SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કારણે ભક્ષ્યાભઢ્ય આદિ અનધ્યવસાયરૂપ મહાતમ સદા વર્તે છે જેથી સર્વ અનર્થની પરંપરા પ્રાપ્ત થાય છે. વળી, બીજું કુદર્શનના શ્રવણ આદિ થવા છતાં પણ અનર્થની પરંપરાનું કારણ થાય અથવા તો થાય એ પ્રકારે વ્યભિચાર છે. વળી, રાગાદિ થતા અવશ્યપણાથી મહાઅનર્થતી ગર્તામાં પાતને કરે છે, તેમાં વ્યભિચાર નથી. કોઈક જીવને કુશાસ્ત્રશ્રવણનો પ્રસંગ હોય છતાં અંતરંગ વિવેકચક્ષુ હોય તો કુશાસ્ત્રથી પણ વિકલ્પો થતા નથી અને કેટલાકને સુશાસ્ત્રથી પણ થાય છે, માટે કુશાસ્ત્રશ્રવણ એકાંતે અનર્થની પરંપરાનું કારણ નથી. વળી, જે જીવોમાં રાગાદિ થાય છે, તેઓ અવશ્ય તે રાગાદિને અનુરૂપ ક્લિષ્ટકર્મો બાંધીને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે. માટે રાગાદિભાવો એકાંતે અનર્થોની પરંપરાનું જ કારણ છે. જે કારણથી તેઓ વડે=રાગાદિ ભાવો વડે, અભિભૂત થયેલો જીવ મહાતમરૂપ અજ્ઞાનમાં પ્રવેશ કરે છે. અનેક પ્રકારના વિપર્યાસના વિકલ્પો કરે છે. સેંકડો કદનુષ્ઠાતો કરે છે. ગુરુતર એવા કર્મભારને એકઠા કરે છે, તેથી તેની પરિણતિથી ક્યારેક દેવલોકમાં જાય છે. ક્યારેક મનુષ્યમાં જાય છે ક્યારેક પશુભાવને પામે છે. ક્યારેક મહાનરકોમાં પડે છે. ગાઢ અજ્ઞાનને કારણે આત્માનું હિત શું છે? તે નહીં જાણતો તે જીવ પછી બાહ્ય શુભઅનુષ્ઠાન કરીને શુભલેશ્યાને પ્રાપ્ત કરે છે ત્યારે મિથ્યાત્વથી સંવલિત પુણ્યપ્રકૃતિરૂપ ગુરુતર કર્મભારને કારણે ક્યારેક દેવલોકમાં જાય છે. ક્યારેક મિથ્યાત્વથી સંવલિત જ ગુરુતર કર્મભાર રૂપ પુણ્યપ્રકૃતિને કારણે મનુષ્યભવને પામે છે. ક્યારેક મિથ્યાત્વથી સંવલિત ગુરુતર કર્યભાર રૂ૫ પાપપ્રકૃતિથી પશભવને પામે છે તો ક્યારેક મિથ્યાત્વથી સંવલિત ગુરુતર કર્યભાર રૂપ અત્યંત પાપપ્રકૃતિને કારણે મહાનરકોમાં પડે છે. અને તેથી તેને જ ચારગતિઓના પરિભ્રમણને જ પૂર્વમાં પ્રતિપાદન કરાયેલા સ્વરૂપવાળા મહાદુઃખના સંતાનને સતત અરઘટ્ટઘટી યત્ર ચાયથી અનુભવ દ્વારા અસંતી વખત પરાવર્તન કરે છે. સર્વજ્ઞના શાસનની પારમાર્થિક પ્રાપ્તિ પૂર્વે જીવમાં અત્યંત અજ્ઞાન હોવાને કારણે પોતાના હિતને જાણવા માટે અસમર્થ હોવાથી બાહ્યપદાર્થો જ તેને કેટલાક હિત રૂપ અને કેટલાક અહિત રૂપ જણાય છે. અને તે બાહ્યપદાર્થોના જ ગ્રહણ અને પરિત્યાગ માટે વિવિધ પ્રકારના સંક્લેશો કરીને કૂવા ઉપર રહેલા રેંટના ન્યાયથી ચાર ગતિને અનુભવ દ્વારા અનંતી વખત પરાવર્તન કરે છે. ભાવાર્થ : જીવમાં અનાદિકાળથી સ્થિર થયેલ રાગ-દ્વેષ અને મહામોહનો પરિણામ વર્તે છે તેથી રાગાદિ ભાવોથી સતત વિહ્વળ વર્તે છે, અને તેના કારણે મનુષ્યભવની પ્રાપ્તિ કરીને શું ભક્ષ્ય છે ? શું અભક્ષ્ય છે ? શું મારા માટે કર્તવ્ય છે? શું મારા માટે અકર્તવ્ય છે ? તેનો કોઈ વિચાર કર્યા વગર વિષયોની લાલસાથી સુખ માટે જ યત્ન કરતો હોવા છતાં ગાઢ અંધકારને કારણે તત્કાલ પણ ભાવરોગની આકુળતા વધારે છે. અને ભાવિના અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે છે. વળી, ક્યારેક પરલોકઆદિની વાતો સાંભળવા મળે તોપણ દૃઢ વિપર્યાસ હોવાને કારણે તેને કુવિકલ્પો જ થાય છે કે “પરલોક નથી, આત્મા નથી” આ રીતે કુવિકલ્પો
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy