SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પૃથ્વીનું દાન અક્ષય છે પૂર્તધર્મકરણ કૂવાઓ ખોદવા, દાનશાલા કરવી ઈત્યાદિ લોકોના ઉપકારને કરનારી ક્રિયાઓ રૂપ પૂર્તધર્મ કરવું અતુલ ફળવાળું છે. વેદના પારને પામેલા બાહ્મણમાં દાન અનંતગુણવાળું છે. વળી, જો વિજ્ઞાયમાન નિર્ગતવત્સખુરમુખવાળી સચેલ=વસ્ત્રયુક્ત, સુવર્ણના શિંગડાવાળી, રત્વથી મંડિત, ઉપચારોથી યુક્ત ગાય બાહ્મણોને અપાય છે તો ચાર સમુદ્રની મેખલાવાળી, ગ્રામ, નગર અને આકાર સહિત, પર્વત અને જંગલ સહિત પૃથ્વી તેના વડે તેવી ગાય આપનારા દાતા વડે, અપાયેલી થાય છે. અને તે તેવા પ્રકારના ગાયનું દાન જે પૃથ્વી દાન રૂપ છે તે પૃથ્વી અક્ષયફળવાળી થાય છે. આ પ્રકારે મુગ્ધજનને ઠગવામાં તત્પર કૂટશ્લોકોથી રચિત ગ્રંથો વડે મને ઠગીને બાહ્મણોની જેમ ખરેખર આ શ્રમણ મારા ધનના સમૂહને ઈચ્છે છે. આ રીતે બાહ્મણો સાથે પરિચિત અને તેમના ઉપદેશને સાંભળીને વિમુખ થયેલ અને જૈન સાધુ પ્રત્યે પક્ષપાત થવાથી ધર્મ સાંભળવાને આવેલ ધર્મથી આક્ષિપ્ત થયેલા તે જીવને દાનધર્મનું વર્ણન સાંભળીને કુવિકલ્પો ઊઠે છે. અથવા રમણીયતર વિહારોને કરાવ, તેઓમાં બૌદ્ધ સાધુઓ માટે કરાવેલા નિવાસ અર્થે વિહાર સ્થાનોમાં બહુશ્રુત એવા બોદ્ધ સાધુઓને વાસ કરાવ, સંઘની પૂજા કર, ભિક્ષુઓને દક્ષિણા આપ. સંઘ સંબંધી કોશોમાં પોતાનો ધનસમૂહ મેળવ અર્થાત્ દાન આપ, સંઘ સંબંધી જ કોષ્ઠાગારમાં સ્વધાવ્યના સંચયનો નિક્ષેપ કર, સંજ્ઞાતિ એવા સંઘ સંબંધીમાં જ સ્વકીય ચતુષ્પદવર્ગને સમર્પણ કર, બુદ્ધનું, ધર્મનું અને સંઘનું શરણ થાઓ. આ રીતે કરતા એવા તને અલ્પકાળથી બુદ્ધપદ પ્રાપ્ત થશે એ પ્રમાણે વાચાલથી વિરચિત માયાજાલ વડે પોતાના શાસ્ત્રના સંદર્ભથી રક્ત ભિક્ષુની જેમ મને ઠગીને નક્કી આ શ્રમણ મારું સર્વસ્વ ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે. આ પ્રમાણે બુદ્ધધર્મના શ્રવણને કારણે કોઈક જીવ ત્યાંના અનુભવ અનુસાર ધનના અર્થી બુદ્ધસાધુને જોઈને કોઈક રીતે તત્ત્વને અભિમુખ થયેલો હોય અને ધર્મને અભિમુખ થયેલો એવો પણ જીવ દાનધર્મનું વર્ણન સાંભળીને સુસાધુમાં શંકાશીલ થાય છે. અથવા સંઘભક્તિને કરો. ઋષિઓને ભોજન કરાવો, સુંદર ખાદ્ય અપાવો, મુખના ક્ષેપોને મુખવાસ આદિને આપો, દાન જ ગૃહસ્થનો પરમ ધર્મ છે. તેનાથી જ સંસારનો ઉત્તાર પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે મને ઉપપ્રલોભન આપીને સ્વશરીરના પોષણમાં તત્પર દિગંબરની જેમ મારા ધનને આ શ્રમણ ગ્રહણ કરશે, અન્યથા=જો આ શ્રમણને મારું ધન લેવાનો પરિણામ ન હોય તો, આવા પ્રકારે આને મારા ઉપર વિસ્તારથી કથનરૂપ અતિ આદર કેમ થાય ? અર્થાત્ થાય નહીં, ઉપનય : __ मिथ्यादृक्त्वे विकल्पाः तदिदमिह तत्त्वं-तावदेवैते सुन्दराः श्रमणाः यावन्नोपलभ्यन्ते यावच्चैतेषां न वशवर्तिभिर्भूयते, वशवतिनं पुनर्मुग्धजनं श्रद्धालुमवगम्यते मायाविनो नानावचनरचनया विप्रतार्य मदीयसर्वस्वमपहरन्ति,
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy