SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શાસનવર્તી જીવોને, રતિપ્રકર્ષ પ્રવર્ધમાન પામે છે. મદરૂપી રોગોને હણ્યા છે જેમણે એવા પણ તેઓના ચિત્તમાં હર્ષ વર્તે છે, વાસી ચંદનની જેમ સમાનચિત્તવાળા પણ તેઓને અનંત આનંદનો વિચ્છેદ સંભવતો નથી. અને તેથી જેનેન્દ્રશાસનમાં રહેનારા ભવ્યજીવો સ્વાભાવિક હર્ષના પ્રકર્ષથી આનંદિત હદયપણાને કારણે પ્રતિક્ષણ પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવાના નિમિત્તથી ગાય છે, આચાર્યાદિની દસ પ્રકારનાં વૈયાવચ્ચ આદિ અનુષ્ઠાન દ્વારા નૃત્ય કરે છે, જિનજન્માભિષેક, સમવસરણ, પૂજન, યાત્રાદિ, સંપાદનના વ્યાપારમાં તત્પરપણું હોવાથી કૂદે છે. પરપ્રવાદિનિરાકરણમાં ચાતુર્યને ધારણ કરનારા એવા જીવો ક્વચિત્ અવસરે ઉત્કૃષ્ટ સિંહનાદ આદિ ચિત્તનાં આનંદકાર્યોને બતાવે છે. ભગવાનના અવતરણ, જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ પાંચ મહાકલ્યાણકોમાં આનંદને અભિવ્યક્ત કરનાર વાજિંત્રોના સમૂહને વગાડે જ છે, તે કારણથી આ ભગવાનનું પ્રવચન સતત આનંદવાળું, કલીન અશેષચિત્તના સંતાપવાળું છે અને આ જીવ વડે આ=ભગવાનનું વચન, ભાવસારપણા વડે ક્યારેય પણ પૂર્વે પ્રાપ્ત નથી; કેમ કે ભવભ્રમણના સદ્ભાવથી જઅત્યાર સુધી પોતે ભવભ્રમણ કરી રહેલ છે તેના સર્ભાવથી જ, આ નિશ્ચય કરાય છે પૂર્વમાં ભાવસારપણાથી ભગવાનના શાસનને પોતે પ્રાપ્ત કર્યું નથી એ નિશ્ચય કરાય છે. દિ જે કારણથી, આ ભાવસાર પ્રાપ્ત થયે છતે પૂર્વમાં વર્ણન કર્યું એવા ભાવથી સમૃદ્ધ ભગવાનના પ્રવચનના દર્શનની પ્રાપ્તિ થયે છતે પૂર્વમાં જ મોક્ષની પ્રાપ્તિ સંપન્ન થાત, તે કારણથી આના દ્વારા કથાનકમાં કહેલ તે રાજભવનમાં જે બે વિશેષણ કરાયાં કે “અદૃષ્ટપૂર્વ અને અનંતવિભૂતિ સંપન્ન' તે આ પણ સર્વજ્ઞશાસનમંદિરનાં બતાવાયાં. ભાવાર્થ પૂર્વમાં દ્રમકની કથામાં કહ્યું કે તે દ્રમક વડે તે અનંત વિભૂતિથી સંપન્ન રાજભવન પૂર્વમાં ક્યારેય જોયેલું ન હતું. તેથી તે રાજભવનમાં કેવી વિભૂતિ છે તે પ્રથમ બતાવતાં કહે છે. જેમ કોઈ નગરમાં મોટો રાજવી હોય તેનો મહેલ રાજા, અમાત્ય મહાયોદ્ધા આદિથી સંકીર્ણ હોય છે. અને ઘણાં ભોગવિલાસનાં સાધનથી યુક્ત હોય છે તેવું જ રાજભવન અહીં વિદ્યમાન છે. અને જ્યારે જીવ વજના જેવી દુર્ભેદ્ય એવી ક્લિષ્ટ કર્મગ્રંથિને ભેદે છે ત્યારે દર્શનમોહનીયના ક્ષયોપશમના બળથી તે જીવને ચારગતિના ભ્રમણરૂપ સંસારમાં ભગવાનના શાસનરૂપ મહેલ તેવા પ્રકારના વિશેષણવાળું જ દેખાય છે. ભગવાનનું શાસન તેવા પ્રકારના સ્વરૂપવાળું છે તે બતાવતાં કહે છે. જેઓને આત્માના નિરાકુલસ્વરૂપને જોનારી માર્ગાનુસારી મતિ પ્રગટી છે, તેઓને અંતરંગ ગુણોથી જ ભગવાનનું શાસન સુશોભિત છે તેમ દેખાય છે અને ભગવાનના શાસનમાં રહેલા જીવોનો ભગવાનના શાસન સાથે અભેદ કરીને તેઓને દેખાય છે કે ભગવાનના શાસનને પામેલા જીવો પ્રધાન રીતે શાસ્ત્રઅધ્યયન કરીને જગતના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. આથી જ ભગવાનના શાસનમાં રહેલાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા નિત્ય નવું નવું શ્રુત ભણીને તત્ત્વના પરમાર્થને સૂક્ષ્મ-સૂક્ષ્મતર જોનારાં બને છે, જે જ્ઞાન તેઓમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા વિવિધ પ્રકારના રત્નોના સમૂહ જેવું છે અને જગતવર્તી પદાર્થના યથાર્થ પ્રકાશને કરનાર છે. જેમ અતિદેદીપ્યમાન રત્નો અંધકારનો નાશ કરે છે તેમ વિવેકી જીવોમાં વર્તતું જ્ઞાન મોહરૂપ અંધકારનો નાશ કરે છે. વળી, જેમ
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy