SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૬૫ થાય તે રીતે સ્વસ્થ જીવન જીવવા માટે ધનનો વ્યય કરીને અધિક-અધિક ક્લેશ વગરના જીવનને અનુકૂળ બળસંચય કરવા યત્ન કરે છે. જેથી તેઓને પ્રાપ્ત થયેલું ધન પણ બહુલતાએ કદન્નરૂપ બનતું નથી. પરંતુ જેઓને ભગવાનના શાસનની લેશ પણ પ્રાપ્તિ નથી તેઓને ઇન્દ્રિયોના સુખથી અતિરિક્ત અન્ય કોઈ સુખ દેખાતું નથી અને તેના ઉપાયભૂત ધનમાં જ સુખ દેખાય છે તેથી ધનમાં વૃદ્ધિની વૃદ્ધિ કરીને તેઓ સંક્લેશને જ પામે છે. માટે તેઓ માટે ધનાદિ ભોગસામગ્રી કદરૂપ બને છે. અને વિવેકી શ્રાવકો ધનાદિ દ્વારા પણ ચિત્તની સ્વસ્થતારૂપ ધર્મની જ વૃદ્ધિ કરે છે. તેથી તેઓને ધનમાં વૃદ્ધિ થતી નથી. પરંતુ બહુલતાએ વીતરાગતા, નિઃસ્પૃહતા, અસંગભાવમાં જ વૃદ્ધિ થાય છે. છતાં સાધુની જેમ સંપૂર્ણ નિઃસ્પૃહી નથી માટે વિવેકી શ્રાવક ધન અર્જન કર્યા પછી જેમ ભોગાદિમાં વાપરે, ધર્મ અર્થે વાપરે તેમ ભવિષ્યમાં આપત્તિકાળમાં ઉપયોગી થાય તે અર્થે કોઈક એવા એકાંત સ્થળમાં ધનને સ્થાપન કરે છે તોપણ તે ધન પ્રત્યે વિવેકી શ્રાવકનું માનસ અત્યંત મૂર્છાવાળું હોતું નથી. પરંતુ વિવેકપૂર્વક ઉચિત સ્થાને ધનને દાટે છે અને ભવિતવ્યતાના યોગે તે ધન અન્ય કોઈને તે સ્થાન ખોદતાં પ્રાપ્ત થઈ જાય તોપણ ભગવાનના શાસનની પ્રાપ્તિ થયેલી હોવાથી વિચારે છે કે મારું તે પ્રકારનું જ ભૂતકાળનું કોઈક કર્મ છે જેથી ભવિષ્ય અર્થે સંચય કરેલું ધન પણ આ રીતે નાશ પામ્યું તેમ વિચારીને તે સંયોગ અનુસાર ચિત્તને ક્લેશથી રહિત કરવા યત્ન કરે છે. પરંતુ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વેના જીવો ધનમાં અત્યંત ગૃદ્ધિવાળા હોય છે. તેથી તેવા જીવો ધન પ્રાપ્ત કરીને તેના રક્ષણની ચિંતા કરીને સદા ક્લેશને જ અનુભવે છે. જ્યારે ભગવાનના શાસનને પામેલા જીવો પ્રાયઃ ધનપ્રાપ્તિ વખતે પણ અલ્પ ક્લેશ કરે છે. ક્વચિત્ ઘણા શ્રમથી પ્રાપ્ત થયેલા ધનનો પણ કોઈક રીતે નાશ થાય ત્યારે ક્ષણભર ક્લેશ થાય તોપણ જેઓ સદા ભાવસાધુ થવાના મનોરથો કરે છે તેવા વિવેકી શ્રાવકો ઉત્તમ ચિત્તને કારણે શીધ્ર ક્લેશ રહિત અવસ્થાને પ્રાપ્ત કરે છે. ઉપનય : तथा गृहिणीप्रतिबन्धग्रहग्रहीतविग्रहः अपि ईर्ष्याशल्यवितुद्यमानमानसः खल्वेष जीवस्तस्याः परवीक्षणरक्षणाक्षणिकः सन्न निःसरति गेहात्, न स्वपिति रजन्यां, त्यजति मातापितरौ, शिथिलयति बन्धुवर्गान्, न ददाति परमसुहृदोऽपि स्वगृहे ढोकं, अवधीरयति धर्मकार्याणि, न गणयति लोकवचनीयतां, केवलं तस्या एव मुखमनवरतमीक्षमाणस्तामेव च परमात्ममूर्तिमिव योगी निवृत्ताशेषव्यापारो ध्यायनेवास्ते, तस्य(तस्या) च यदेव सा कुरुते तत्सुन्दरं, यदेव सा भाषते तदेवानन्दकारि, यत्सा विचिन्तयति तदेवेगिताकारैर्विज्ञायासौ सम्पादनाहं मन्यते। एवञ्चाकलयति मोहविडम्बितेन मनसा यदुत-इयं ममानुरक्ता हितकारिणी, न चान्येदृशी सौन्दर्योदार्यसौभाग्यादिगुणकलापकलिता जगति विद्यते। अथ कदाचित्तां मातेति भगिनीति [देवतेत्यपि मु.] मन्यमानः परो वीक्षते ततोऽसौ मन्दः मोहात् क्रुध्यतीव, विह्वलीभवतीव, मूर्च्छतीव, म्रियत इव किं करोमीति न जानते। अथ सा वियुज्यते, म्रियते वा, ततोऽसावप्याक्रन्दति, परिदेवते, म्रियते वा। अथ सा कथञ्चिद्दःशीलतया परपुरुषचारिणी
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy