SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૧૩ પ્રાપ્ત થયેલા કર્મવિવરવાળો આ જીવ છે, તે પ્રમાણે ભગવાનના શાસનને પામીને જેને મતપ્રસાદ પ્રાદુર્ભાવ થાય છે અને ભગવાન એવો તેeગુણસંપન્ન એવા મનપ્રસાદવાળો તે જીવ, પ્રતિક્ષણ નેત્રના ઉભીલતકલ્પ જીવાદિપદાર્થની જિજ્ઞાસાથી જણાય છે. અને પ્રવચનના અર્થનો લેશ બોધ થયે છતે વિકસિત વદન સમાન સંવેગના દર્શન વડે વિભાવન કરાય છે. અને ધૂલિધૂસરિતવાળાં અંગોપાંગમાં થતા રોમાંચ આકાર રૂપ સદ્અનુષ્ઠાનમાં લેશ પ્રવૃત્તિના વિલોકનથી નિશ્ચય કરાય છે. શું નિશ્ચય કરાય છે ? તે કહે છે, તે જીવને ભગવાનની અવલોકના પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે નિર્ણય કરાય છે, તે કારણથી અહીં પણ=પ્રસ્તુત જીવના વિષયમાં પણ, નિર્ણય કરવામાં તે હેતુઢય જ છે=ધર્મબોધકર તે બે હેતુથી જ તે દ્રમકતા વિષયમાં ભગવાનની અવલોકવાનો નિશ્ચય કરે છે, તે આ પ્રમાણે – સંજાત કર્મવિવરતા અને ભગવાનના શાસનનો પક્ષપાતવાળો છે. એ બે હેતુ છે એમ અવય છે. ભાવાર્થ : કર્મવિવર દ્વારપાળ દ્વારા ભગવાનના શાસનમાં પ્રવેશ પામેલ જીવમાં પણ ક્યારેક ઘણો ઉન્માદ વર્તે છે; કેમ કે વિપર્યાસકારી મિથ્યાત્વ નષ્ટ થયું નથી. તોપણ મિથ્યાત્વ કંઈક મંદ થવાથી જીવ તત્ત્વને અભિમુખ બને છતાં ભગવાનના શાસનના વિશેષગુણોને તત્ત્વથી જાણી શકતો નથી, તોપણ કંઈક સ્કૂલબુદ્ધિથી તેને ભગવાનનું શાસન સુંદર છે તેમ જણાય છે તે વખતે તે જીવને ભગવાનના શાસનમાં વર્તતા યોગ્ય જીવોનું શાંત ચિત્ત, સુસાધુઓનું નિર્લેપ ચિત્ત અને ભગવાનના શાસનમાં વર્તતા જીવો સાથેના પરસ્પરના ઉચિત વ્યવહારને જોવાથી તેઓને થાય છે કે આ સર્વ જીવો કેવી ઉત્તમ પ્રકૃતિવાળા છે માટે આ લોકોએ સ્વીકારાયેલો ધર્મ સુંદર છે. આ રીતે તત્ત્વજિજ્ઞાસાથી ધર્મને સન્મુખ થયેલા જીવને જોઈને ધર્મબોધકર મહાત્મા જાણી શકે છે કે આ જીવને વિશેષ સામગ્રી મળશે તો અવશ્ય કલ્યાણ પ્રાપ્ત થશે. જેમ, ચંદનબાળાશ્રીજી ચૌદપૂર્વધરને વંદન કરવા જાય છે. તેમના રૂપને, તેમની પર્ષદાને જોઈને પ્રભાવિત થયેલ કોઈક ભિખારી કુતૂહલથી તેમની પાછળ પાછળ જાય છે અને તે ચૌદપૂર્વધર મહાત્મા તે ભિખારીના કોઈ પ્રકારના ભદ્રકભાવના બળથી નિર્ણય કરે છે કે સ્વકર્મવિવર નામના દ્વારપાળથી આ જીવનો ભગવાનના શાસનમાં પ્રવેશ થયેલો છે. વળી, આર્યસુહસ્તિ મહારાજ પાસે કોઈ ભૂખ્યો ભિખારી ભિક્ષાની યાચના કરે છે. મહાત્માએ કહ્યું કે અમારા ગુરુ જ આ ભિક્ષાના સ્વામી છે. અમારાથી કોઈને આપી શકાય નહીં. તેથી ભિક્ષુ આર્યસુહસ્તિ મહારાજ પાસે આવ્યો છે. અને તેના એ પ્રકારના ભાવો જાણીને આર્યસુહસ્તિ મહારાજાએ નિર્ણય કર્યો કે કર્મના ક્ષયોપશમના કારણે સ્વકર્મવિવર દ્વારપાળથી પ્રવેશ કરાયેલો આ જીવ છે તેથી તેને દીક્ષા આપી. જેથી, તે ભિખારી સંપ્રતિ થયા, આ રીતે જે જીવો ભદ્રક પ્રકૃતિવાળા થયા હોય. તેનો નિર્ણય કરીને ગીતાર્થ ગુરુ અન્ય સર્વ જીવો કરતાં તે જીવ અલ્પકાળમાં ભગવાનના શાસનના પરમાર્થને પામીને મોક્ષ પામશે તેમ નિર્ણય કરીને વિશેષથી એ જીવ માટે યત્ન કરે છે. ઉપનય : यथा च 'तेन महानसनियुक्तकेन द्रमकगोचरमेतच्चिन्तितं यदुत यद्यपीदानीमेष रोराकारमाबिभर्ति
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy