઉત્પન્ન કરે છે. તેથી જેના બળથી જીવને સર્વ પ્રકારના સુખની પ્રાપ્તિ થતી હોય તેવો ધર્મ જ પ્રધાન પુરુષાર્થ છે, આથી જ ધર્મ સેવનારાઓને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વગર વિકલ્પ પણ સ્વાભાવિક જ તેની ઇચ્છાની પૂર્તિ થાય તેવા સુંદર અર્થકામ પણ પ્રાપ્ત થાય છે અને અર્થકામની પ્રાપ્તિકાળમાં પણ પૂર્વમાં લેવાયેલા ધર્મના ઉત્તમ સંસ્કારો જાગૃત થાય છે. માટે જે જીવોને અર્થકામની ઇચ્છા હોય તેવાએ પણ પરમાર્થથી ધર્મમાં જ યત્ન કરવો જોઈએ; કેમ કે સર્વ પ્રકારના સુખની પરંપરાનું એક કારણ ધર્મ જ છે માટે તે જ પ્રધાન પુરુષાર્થ
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy