SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ विधीयतां यथाशक्ति कश्चित्तपो-विशेषः, भाव्यतामनवरतं शुभभावना भवता, येन ते संपद्यन्ते નિઃસંશવમહાપુત્ર ર સા નિ' રૂક્તિા સન્માર્ગની દેશના તે કારણથી આ રીતે અપગત થયેલા સકલ કુવિકલ્પો હોતે છતે જ્યારે આ જીવ સદ્ધર્મગુરુના તદ્વચનના આકર્ણનની સ્પૃહાથી=સદ્ગુરુના ધર્મને કહેનારા વચનને સાંભળવાની ઈચ્છાથી, થોડોક અભિમુખ થાય છે. ત્યારે પરહિતકરણમાં એકવ્યસતીપણું હોવાને કારણે સન્માર્ગ દેશના કરતા એવા ત=સદ્ધર્મગુરુઓ, આ પ્રમાણે કહે છે આગળમાં કહે છે એ પ્રમાણે કહે છે. જે “હુતથી બતાવે છે – હે ભદ્ર, તું સાંભળ. સંસારમાં ભટકતા આ જીવને ધર્મ જ અતિવત્સલહદયવાળો પિતા છે. અર્થાત્ જેમ પુત્ર પ્રત્યે અતિ લાગણીવાળો પિતા વિવેકસંપન્ન હોય તો અવશ્ય પુત્રનું હિત કરે તેમ વિવેકપૂર્ણ જીવની પરિણતિરૂપ ધર્મ તે જીવને સદા હિત કરે છે. ધર્મ જ ગાઢ સ્નેહથી બંધુર ગાઢ સ્નેહથી અત્યંત લાગણીવાળી, માતા છે=જેમ માતાને પુત્ર પ્રત્યે ગાઢ સ્નેહ હોવાને કારણે તેની ઉચિત સારસંભાળ કરે છે અને તેનું અહિત ન થાય એ પ્રમાણે યત્ન કરે છે તેમ, આત્મામાં વર્તતો ક્ષયોપશમભાવરૂપ ધર્મ જીવને વર્તમાનમાં ક્લેશ ન થાય, પરલોકમાં અહિત ન થાય, ભવમાં પણ અનુકૂળતાઓની પ્રાપ્તિ થાય તે પ્રકારે સર્વ ચિંતાઓ કરે છે. ધર્મ જ અભિન્ન હદયના અભિપ્રાયવાળો ભાઈ છે. અર્થાત્ જે ભાઈને પોતાના ભાઈ પ્રત્યે અત્યંત સ્નેહ છે તે હંમેશાં પોતાના ભાઈના હૃદયને જાણીને તેને પ્રીતિ થાય તેવું જ કૃત્ય કરે છે, તેમ જીવમાં ક્ષયોપશમભાવ રૂપે વર્તતો ધર્મ જ સુખના અર્થી જીવના અભિપ્રાયને જાણીને સદા તેને સુખ થાય તે પ્રકારે સદ્ગતિઓની પરંપરા દ્વારા પૂર્ણસુખની પ્રાપ્તિ કરાવનાર ભાઈ છે. ધર્મ જ સદા એક સ્નેહના રસવાળી ભગિની છે. અર્થાત્ જેમ કોઈ બહેનને ભાઈ પ્રત્યે હંમેશાં અત્યંત સ્નેહ હોય ત્યારે સદા તે બહેન તે ભાઈના હિત માટે શક્તિ અનુસાર ઉચિત પ્રયત્ન કરે છે તેમ તત્વના પર્યાલોચનથી થયેલ ક્ષયોપશમભાવના ઉપયોગરૂપ ધર્મ હંમેશાં જીવતા પ્રત્યે અત્યંત સ્નેહયુક્ત ભગિનીની જેમ હિત કરનાર છે. ધર્મ જ બધા સુખના ખાણભૂત પોતાનામાં અનુરક્ત ગુણવાળી ભાર્યા છે. અર્થાત્ પત્ની પતિ પ્રત્યે અત્યંત અનુરક્ત હોય અને અત્યંત ગુણવાળી હોય. જેમ શ્રીપાલને અત્યંત ગુણવાળી મયણા મળેલ તેમ જેઓને તેવી પત્ની મળેલી હોય તો તે પત્ની બધા સુખનું કારણ બને છે, તેમ તત્વના ભાવથી પ્રગટ થયેલો અધ્યવસાય આત્માને વર્તમાનમાં ક્લેશનાશ કરાવીને સુખ ઉત્પન્ન કરે છે. આગામી સદ્ગતિઓની પરંપરા દ્વારા સુખની વૃદ્ધિ કરે છે માટે તેવી ગુણવાળી પત્ની જેવો જ ધર્મ છે. ધર્મ જ વિશ્વાસનું સ્થાન, પોતાની સાથે એકરસવાળો, પોતાને અનુકૂળ, બધી કલાઓના સમૂહમાં કુશળ એવો મિત્ર છે. જેમ સંસારમાં કોઈ જીવને કોઈક વિષમ સંયોગો આવે ત્યારે અત્યંત પ્રિય મિત્રને વિશ્વાસનું સ્થાન જાણીને તેની સલાહ ગ્રહણ કરે છે. વળી, તે મિત્ર પોતાના પ્રત્યે આત્મીયતાથી એક રસવાળો છે તેથી હંમેશાં પોતાનું હિત કરે તેવી જ ચિંતા કરે છે. વળી, હંમેશાં તે મિત્ર પોતાને અનુકૂળ જ વર્તે છે, ક્યારેય
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy