SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૫૫ प्रभूतकालिको महारणविमईः, ततस्ते परस्परं संहततया भूरिसाधनतया च मनाग मामाक्रमिष्यन्ति, ततोऽहमभिवर्द्धितक्रोधाबन्धतया प्रादुर्भूतप्रबलरणोत्साहस्तानेकैकं सबलं चूर्णयिष्ये, नास्ति समस्तानामपि पातालेऽपि प्रविष्टानां मया बद्धानां मोक्ष इति, तदिदं रोररणकाण्डविड्वरसमानमवबोद्धव्यम्। ઉપનયાર્થ અને ચિંતવન કરે છે સંસારી જીવ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે વિચારે છે. ત્યારપછી બધી ઈન્દ્રિયોના આલાદને કર્યા પછી, મને આ રીતે પૂર્વેમાં મનોરથો કર્યા એ રીતે, નિરતિશય સુખના અનુભવ દ્વારા રહેતાં ઘણો કાલ પસાર થશે, સુરકુમાર આકારને ધારણ કરનારા, શત્રુઓની સ્ત્રીઓના હદયને પીડા કરનારા, અત્યંત આલાદિક કર્યા છે સમસ્ત બંધુવર્ગને, પ્રીતિવાળા લોકોને અને અનેક પ્રકારની પ્રજાને જેમણે એવા મારા પ્રતિબિંબ જેવા સેંકડો પુત્ર થશે. તેથી સંપૂર્ણ અશેષ મનોરથના વિસ્તારવાળો, દૂર કર્યો છે સર્વ આપત્તિઓનો સમૂહ જેણે એવો હું અનંતકાળ દીર્ઘકાળ, યથેષ્ટચેષ્ટાથી વિચરીશ. તે આ ઘણા દિવસો માટે સ્થાપના મનોરથ જેવો જાણવો=તે નગરમાં ફરતા ભિખારીએ મનોરથો કરેલા કે હું પ્રચુર ભિક્ષા મેળવ્યા પછી ઈચ્છા પ્રમાણે ખાઈશ અને વધારાની ભિક્ષા ઘણા દિવસો માટે સ્થાપન કરીને રાખીશ તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ભોગને સર્વસ્વ જોનારા જીવો વિશિષ્ટ-વિશિષ્ટતા એશ્વર્યના લાભના મનોરથો જ કરે છે. અને તેના ભોગના જ મનોરથો કરે છે. જે વળી તે સંસારી જીવ આલોચન કરે છે. તે “યહુતીથી બતાવે છે – હવે કદાચિત્ તેવા પ્રકારના મારા સંપત્તિના પ્રકર્ષને શેષ રાજાઓ જાણશે, તેથી મત્સરથી આબાત ચિતવાળા થયેલા એવા તેઓ સર્વ પણ મળીને મારાં નગરોમાં ઉપદ્રવ કરશે. તેથી હું તેઓ ઉપર એકઠા થઈને આવેલા તે રાજા ઉપર, ચતુરંગસેનાથી વિક્ષેપ વગર આક્રમણ કરીશ, તેથી હું આક્રમણ કરીશ તેથી, તેઓ પોતાના સેનાના બળતા વશથી મારી સાથે સંગ્રામને કરશે. તેથી ઘણો કાળ મહાયુદ્ધનો વિમર્દ થશે. ત્યારપછી તે પરસ્પર એકઠા થયેલા હોવાથી અને ઘણું સાધનપણું હોવાને કારણે થોડાક મતે આક્રમણ કરશે. તેથી અભિવર્ધિત થયેલા કોપનું અબંધનપણું હોવાને કારણે પ્રાદુર્ભાવ થયેલો છે પ્રબળ યુદ્ધનો ઉત્સાહ જેને એવો હું એક-એક એવા તેઓને સેવાસહિત ચૂર્ણ કરીશ, પાતાલમાં પણ પ્રવિષ્ટ એવા મારાથી બંધાયેલા સમસ્ત તે રાજાઓનો મોક્ષ નથી. તે આ ભિખારીના અકાંડ વિદ્વર સમાન=સ્વકલ્પનાથી કરાયેલા યુદ્ધ સમાન, જાણવું. જેમ તે ભિખારી સુંદર ભિક્ષા મળશે તો હું એકાંતમાં તેને ખાઈશ અને બીજા ભિખારીઓ મારી પાસેથી તે લેવા આવશે ત્યારે હું તેઓને મુદ્ગરથી ચૂરી નાખીશ તેવા વિકલ્પો કરે છે તેમ મોટા રાજવી આદિ અવસ્થામાં પામેલ અને ભગવાનના શાસનને નહીં પામેલ સંસારી જીવ આત્માના હિતનું ભાવન કરવાનું છોડીને પુદ્ગલની સમૃદ્ધિને વધારવાના જ પ્રસંગ વગર વિકલ્પો કરે છે તે ભિખારીના નિરર્થક વિચાર તુલ્ય જ છે.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy