SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪. શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર ભીલડાઓએ મારું અપહરણ કર્યું, તેની ચિંતા શું તને નથી થતી ? હે પિતા, મા સ્થાનક જાણને ઘણું સૈન્ય સાથે મને મોકલી. છતાં આવા સમયે મને એકાકી મૂકીને બધા સૈનિકે ભાગી ગયા. હે બંધુઓ, મારા સહદરો, તમે બધા મારા ઉપર ઘણે પ્રેમ રાખે છે ! પરંતુ આવા કપરા સમયે મને છોડીને કયાં જતા રહ્યા ? અથવા હા, હા, મેં જાણ્યું- સંસારનું સ્વરૂપ જ એવું છે. સંકટમાં પરમાત્મા સિવાય બીજું કઈ રક્ષણ કરનાર નથી.” દુઃખને સાંભળનાર કેઈ મળે તો દુઃખ વધારે પ્રગટ થાય છે. મુનિને જોઈને રાજકન્યા વારંવાર વિલાપ કરવા લાગી. દુઃખનો પણ અંત છે અને સુખને પણ ક્યારેક અંત હોય છે.” કુમારી ઘણે ઘણે વિલાપ કરીને થાકી ગઈ. કંઈક સ્વસ્થ થઈને નારદને કહ્યું: “હે તાત, આ દુરાત્મા પાસે આવી આકાશગામિની વિદ્યા ક્યાંથી આવી હશે ? અથવા તો આ રૂપપરાવર્તન કરીને આવેલ કે ઈ દેવ છે? વિદ્યાધર છે કે ડિનર છે ? આ દુષ્ટની સાથે આપને મેળાપ કયાંથી થયો ? અથવા મારી જેમ આ પાપાત્મા આપને પણ પકડીને લાવ્યો છે? હે નાથ, મારાથી રહેવાતું નથી ! મારા પ્રાણે ચાલ્યા જશે. મારી શું ગતિ થશે ? મને ઘણી ચિંતા થાય છે.” તેણીના ઉપર્યુક્ત વચન સાંભળીને કંઈક હસીને નારદ મુનિએ કહ્યું: “દીકરી, હર્ષના સ્થાને વિષાદ કેમ કરે છે?” રાજકન્યાએ કહ્યું: તાત, અહીં હર્ષનું સ્થાન શું છે ?' નારદે કહ્યું : “સાંભળ, તારા માતા-પિતાએ તેને પહેલાં જેને આપી હતી, તે રૂકમણીને પુત્ર અચિંત્ય શક્તિશાળી, અનેક વિદ્યાઓને સ્વામી પ્રદ્યુમ્ન, તારા ભાગ્યથી અહીં આવીને તેણે તારું ગ્રહણ કર્યું છે.” સાંભળીને કન્યાએ કહ્યું: “મુનિ, શું તમે પણ મને ઠગે છે? રાજાના પુત્ર કયારે પણ આવા કદરૂપ હોઈ શકે ?” મુનિએ કહ્યું: “હે મુગ્ધા, તું ભેળી છે. આવું રૂપ જોઈને તું વિષાદ ના કર ! વાદળાઓથી ઢંકાયેલો સૂર્ય શું પોતાના તેજને પ્રકાશક નથી હોતો ! રૂપભેદ હોવા છતાં તારે તેને પ્રદ્યુમ્ન જ સમજે. તારા માટે તે તે વિદ્યાધરોની નગરીથી અહીં આવેલ છે. એકની ચાહના હોય અને બીજાની ચાહના ના હોય તે બંનેના જીવનમાં દુખની પરંપરા સર્જાય છે. પ્રદ્યુમ્નને તારા પ્રત્યેની ચાહના છે, તેવી જ રીતે તું પણ તેના પ્રત્યે ચાહના રાખીશ તો ભવિષ્યમાં તમારા બંનેનું જીવન પ્રેમપૂર્ણ બનશે અને તમારા માથે સિદ્ધ થશે. માટે હે પુત્રી, તું ખેદનો ત્યાગ કરી જગતમાં ચઢીયાતા એવા તારા ભાગ્યની પ્રશંસા કર ! અને પ્રદ્યુમ્ન પ્રત્યે રાગ ધારણ કરે !” આ રીતે રાજકન્યાને કમલ વચન વડે સ્વસ્થ કરીને નારદજીએ મૂળ રૂપે પ્રગટ કરવા માટે પ્રદ્યુમ્નને કહ્યું: “પ્રદ્યુમ્ન, અતિવૃષ્ટિ સુભિક્ષ માટે થતી નથી. અતિ બલવું તે લજજા માટે નથી હોતું. અતિ ભક્ષણ પુષ્ટિ માટે થતું નથી, અતિ ક્રોધ સ્નેહ માટે થતો નથી. અતિ કીડા શેભા માટે થતી નથી. અને અતિ હસવું કાંઈ આનંદ માટે થતું નથી. “અતિ સર્વત્ર વર્જયેત” એ ન્યાયે કેઈપણ બાબતમાં અતિ નહિ કરવું જોઈએ. હવે બસ થયું. તારા મૂળ સ્વરૂપને પ્રગટ કરીને આ રાજકન્યાને ખુશ કર.' નારદજીની વાત સાંભળીને પ્રદ્યુમ્ન વિચાર્યું: મારે મુનિનું વચન માન્ય રાખવું જોઈએ. કારણ, તેઓ આ જગતમાં સર્વ લોકોને પૂજનીય છે. જો તેમનું વચન નહીં માનું તે ભવિષ્યમાં મને જ નુકસાન થશે. આ પ્રમાણે વિચારીને પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું. વાદળાથી મુક્ત થયેલા અને તારાગણથી શે ભતા ચન્દ્રની જેમ પ્રદ્યુમ્નકુમાર અલંકારથી શેભવા લાગે. સોળે કળાથી સંપૂર્ણ ચન્દ્રની આગળ જેમ રોહિણી શોભે તેમ રૂપ લાવણ્યવતી રાજકન્યા શોભવા લાગી. પ્રદ્યુમ્નની શક્તિ તે તેણે પહેલાં જ જાણ હતી, હવે તેનું સાક્ષાત્ કામદેવ સમાન રૂપ જોઈને રાજપુત્રીને એટલે બધે આનંદ થયો કે તેને બોલવા માટે
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy