SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સમ્યજ્ઞાન સમ્યગુરુચિ પ્રગટ કરે છે. સમ્યગુ રુચિ મોક્ષને અનુકૂળ સમભાવનો યત્ન કરાવે તેવાં ઉચિત અનુષ્ઠાનોમાં યત્ન કરાવે છે. અને તે અનુષ્ઠાનોના સેવનથી પ્રગટ થયેલ સમભાવનો પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષમાં વિશ્રાંત થાય છે. તેથી મહાકલ્યાણનું અવ્યવહિત કારણ ચારિત્ર છે અને વ્યવહિત કારણ જ્ઞાન, દર્શન છે. તેથી અવ્યવહિત કારણ એવા ચારિત્રને મહાકલ્યાણ કહેવાય છે. અને તે જ=આ મહાકલ્યાણરૂપ પરમાત્ત જ, રાગાદિ રૂપ મહાવ્યાધિના સમૂહને મૂળ સહિત ઘાતને કરે છે અર્થાત્ તે પરમાત્ત રાગાદિ મહાવ્યાધિનો એ રીતે નાશ કરે છે જેથી ફરી ક્યારેય તે વ્યાધિ પ્રગટ ન થાય એ પ્રકારે વ્યાધિના મૂળ સહિત વ્યાધિનો નાશ કરે છે. અને તે જ મહાકલ્યાણરૂપ ચારિત્ર જ, વર્ણની પુષ્ટિ, ધૃતિ, બળ, મનપ્રસાદ, જિત્ય, વયસ્તંભ, સવીર્યતાતુલ્ય સમસ્ત આત્મગુણોને આવિર્ભાવ કરે છે. કઈ રીતે ચારિત્ર સુંદર પરમાત્રની જેમ આત્મગુણોને આવિર્ભાવ કરે છે ? તે ‘તથાદિથી સ્પષ્ટ કરે છે – તે જીવમાં વર્તમાન એવું ચારિત્ર વૈર્યનો પ્રભાવ છે=મોહની સામે લડવાને અનુકૂળ ઘેર્ય પ્રગટ કરે છે. ઔદાર્યનું કારણ છે=બધા જીવ પ્રત્યે સમભાવના પરિણામરૂપ ચારિત્ર હોવાથી બધાનું હિત કરે તેવા ઔદાર્યનું કારણ છે. ગાંભીર્યની આકર છેeખાણ છે. અર્થાત્ જેમ જેમ ચારિત્ર પરિણમન પામે છે, તેમ તેમ જીવ ગંભીરતાપૂર્વક આત્માના સૂક્ષ્મભાવો જોવા માટે સમર્થ બને છે તેથી ચારિત્ર ગાંભીર્યની ખાણ છે. પ્રશમનું શરીર છે અર્થાત્ જેમ જેમ ચારિત્ર આત્મામાં પ્રગટે છે, તેમ તેમ જીવ કષાયોના પ્રશમ પરિણામવાળો બને છે. વૈરાગ્યનું સ્વરૂપ છે=જેમ જેમ ચારિત્ર પરિણમન પામે છે તેમ તેમ જીવ બાહ્યપદાર્થો પ્રત્યે વિરક્ત થાય છે તેથી ચારિત્ર વૈરાગ્યનું સ્વરૂપ છે. વીર્યઉત્કર્ષનો અતુલ હેતુ છે જેમ જેમ ચારિત્ર પરિણમન પામે છે તેમ તેમ ઉપસર્ગો અને પરિષહોથી જીવ ક્ષોભ ન પામે તેવો અતુલ બળવાળો થાય છે. તેથી ચારિત્ર વીર્યના ઉત્કર્ષનો હેતુ છે. નિર્બદ્ધતાનો આશ્રય છે જેમ જેમ ચારિત્ર પરિણમન પામે છે તેમ તેમ રાગ-દ્વેષ, રતિ-અરતિ વગેરે દ્વજો ચિત્તમાંથી નષ્ટ-નખતર થાય છે, તેથી ચારિત્ર નિર્બદ્ધતાનો આશ્રય છે. ચિત્તના નિર્વાણનું કુલમંદિર છે જેમ જેમ ચારિત્રનો પરિણામ આત્મામાં સ્થિર થાય છે તેમ તેમ ચિત્ત નિમિત્તોને પામીને વિષયોમાં ગતિશીલ પરિણામવાળું હતું તે શાંત શાંતતર થાય છે તેથી ચિત્તના નિર્વાણનું કુલમંદિર ચારિત્ર છે. દયાદિ ગુણરત્નોની ઉત્પત્તિભૂમિ છે આત્માની દયા, જગતના જીવોની દયા આદિ ગુણોની ઉત્પત્તિ ચારિત્રના બળથી થાય છે તેથી ચારિત્ર તે સર્વગુણોની ઉત્પત્તિની ભૂમિ છે. આવા વડે શું? આટલા ગુણો વડે શું? જે તે અનંતજ્ઞાન, દર્શન, વીર્ય, આનંદથી પરિપૂર્ણ, અક્ષય, અવ્યય, અવ્યાબાધ એવું ધામ=મુક્ત અવસ્થારૂપ ધામ, તે પણ તત્ સંપાદિત છે=ચારિત્રથી જ પ્રાપ્ત થાય તેમ છે. આથી અજરામરપણું પણ તે ચારિત્ર, ઉત્પન્ન કરે છે, એ પ્રમાણે કહેવાય છે. તે કારણથી તે ધર્માચાર્યને સુદૂર પણ વિચારીને આ દ્રમકતા રોગના ઉપશમનું કારણ વિમલાલોક અંજનાદિ છે તેમ સ્મરણ થયું તે કારણથી, આને=આ જીવને, આ જ્ઞાન-દર્શન-ચારિત્રત્રયથી સમ્યગ્ પ્રકારે પ્રારંભ કરાવીને-સંવેગ ઉત્પન્ન કરીને, ક્લિષ્ટ કર્મજાળોથી હું મુક્ત કરું એ પ્રમાણે સદ્ધર્મગુરુ પણ ચિત્તમાં અવધારણ કરે છે.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy