SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ १५७ વિહ્વળ અવસ્થાને લેશ પણ વિચાર કરતા નથી; કેમ કે ભગવાનના શાસનની લેશ પણ પ્રાપ્તિ થઈ નથી. વળી, જેઓને કોઈક રીતે કંઈક અંશથી પણ ભગવાનનું શાસન પ્રાપ્ત થયું છે તેઓ ક્વચિત્ બાહ્યપદાર્થો પ્રત્યેના અતિશય રાગવાળા હોય તોપણ આત્માની અક્લેશ અવસ્થા તેઓને અત્યંત પ્રિય બને છે. આથી જ ભગવાનની ભક્તિ કરીને, સુસાધુની ભક્તિ કરીને તેમના જેવા અક્લેશવાળા થવા યત્ન કરે છે. તેવા જીવોને રાગના વિષયભૂત સ્ત્રીઆદિનો વિયોગ થાય ત્યારે ક્વચિત્ ક્લેશ થાય તોપણ તેઓની સંસારના વાસ્તવિક સ્વરૂપના અવલોકન કરવાની પ્રકૃતિ હોવાથી સંસારના તે પ્રકારના સ્વરૂપનો વિચાર કરીને વિષયોથી ચિત્તને વિરક્ત કરવા જ પ્રયત્ન કરે છે. જેથી ભગવાનના શાસનની પ્રાપ્તિ પછી પ્રાયઃ જીવો ક્લેશને ક્ષીણ ક૨વામાં યત્ન કરનારા હોય છે અને જેઓને ભગવાનનું શાસન પ્રાપ્ત થયું નથી તેઓ કોઈક રીતે ધર્મનાં બાહ્ય અનુષ્ઠાનો કરતા હોય તોપણ પોતાની ક્લેશ પ્રકૃતિના ઉદ્રેકને શાંત કરવાનો વિચાર કરવાને બદલે તેની વૃદ્ધિ કરીને જ ચારગતિઓના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. जीवस्य तृप्तिः यथा च तस्य रोरस्य तेन कदन्नेनोदरपूरं पूरितस्यापि न तृप्तिः संपद्यते प्रत्युत प्रतिक्षणं सुतरां बुभुक्षाऽभिवर्धते इत्युक्तं, तथाऽस्यापि जीवस्यानेन धनविषयकलत्रादिना कदन्नप्रायेण पूर्यमाणस्यापि नाभिलाषविच्छेदः, किन्तर्हि ? गाढतरमभिवर्द्धते तत्तर्षः । तथाहि - यदि कथञ्चिद् द्रविणशतं सम्पद्यते ततः सहस्रमभिवाञ्छति, अथ तदपि सञ्जायते ततो लक्षमाकाङ्क्षति, तत्सम्पत्तावपि कोटीमभिलषति, तल्लाभे राज्यं प्रार्थयति, अथ राजा जायते ततश्चक्रवर्त्तित्वं मृगयते, तत्संभवेऽपि विबुधत्वमन्विच्छति । अथ देवत्वमप्यास्कन्देत्ततः शक्रत्वमन्वेषयते, अथेन्द्रतामपि लभते ततोऽप्युत्तरोत्तरकल्पाधिपतित्वपिपासापर्यासितचेतसो नास्त्येवास्य जीवस्य मनोरथपरिपूर्तिः । यथाहि - गाढग्रीष्मे समन्ताद्दवदाहतापितशरीरस्य पिपासाभिभूतचेतनस्य मूर्च्छया पतितस्य कस्यचित्पथिकस्य तत्रैव स्वप्नदर्शने सुबहून्यपि प्रबलकल्लोलमालाकुलानि महाजलाशयकदम्बकानि पीयमानान्यपि न तर्षापकर्षकं मनागपि सम्पादयन्ति तथाऽस्यापि जीवस्य धनविषयादीनि, तथाहि - अनादौ संसारे विपरिवर्त्तमानेनानन्तशः प्राप्तपूर्वा देवभवेषु निरुपचरितशब्दाद्युपभोगाः, आसादितान्यनन्तान्यनर्घेयरत्नकूटानि, विलसितं खण्डितरतिविभ्रमैः सह विलासिनीसार्थेः, क्रीडितं त्रिभुवनातिशायिनीभिर्नानाक्रीडाभि:, तथाऽप्ययं जीवो महाबुभुक्षाक्षामोदर इव शेषदिनभुक्तवृत्तान्तं न किञ्चिज्जानाति, केवलं तदभिलाषेण शुष्यतीति । જીવની અતૃપ્તિ અને જે રીતે તે ભિખારીને=કથાનકમાં કહેવાયેલા તે ભિખારીને, તે કુત્સિત ભોજનથી પેટ ભરાયેલું હોવા છતાં પણ તૃપ્તિ થતી નથી. કિંતુ પ્રતિક્ષણ અત્યંત ભૂખ વધે છે તેમ કહેવાયું તે પ્રમાણે કદન્ન પ્રાયઃ ધન, વિષય, સ્ત્રીઆદિ વડે પુરાતો પણ આ જીવનો અભિલાષનો વિચ્છેદ થતો નથી. તો
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy