SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ જ, સુંદરતાની બુદ્ધિને ધારણ કરે છે. જે મહામોહ વિકૃતિ છે તોપણ આને=પ્રસ્તુત જીવને, શ્રવણાભિમુખકરણથી=અર્થ કથા અને કામ કથાનું વર્ણન કરીને ધ્યાનપૂર્વક શ્રવણ કરે તેવા પ્રકારના પરિણામ કરાવાથી, અમારો પરિશ્રમ સફલ છે. મારા વડે ચિંતન કરાયેલા પ્રતિબોધના ઉપાયના બીજથી=ધર્માચાર્ય વડે વિચારાયેલા પ્રતિબોધતા ઉપાયના બીજથી, સર્વથા અંકુરો મુકાયો છે=શ્રવણને અભિમુખ કરવા રૂપ માર્ગપ્રાપ્તિનું બીજ મુકાયું છે. આને=પ્રસ્તુત જીવને, માર્ગનો અવતાર થશે=આગળના ઉપદેશથી ફરી માર્ગમાં અવતાર પ્રાપ્ત થશે. એ પ્રમાણે સ્વચિત્તમાં અવધારણ કરીને તેઓ વડે=ધર્માચાર્ય વડે, કહેવાય છે. હે ભદ્રે ! અમે યથાવસ્થિત વસ્તુના સ્વરૂપનું પ્રકાશન કરીએ જ છીએ. જૂઠું બોલવા અમે જાણતા નથી. તેથી=આ પ્રકારે ધર્માચાર્યે કહ્યું તેથી, આ જીવ પ્રત્યાયિત ચિત્તવાળાને કારણે=વિશ્વસ્તચિત્તપણાને કારણે, બોલે છે. ધર્માચાર્ય અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થને પ્રધાન ગણનારા જીવો જેવું કહે છે, એવું સત્ય વચન જીવને કહે છે. આમ છતાં મોહથી આવિષ્ટ તે જીવને તે રોચક લાગેલું તેથી ગુરુના વચનમાં વિશ્વાસ થયેલો અને ગુરુએ પણ કહ્યું કે અમે વસ્તુ જેવી હોય તેવી જ કહીએ છીએ, ક્યારેય મૃષા બોલતા નથી. તે સાંભળીને તેને વિશ્વાસ થાય છે કે ખરેખર ગુરુ યથાસ્થિત જ કહે છે; કેમ કે જેવું અર્થનું સ્વરૂપ અને કામનું સ્વરૂપ તેઓએ બતાવ્યું છે તે તેવું જ છે તેથી વિશ્વાસ પામેલો તે જીવ કહે છે. - શું કહે છે ? તે બતાવે છે - હે ભગવંતો આ રીતે આ છે–તમે યથાવસ્થિત વસ્તુનું પ્રકાશન કરો છો, મૃષા બોલતા નથી એ રીતે આ વસ્તુ છે. આમાં=તમારા કથનમાં, સંદેહ નથી. ગુરુઓ કહે છે. જો આ પ્રમાણે છે=અમે સત્ય જ કહીએ છીએ એવો તને નિર્ણય છે એ પ્રમાણે છે, તો હે ભદ્ર ! શું તારા વડે અર્થ-કામનું માહાત્મ્ય અવધારણ કરાયું. અર્થાત્ અર્થ-કામપુરુષાર્થ કેવા માહાત્મ્યવાળા છે તેનું સ્વરૂપ ગુરુએ કહ્યું એ પ્રમાણે તારા વડે અવધારણ કરાયું. તે−તે જીવ, કહે છે અત્યંત અવધારણ કરાયું છે. ઉપનય ઃ धर्म एव प्रधानः पुरुषार्थः ततो गुरवो वदेयुः - सौम्य ! एते चत्वारः पुरुषार्थाः कथयितुं प्रक्रान्ताः, तत्रैव द्वयोः स्वरूपमभिहितं, अधुना तृतीयस्याभिधीयते, तदप्येकचित्तेन भवताऽऽकर्णनीयं, स वदेत् एष दत्तावधानोऽस्मि, कथयन्तु भगवन्तः । ततो गुरवो ब्रूयुः - भो लोकाः ! धर्म एव प्रधानः पुरुषार्थ इत्यन्ये मन्यन्ते, तथाहि - तुल्ये जीवत्वे किमित्येके पुरुषाः कुलक्रमागतद्रविणोपचितेषु गुरुतरचित्तानन्दसन्दर्भधामसु निःशेषजगदभ्यर्हितेषु कुलेषूपजायन्ते ? किमिति चान्ये पुरुषा एव धनगन्धसम्बन्धविकलेषु समस्तदुःखभरभाजनेषु सर्वजननिन्दनीयेषु कुलेषूत्पद्यन्ते ? तथा किमित्येकजननीजनकतया सहोदरयोर्यमलयोश्च द्वयोः पुरुषयोरेष विशेषो दृश्यते यदुत - एकस्तयोर्मध्ये रूपेण मीनकेतनायते, प्रशान्ततया मुनिजनायते, बुद्धिविभवेना
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy