SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ 233 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ તે પ્રકારનું પરિકલ્પન કરતો અતત્ત્વદર્શનને કારણે શૈવ-દ્વિજાતિ-રક્તભિક્ષુ-દિગંબર આદિની સાથે તેઓને=ધર્માચાર્યોને, તુલ્ય કલ્પે છે. અને ભિન્નકર્મગ્રંથિથી પણ દર્શન મોહનીયતા પુંજત્રય કરણ વડે જ્યારે વળી મિથ્યાત્વના પુંજમાં આ જીવ વર્તે છે, ત્યારે આવા પ્રકારના કુવિકલ્પો સંભવે છે. उपनय : मिथ्यात्वे प्रवृत्तिः ततश्च तैराकुलीकृतहृदयस्यास्य जीवस्य पुनः प्रसर्पति मिथ्यात्वविषं, ततस्तद्वशगोऽयं जीवः शिथिलयति मौनीन्द्रदर्शनपक्षपातं विमुञ्चति पदार्थजिज्ञासां, अवधीरयति सद्धर्मनिरतं जनं, बहु मन्यते निर्विचारकलोकं, प्रमादयति प्राक् प्रवृत्तं सत्कर्त्तव्यलेशं, परित्यजति भद्रकभावं, रज्यते नितरां विषयेषु, पश्यति तत्त्वबुद्ध्या तत्साधनं धनकनकादिकं, गृह्णाति तथोपदिशन्तं गुरुं वञ्चकबुद्ध्या, नाकर्णयति तद्वचनं, भाषते धर्मावर्णवादान्, उद्घट्टयति धर्म्मगुरूणां मर्मस्थानानि, लगति प्रतीपं कूटवादेन, निराक्रियते पदे पदे गुरुभिः ततश्चासौ चिन्तयति - सुरचितग्रन्थप्रपञ्चा एते श्रमणान निराकर्त्तुं मादृशैः पार्यन्ते, ततो मामलीकविकल्पजालेन विप्रतार्य पुनः करिष्यन्त्येते मायावितयाऽऽत्मभक्ष्यस्थानं, अतो दूरतएव मयैते वर्जनीयाः, स्वगृहाद्वारणीयाः, दृष्टा अपि न सम्भाषणीयाः, नामापि न सोढव्यमेतेषामित्येवं कदन्नकल्पे धनविषयकलत्रादिके मूर्च्छितहृदयस्तत्संरक्षणप्रवणोऽयं जीवः सदुपदेशदायकान् महामोहवशगो वञ्चकत्वेन कल्पयन् रौद्रध्यानमापूरयति, ततो नष्टविवेकचेतनस्तैः सद्धर्माचार्यैरूर्ध्वाकारनिखातकाष्ठकीलककल्पो लक्ष्यते, अत एव च तेषां सम्बन्धिन्या दयया दीयमानं तदानीं सुन्दरपरमान्नकल्पं सदनुष्ठानोपदेशं वराकोऽयं जीवो न जानीते, न चेतः परं विवेकिनां विस्मयकरमस्ति, यदेष जीवो महानरकगर्त्तपातहेतौ धनविषयादिके गृद्धात्माऽनन्तसुखमोक्षाक्षेपकारणं सदनुष्ठानं सद्गुरुदयोपनीतमवधीरयति । पनयार्थ : મિથ્યાદૃષ્ટિત્વની પ્રવૃત્તિ અને તેથી=સમ્યક્ત્વને સન્મુખ થયા પછી પણ કે સમ્યક્ત્વને પામ્યા પછી પણ મિથ્યાત્વના પુંજમાં વર્તે છે ત્યારે કુવિકલ્પો થાય છે તેથી, તેના વડે=કુવિકલ્પો વડે, આકુલ કરાયેલા હૃદયવાળા આ જીવને, મિથ્યાત્વરૂપ વિષ વૃદ્ધિ પામે છે. તેથી તેના વશ થયેલો આ જીવ ભગવાનના દર્શનના પક્ષપાતને શિથિલ કરે છે=પૂર્વમાં ધર્મશ્રવણ કરીને જે ભગવાનના દર્શનનો પક્ષપાત કરેલો અને તેનાથી ઉત્તમ સંસ્કારો આત્મામાં આધાન કરેલ તેનો નાશ કરે તેવો પરિણામ કરે છે. પદાર્થની જિજ્ઞાસાનો ત્યાગ કરે છે=પૂર્વમાં ધર્મના સ્વરૂપને જાણવાની જે જિજ્ઞાસા કરેલી તેનો ત્યાગ કરે છે,
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy