SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૦૭ परमो हेतुरित्युक्तं भवति, समस्तजगदनुग्रहप्रवणं हि भगवतो निष्कलमपि रूपमिति परिभावनीयं, केवलं तथापि तत् जीवभव्यतां कर्मकालस्वभावनियत्यादिकं च सहकारिकारणकलापमपेक्ष्य जगदनुग्रहे व्याप्रियते, तेन न यौगपद्येन समस्तप्राणिनां संसारोत्तार इति, आलोचनीयमेतदागमानुसारेणेति, तस्माद् भवत्येव भाविकल्याणस्य भद्रकभावे वर्तमानस्यास्य जीवस्य भगवदवलोकना। ઉપનયાર્થ: ઈશ્વરઅનુગ્રહ અને જે પ્રમાણે કથાનકમાં કહેવાયું તે મહારાજા વડે મહારોગના અતિશયથી આક્રાન્તપણું હોવાને કારણે ગાઢ બીભત્સદર્શનવાળો આ દ્રમક છે. એથી કરીને કરુણા વડે વિશેષથી અવલોકન કરાયો=મહારાજા વડે આ દ્રમક વિશેષરૂપે જોવાયો' એ પ્રમાણે કહેવાયું તે અહીં પ્રસ્તુત જીવમાં, આ પ્રમાણે જાણવું – જયારે આ આત્મા નિજભવ્યતાદિના પરિપાકના વશથી આટલી કોટિમાં અધ્યારૂઢ થાય છે પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારે ભગવાનના શાસનને જોવા સમર્થ બને તેવી સ્થિતિને પ્રાપ્ત કરે છે, ત્યારે આ જીવને ભગવદ્ અનુગ્રહ પ્રાપ્ત થાય જ છે. જે કારણથી તેના વગર=ભગવાનના અનુગ્રહ વગર, માર્ગાતુસારિતા પ્રાપ્ત થતી નથી. તેના અનુગ્રહથી જ ભગવાનના અનુગ્રહથી જ, ભગવાનમાં ભાવથી બહુમાન થાય છે. અન્યથા થતો નથી=ભગવાનના અનુગ્રહ વગર ભાવથી બહુમાનભાવ થતો નથી; કેમ કે સ્વકર્મના ક્ષયોપશમાદિ શેષ હેતુઓનું અપ્રધાનપણું છે. જીવમાં પોતાના કર્મક્ષયોપશમરૂપ દ્વારપાળથી જ ભગવાનના શાસનમાં પ્રવેશ થયેલો છે તેથી જ ભગવાનને જોઈને પ્રીતિ વગેરે થાય છે તો પણ મુખ્યરૂપે તો ભગવાનનું વચન પરિણામ પામેલ છે તેનાથી ભગવાન પ્રત્યે બહુમાન થાય છે, અન્યથા થતો નથી. તેથી સ્વકર્મનો ક્ષયોપશમ, જીવની તેવી યોગ્યતા, બાહ્યનિમિત્ત આદિ શેષ હેતુઓ અપ્રધાન છે. પરંતુ ભગવાનના વચનનો પારમાર્થિક પરિણામરૂપ ભગવાનનો અનુગ્રહ જ પ્રધાન છે. તેથી આ આત્મા=સંસારી જીવ, તે અવસ્થામાં વર્તતો છે. આ અર્થને જાણીને=આ જીવને મારા પ્રત્યે બહુમાન થયું છે આ પ્રકારના અર્થને જાણીને, ભગવાન વડે વિશેષથી અવલોકન કરાયો. એ પ્રમાણે કહેવાયું એ પ્રમાણે પૂર્વમાં કથાનકમાં કહેવાયું, તે જ પરમેશ્વર અચિંત્યશક્તિયુક્તપણું હોવાથી અને પરમાર્થકરણમાં એકતાનપણું હોવાથી આ જીવની મોક્ષમાર્ગની પ્રવૃત્તિનો પરમહેતુ છે એ પ્રમાણે કહેવાયેલું થાય છે. તીર્થકરો યોગ્ય જીવોને તારવા માટે સામર્થ્ય ધરાવે તેવી અચિંત્યશક્તિયુક્ત છે. વળી યોગ્ય સર્વ જીવોના પરમાર્થ કરવામાં એકતાનવાળા છે. આથી જે જીવોનું જે રીતે કલ્યાણ થાય તે રીતે તે જીવને સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ કરાવીને મોક્ષમાર્ગની પ્રવૃત્તિના પરમ કારણ થાય છે. આથી જ ગણધરો માટે ભગવાન લોકપ્રદ્યોતકર બને છે અને તેનાથી અલ્પયોગ્યતાવાળા જીવોને તેની યોગ્યતા અનુસાર લોકના પ્રકાશન માટે પ્રદીપતુલ્ય
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy